તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata, Who Lost Against BJP's Shubhendu Officer In Nandigram, Filed A Petition In The Calcutta High Court On Friday.

ચૂંટણી પરિણામના 46 દિવસ બાદ સવાલ:નંદીગ્રામમાં ભાજપના શુભેન્દુ અધિકારી સામે હારેલી મમતાએ કલકતા હાઈકોર્ટમાં કરી અરજી, શુક્રવારે સુનાવણી

કોલકાતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક સમયે મમતા બેનર્જીના ખાસ ગણતા શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા હતા. જે બાદ નંદીગ્રામની બેઠક પર મમતાની હાર થઈ હતી. - Divya Bhaskar
એક સમયે મમતા બેનર્જીના ખાસ ગણતા શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા હતા. જે બાદ નંદીગ્રામની બેઠક પર મમતાની હાર થઈ હતી.

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ સીટથી હારેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની જીત વિરૂદ્ધ કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા છે. મમતાએ નંદીગ્રામમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પડકાર આપતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જે મુદ્દે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.

બંગાળમાં 8 તબક્કામાં થયેલી ચૂંટણી બાદ 2 મેનાં રોજ પરિણામ આવ્યા હતા. જેમાં તમામની નજર રાજ્યની હોટ સીટ નંદીગ્રામ પર હતી. અહીં ભાજપના ઉમેદવાર અને એક સમયે મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારી સાથેના રોમાંચક મુકાબલા બાદ દીદી 1956 મતથી હારી ગયા હતા. આ બંગાળની ચૂંટણીનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર હતો.

46 દિવસ બાદ કોર્ટમાં પડકાર
મમતા બેનર્જીને પરિણામ સામે અરજી કરવા માટે કોર્ટ સુધી પહોંચ્તા 46 દિવસ થઈ ગયા. 2 મેનાં રોજ નંદીગ્રામમાં પરિણામની જાહેરાત થઈ હતી, જે બાદ મમતાએ ચૂંટણી પંચ પર ગેરરીતિના ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે તેઓએ અહીંયા ફરીથી કાઉન્ટિંગની માગ પણ કરી હતી, પરંતુ ચૂંટણી પંચે તેમની માગ ફગાવી દીધી હતી. ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે મમતાએ નિર્ણય વિરૂદ્ધ કોર્ટ જવાની વાત કરી હતી. અંતે તેઓએ 46 દિવસ પછી કલકત્તા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

મમતાની પારંપરિક સીટ ભવાનીપુર ખાલી
નંદીગ્રામમાં હાર બાદ મમતાએ 7 મેનાં રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા. જે બાદ સૌથી મોટો સવાલ એ હતો કે તેઓ ચૂંટણી ક્યાંથી લડશે. અંતે તેમની પારંપરિક સીટ ભવાનીપુરથી જીતેલા TMCના ધારાસભ્ય શોભન દેવ ચેટર્જીએ રાજીનામું આપી દીધું છે. તે નિશ્ચિત છે કે મમતા અહીંથી જ ચૂંટણી લડશે. બંગાળમાં 2011ની વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુરથી તૃણુમૂલના સુબ્રત ચૂંટણી જીત્યા હતા. તેમના રાજીનામા બાદ મમતા આ બેઠક પર પેટા ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. 2016માં પણ તેઓ આ સીટ પરથી જ ચૂંટણી લડ્યા હતા જીત હાંસલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...