• Gujarati News
  • National
  • Mamata Strengthening Herself Outside Bengal; After Goa, Assam, Big Leaders In Bihar And Haryana Joined TMC

દીદીનું ખેલા 2024:બંગાળની બહાર પોતાને મજબૂત બનાવી રહ્યા મમતા; ગોવા, આસામ બાદ બિહાર-હરિયાણામાં મોટા નેતાઓ TMC માં જોડાયા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીદીએ દેશભરમાં પાર્ટી સંગઠનને મજબૂત કરવાની કવાયત પણ શરૂ કરી

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ધૂળમાં રગદોળ્યા બાદ હવે મમતા બેનર્જી આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ માટેની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે. બંગાળમાં ખેલા હોબેનો નારો આપ્યા બાદ દીદીનું હવે પછીનું લક્ષ્ય લોકસભા ચૂંટણી પછી ત્રીજા વિકલ્પ તરીકે પોતાને મજબૂત સ્થાન આપવાનું છે. દીદીએ દેશભરમાં પાર્ટી સંગઠનને મજબૂત કરવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. આવો જાણીએ મમતાનો સંપૂર્ણ ગેમ પ્લાન...

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીથી પોતાની પકડ મજબૂત કરવાની તૈયારી

આવતા વર્ષે યુપી, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાબતે મમતા બેનર્જીએ પાર્ટી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે હાલમાં આ સ્થાનો પર પાર્ટીની હાજરી ઈચ્છે છે. તેમણે અહીં પાર્ટી સંગઠનને વિસ્તારવાનું કામ શરૂ કરી દીધું છે. આ અંતર્ગત આ રાજ્યોમાંથી ભાજપ અને કોંગ્રેસ સહિત સ્થાનિક પક્ષોના ઘણા દિગ્ગજ નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાં પણ જોડાઈ ગયા છે.

ગોવામાં મમતાએ પૂર્વ મુખ્યમંત્રી લુઇઝિન્હો ફલેરિયોને સાધ્યા

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને સાત વખત કોંગ્રેસનાં ધારાસભ્ય રહેલા લુઇઝિન્હો ફલેરિયો 29 સપ્ટેમ્બરે TMCમાં જોડાયા હતા.
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને સાત વખત કોંગ્રેસનાં ધારાસભ્ય રહેલા લુઇઝિન્હો ફલેરિયો 29 સપ્ટેમ્બરે TMCમાં જોડાયા હતા.

ગોવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી લુઇઝિન્હો ફલેરિયો ટીએમસીમાં જોડાયા છે. મમતાએ તેમને બંગાળથી રાજ્યસભામાં પણ મોકલ્યા છે. લુઇઝિન્હો ફલેરિયો ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે, જેમની ગોવામાં હિન્દુઓ પછી સૌથી વધુ વસ્તી છે. મમતા અહીં ખ્રિસ્તી સમુદાયને સાધવાની સાથે સાથે તે હિન્દુ મતદારોને પણ પોતાની તરફેણમાં કરવા માંગે છે જેઓ કોંગ્રેસ અને ભાજપની વિરુદ્ધ કોઈપણ ત્રીજા પક્ષને વિકલ્પ તરીકે જોવા માંગે છે.

આસામમાં સુષ્મિતા દેવ, યુપીમાં લલિતેશ પતિ ત્રિપાઠી ટીએમસીમાં જોડાયા

ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં બ્રાહ્મણ ચહેરો લલિતેશ પતિ ત્રિપાઠી ગયા મહીને કોંગ્રેસથી છેડો ફાડીને TMCમાં જોડાયા હતા.
ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં બ્રાહ્મણ ચહેરો લલિતેશ પતિ ત્રિપાઠી ગયા મહીને કોંગ્રેસથી છેડો ફાડીને TMCમાં જોડાયા હતા.

બંગાળ જીત્યા બાદ મમતાએ આસામ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ઘણું નુકસાન પહોંચાડ્યું. મમતાએ આસામના સિલચરથી કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા સુષ્મિતા દેવને પાર્ટીમાં સામેલ કર્યા. ટીએમસીએ તેમને બંગાળમાંથી જ રાજ્યસભાના સાંસદ તરીકે મોકલ્યાં છે. જ્યારે, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં બ્રાહ્મણ ચહેરો બનેલા લલિતેશ પતિ ત્રિપાઠી કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. લલિતેશ યુ.પીના પૂર્વ મુખ્યમંત્રી પં. કમલાપતિ ત્રિપાઠીના પ્રપૌત્ર છે. તેઓ 2012માં નક્સલ પ્રભાવિત મડિહાન સીટ પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. લલિતેશનો પરિવાર ચાર પેઢીથી કોંગ્રેસ સાથે રહ્યો હતો.

ત્રિપુરામાં ભાજપને આપ્યો મમતાએ ઝટકો

આસામના સિલચરથી કોંગ્રેસનાં સંસદ રહી ચૂકેલા સુષ્મિતા દેવ પણ TMCમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કેન્દ્રીય માતૃ રહેલા સંતોષ મોહન દેવની પુત્રી પણ છે.
આસામના સિલચરથી કોંગ્રેસનાં સંસદ રહી ચૂકેલા સુષ્મિતા દેવ પણ TMCમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કેન્દ્રીય માતૃ રહેલા સંતોષ મોહન દેવની પુત્રી પણ છે.

ત્રિપુરામાં મમતા બેનર્જીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ભાજપના ધારાસભ્ય આશિષ દાસ અહીં ટીએમસીમાં જોડાઈ ગયા છે. TMC રાજ્યમાં ભાજપને હરાવવાની તૈયારી કરી રહી છે. પાર્ટીની નજર ભાજપના અસંતુષ્ટો પર છે. ટીએમસીમાં ધારાસભ્ય આશિષ દાસને સામેલ કરવા તે આ અભિયાનનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે. અહીં બંગાળી ભાષી મતદારો ઉપરાંત મુસ્લિમ મતદારોની સંખ્યા મોટી ઉથલપાથલ લાવવાની ક્ષમતા ધરાવે છે. બંગાળમાં, પાર્ટીએ જે રીતે મહિલાઓ, ખાસ કરીને મુસ્લિમ મતદારોને જોડી રાખ્યા, એ જ રીતે ત્રિપુરામાં પણ ટીએમસી તેમને પોતાના મુખ્ય મતદારો બનાવવાની તૈયારીમાં છે. અત્યાર સુધી તેઓ ડાબેરી પક્ષોના મતદાતા રહ્યા છે.

કિર્તિ આઝાદ અને અશોક તંવરના નામે બિહાર અને હરિયાણા પર નજર

કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર કિર્તિ આઝાદ, પત્ની પુનમ આઝાદને મમતા બેનર્જીની હાજરીમાં TMCમાં જોડાયા હતા. કિર્તિ આઝાદ છેલ્લી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.
કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર કિર્તિ આઝાદ, પત્ની પુનમ આઝાદને મમતા બેનર્જીની હાજરીમાં TMCમાં જોડાયા હતા. કિર્તિ આઝાદ છેલ્લી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.

મમતા બેનર્જી 22 થી 25 નવેમ્બર સુધી દિલ્હીની મુલાકાતે છે. તેઓ અહીં સોનિયા ગાંધી અને વડાપ્રધાન મોદીની સાથે મુલાકાત કરશે. આ મુલાકાત પહેલા જ તેમણે ઘણા મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. સૌથી પહેલા JDUના સાંસદ રહી ચૂકેલા પવન વર્માએ પાર્ટીનું સભ્યપદ મેળવ્યું છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર કિર્તિ આઝાદ પત્ની પુનમ આઝાદની સાથે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે ગયા હતા. જ્યારે અહીં પહેલેથી જ હાજર મમતા બેનર્જીએ તેમણે પાર્ટીમાં સામેલ કર્યા હતા. તેના થોડા જ કલાક બાદ હરિયાણા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રહી ચૂકેલા અશોક તંવર પણ મમતાને મળ્યા હતા અને TMCમાં જોડાયા હતા. તંવર પણ રાહુલના નજીકના માનવામાં આવતા હતા. મમતા કિર્તિ આઝાદ અને આશોક તંવરના નામ પર બિહાર અને હરિયાણામાં પાર્ટી સંગઠનને મજબૂત કરવાની પ્લાન બનાવી રહ્યા છે.

જાવેદ અખતર અને સુધીર કુલકર્ણીએ પણ મમતા સાથે મુલાકાત કરી

જાવેદ અખ્તર અને લાલકૃષ્ણ અડવાણીની નજીકના રહેલા સુધિન્દ્ર કુલકર્ણીએ મમતા બેનર્જી સતહ મુલાકાત કરી હતી. ત્રણેય વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી.
જાવેદ અખ્તર અને લાલકૃષ્ણ અડવાણીની નજીકના રહેલા સુધિન્દ્ર કુલકર્ણીએ મમતા બેનર્જી સતહ મુલાકાત કરી હતી. ત્રણેય વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી.

જાણીતા લેખક જાવેદ અખ્તર અને ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીની નજીક રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ પણ મંગળવારે દિલ્હીમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત લગભગ 1 કલાક સુધી ચાલી હતી. જો કે તે સ્પષ્ટ થયું નથી કે તેમની વચ્ચે શું ચર્ચાઓ કરવામાં આવી હતી. સૂત્રો મુજબ, તેમણે વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી હતી.

કુલકર્ણી એક સમયે અટલનીની સરકારના સલાહકાર પણ રહ્યા હતા. અટલજીની તબિયત બગડ્યા બાદ તેઓ લાલકૃષ્ણ અડવાણીના સલાહકાર બાહ્ય હતા. કુલકર્ણીએ જ 2009 લોકસભાની ચૂંટણી પહેલા અડવાણી ફોર PM કેમ્પેન શરૂ કર્યું હતું. રાજકીય રીતે કુલકર્ણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી તરીકે પણ માનવામાં આવે છે.

નરેન્દ્ર મોદીના વિરોધી રહ્યા છે કુલકર્ણી

અટલજી અને લાલકૃષ્ણ અડવાણીની સાથે નરેન્દ્ર મોદી- ફાઇલ
અટલજી અને લાલકૃષ્ણ અડવાણીની સાથે નરેન્દ્ર મોદી- ફાઇલ

કુલકર્ણી 13 વર્ષ સુધી ભાજપમાં સક્રિય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેમણે પાર્ટીથી કોનારો કરી લીધો હતો. જો કે તેમણે તે દરમિયાન કહ્યું હતું કે તે પાર્ટીના શુભેચ્છક બની રહેશે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેઓ સતત તેમના પર ટિપ્પણી કરવાનું ચાલુ રાખ્યું. બાદમાં તેઓ રાહુલ ગાંધીના સમર્થનમાં નિવેદનો આપતા રહ્યા. મોદી 2019માં ફરી વડાપ્રધાન બન્યા પછી કુલકર્ણી સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જો કે આ પછી તેઓ અડવાણીથી પણ દૂર જ રહ્યા હતા.

યશવંત સિંહા અને પ્રણવ મુખર્જીના પુત્ર ટીએમસીમાં જોડાયા
બંગાળ વિધાનસભામાં મોટી જીત બાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિંહા ટીએમસીમાં જોડાયા છે. સિંહા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અને કોંગ્રેસના નેતા અભિજીત મુખર્જી પણ આ વર્ષે જુલાઈમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા પછી 2012 અને 2014ની ચૂંટણીમાં અભિજિત બંગાળની જંગીપુર લોકસભા સીટથી બે વખત સાંસદ રહી ચુક્યા છે. જો કે, 2019ની ચૂંટણીમાં તેઓ ત્રીજા નંબરે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...