તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata, Who Has Banned The Immersion Of Durga Idoal, Will Give An Allowance Of Rs 1,000 A Month To Brahmins

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ભણકારા:દુર્ગા વિસર્જન પર પ્રતિબંધ મૂકનારાં મમતા બેનરજી બ્રાહ્મણોને મહિને એક હજાર રૂપિયા ભથ્થું આપશે

કોલકાતા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી- ફાઇલ તસવીર. - Divya Bhaskar
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી- ફાઇલ તસવીર.

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેરાત કરી છે કે તેમની સરકાર રાજ્યના આશરે 8 હજાર સનાતન બ્રાહ્મણ પૂજારીઓને એક હજાર રૂપિયા મહિને ભથ્થું તથા આવાસ યોજના હેઠળ મફત ઘર આપશે.

બેનરજીએ કહ્યું હતું કે અમે અગાઉ સનાતન બ્રાહ્મણોને કોલાઘાટમાં એકેડમી સ્થાપિત કરવા જમીન આપી હતી. આ સમુદાયના અનેક પૂજારી આર્થિક રીતે નબળા છે. અમે તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દી દિવસ પર સોમવારે લોકોને શુભેચ્છા પાઠવતાં મમતાએ કહ્યું હતું કે અમે તમામ ભાષાને માન આપીએ છીએ. અમે એક નવી હિન્દી એકેડમી અને દલિત સાહિત્ય એકેડમી સ્થાપિત કરવાનો પણ નિર્ણય લીધો છે. મમતાએ તૃણમૂલ કોંગ્રેસના હિન્દી સેલની પુન:રચના કરવાની પણ જાહેરાત કરી હતી. રાજ્યસભા સભ્ય તથા પૂર્વ રેલવેમંત્રી દિનેશ ત્રિવેદીને હિન્દી સેલના ચેરમેન બનાવાયા છે.

કહેવાય છે કે હિન્દીભાષી મતદારોને આકર્ષિત કરવા માટે મમતાએ આ પગલું ભર્યું છે. રાજ્યના સિલીગુડી, મધ્ય કોલકાતા, આસનસોલ, દુર્ગાપુરમાં હિન્દીભાષી મતદારોની વસતી નિર્ણાયક સ્થિતિમાં છે.

અન્ય સમાચારો પણ છે...