તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mamata Shubhendu Clash In Nandigram, 4 Ministers And 2 Former Deputy Speakers In Assam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં બીજા તબક્કામાં 80% મતદાન:મમતાએ કહ્યું- ચૂંટણીના દિવસે રેલી કઈ રીતે કરી શકે છે મોદી? મમતાએ નંદીગ્રામથી રાજ્યપાલને ફોન કરીને કહ્યું- EC કાર્યવાહી નહીં કરે તો કોર્ટ જઈશ

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • નંદીગ્રામના કમલપુર નજીક ભાજપના ઉમેદવાદ શુભેંદુ અધિકારીના કાફલા પર હુમલો

પશ્ચિમ બંગાળ અને આસામની 69 બેઠકો પર ગુરુવારે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું હતુ. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સાંજના છ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 80.43% અને આસામમાં 74.64% મતદાન નોંધાયું છે. આ દરમિયાન નંદીગ્રામના એક મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. અહીંયા TMCના કાર્યકરોએ આરોપ હતા કે તેમને મતદાન કરવા માટે નથી જવા દેવામાં આવી રહ્યા.

મમતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે PM મોદી ચૂંટણીના દિવસે બંગાળમાં ચૂંટણી પ્રચાર કઈ રીતે કરી શકે છે? મમતાએ આરોપ લગાવ્યા હતા કે અમિત શાહ સીધા જ કેન્દ્રથી મોકલવામાં આવેલા સુરક્ષકર્મીઓને આદેશ આપી રહ્યા છે. આ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક બોયા ગામના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મમતા વ્હીલચેર પર ત્યાં પહોંચ્યા હતા અને લોકો સાથે વાત પણ કરી હતી. મમતાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો વાતાવરણ ખરાબ કરી રહ્યા છે. બહારના ગુંડા મતદાનને પ્રભાવિત કરી રહ્યા છે. ચૂંટણી પંચ (EC)ને અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમણે રાજ્યપાલને આ મામલે દખલ કરવા વાત કરી હતી. તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચ કાર્યવાહી નહીં કરે તો તે કોર્ટમાં જશે.

BJP-TMCએ લગાવ્યા બૂથ કેપ્ચરિંગના આરોપ
તૃણમૂલ કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચને પત્ર લખીને નંદીગ્રામ વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું કે ભાજપના કાર્યકરોની ભારે ભીડ મતદાન કેન્દ્રમાં ઘૂસી ગઇ હતી. ભાજપના કાર્યકરો EVMમાં ચેડાં કરવાના અને બૂથ પર હોબાળો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે, ભાજપે પણ અનેક જગ્યાએ આ જ પ્રકારના આરોપ તૃણમૂલના કાર્યકરો પર લગાવ્યા છે.

નંદીગ્રામના કમલપુર નજીક ભાજપના ઉમેદવાદ શુભેંદુ અધિકારીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં મીડિયાના વાહનોને પણ નુકશાન પહોંચ્યું છે. શુભેંદુએ આરોપ લગાવ્યા છે કે આ પાકિસ્તાનીઓનું કામ છે. જય બાંગ્લા બાંગ્લાદેશનો નારો છે. આ દરમિયાન, પશ્ચિમ મેદિનીપુરના કેશપુરમાં બૂથ નંબર 173 પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર ભાજપના પોલિંગ એજન્ટને માર મારવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પોલિંગ એજન્ટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

નંદીગ્રામમાં ભાજપના કાર્યકર્તાએ કરી આત્મહત્યા
પશ્ચિમ બંગાળથી હિંસાના સમાચાર મળી રહ્યા છે. નંદીગ્રામમાં ભાજપના એક કાર્યકર્તાએ આત્મહત્યા કરી છે. જાણકારી મુજબ નંદીગ્રામના બથુઆબાડ ગામમાં 28 નંબરના પોલિંગ બૂથ નજીક ભાજપના કાર્યકર્તાએ આત્મહત્યા કરી છે. જેનું નામ ઉદય શંકર છે. ભાજપે આ અંગે આરોપ લગાવાતા જણાવ્યુ છે કે તૃણમૂલ કોંગ્રેસના આતંકના કારણે કાર્યકર્તાએ આત્મહત્યા કરી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. જો કે આ ઘટના બાદ અહીંયા લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

આ પહેલા ડેબરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતી ઘોષે TMC પર મતદાન એજન્ટને બંધક બનાવવાના આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવાપરા ખાતેના બૂથ નંબર 22, ઝોન-1 માં તેમના પોલિંગ એજન્ટને તૃણમૂલના 150 જેટલા ગુંડાઓએ ઘેરી રાખ્યા છે. તેને મતદાન મથકની અંદર ન જવા દેવાયા. તેમણે કહ્યું કે બરુનિયામાં મતદારોને ડરાવવામાં આવી રહ્યા છે. તેમને TMCનું ચૂંટણી પ્રતીક બતાવીને મત આપવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

નંદીગ્રામમાં મમતા- શુભેંદુ વચ્ચે જંગ
બંગાળની ચૂંટણીની સૌથી ચર્ચિત નંદીગ્રામ બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. આ બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારી વચ્ચે જંગ છે. ચૂંટણી પ્રચાર શરૂ થયા પછીથી આ બેઠક પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.મમતા માટે આ બેઠક તેમના આત્મસન્માનની વાત છે, તો શુભેંદુ અધિકારીએ મમતાને 50 હજાર મતોથી હરાવવાનો દાવો કર્યો છે. શુભેંદુએ કહ્યું છે કે જો તેઓ મમતાને પરાજિત નહીં કરી શકે તો તેઓ રાજકારણ છોડી દેશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ TMC છોડીને ભાજપમાં જોડાયા હતા. હાઈપ્રોફાઈલ બેઠક હોવાને કારણે નંદીગ્રામમાં હિંસાની સંભાવનાઓ પણ વધારે છે, તેથી અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ડેબરામાં એક મતદાન મથક નજીક ભારે હંગામો થયો હતો. જો કે સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો હતો.
ડેબરામાં એક મતદાન મથક નજીક ભારે હંગામો થયો હતો. જો કે સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો હતો.

અપડેટ્સ

  • નંદીગ્રામ સીટ પરથી ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી મત આપ્યો છે. મત આપ્યા પછી તેમણે કહ્યું હતું કે ભાજપ અને વિકાસની જીત થશે. આખા બંગાળમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. મમતા બેનર્જીની સરકારે એટલી બેરોજગારી કરી, તેની સામે મતદાન થઈ રહ્યું છે. અહીં 80-85% મતદાન થવું જોઈએ અને ત્યાં કોઈ હિંસા ન થવી જોઈએ.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લામાં ટ્વીટ કરીને લોકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે.
  • પશ્ચિમ બંગાળમાં, દક્ષિણ 24 પરગણામાં ભાજપ-તૃણમૂલ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર છે.

બંગાળ ચૂંટણીમાં નંદીગ્રામનું શું મહત્વ છે?
બંગાળની રાજનીતિનો સૌથી મોટો અખાડો બની ચૂકેલ એક નાનો ઉનીંદા વિસ્તાર છે. અહીં પહોંચતાં જ ડામર રોડની બંને બાજુ કાચી- પાકી દુકાન છે, પણ ચૂંટણીના વાતાવરણનો રંગ અહીં બાકીના બંગાળ કરતા વધુ લાગે છે.રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.

ખરેખર, નંદીગ્રામ બંગાળની રાજનીતિમાં બદલાવાનું પ્રતિક છે. તેની ઇતિહાસ ક્રાંતિકારીઓ સાથે જોડાયેલો છે. આધુનિક ભારતનો આ જ એકમાત્ર વિસ્તાર છે, જેને બે વખત આઝાદી મળી છે. 1947 પહેલા, અહીં લોકોએ કેટલાક દિવસોથી આ વિસ્તારને અંગ્રેજોથી મુક્ત કરાવી લીધો હતો. પરિવર્તનનું પ્રતીક એટલા માટે કે એક દાયકા પહેલા મમતા બેનર્જી નંદીગ્રામના બળ પર જ સત્તા મેળવવામાં સફળ રહી હતી.

મમતા અને શુભેંદુ માટે નંદીગ્રામમાં શું દાવ પર છે ?

  • વરિષ્ઠ પત્રકાર શુભાશીષ મોઇત્રા કહે છે, 'બંગાળના રાજકારણમાં પહેલા મોદી સામે મમતા ટોપ પર હતા, પરંતુ મમતાની નંદીગ્રામ સામે લડવાની જાહેરાત પછી રાજકીય યુદ્ધ મમતા વિ શુભેંદુ તરફ શિફ્ટ થઇ ગયું. મમતા પોતે પણ ઇચ્છતી હતી કે આવું થાય, જેથી તે પોતાના માતા, માટી અને માનુષના નારાને ખાતર-પાણી આપી શકે.'
  • બીજી તરફ શુભેંદુ અધિકારી નંદીગ્રામથી ધારાસભ્ય છે. પૂર્વ મેદિનીપુર તેનો પોતાનો ગઢ રહ્યો છે. તેઓ મમતાને અહીથી હરવવાનું એલાન કરી ચૂક્યા છે. સીનિયર જર્નલિસ્ટ શુભાશીષ મોઈત્રા કહે છે, 'જો શુભેંદુ અહીંથી જીત નોંધાવે છે તો ભાજપને પૂરતી બેઠકો મળવાની સ્થિતિમાં તેઓ બંગાળના મુખ્યમંત્રી પણ બની શકે છે.'
  • વરિષ્ઠ પત્રકાર પ્રભાકર મણિ તિવારી કહે છે, 'મમતા CM છે, એટલા માટે તેમને થોડો ફાયદો તો મળવો જોઈએ, પરંતુ નંદીગ્રામમાં શુભેંદુની પણ જમીની પક્કડ ઓછી નથી. જો મમતા નંદીગ્રામથી હારે છે તો સમજો તેઓ બંગાળ પણ હારી જાય છે.'

નંદીગ્રામમાં CCTV લગાવાયા, વેબકાસ્ટિંગ પણ
બંગાળમાં આજે 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં દક્ષિણ 24 પરગણાની 4, બાંકુરાની 8, પૂર્વ મેદિનીપુરની 9, પશ્ચિમ મેદિનીપુરની 9 બેઠકો છે. 30 બેઠકો માટે 171 ઉમેદવાર મેદાનમાં છે. આમાંથી 152 પુરૂષો અને 19 મહિલાઓ છે. 3,210 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 1,937 જિલ્લાઓમાં છે. ચાર વિધાનસભાઓમાં સુરક્ષા કર્મચારીઓની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 22 કંપનીઓ એકલા નંદીગ્રામમાં જ તૈનાત છે. સંવેદનશીલ બૂથ પર બે સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. ચૂંટણીને પારદર્શક બનાવવા માટે નંદીગ્રામના મતદાન મથકો પર CCTV લગાવવામાં આવ્યા છે. ચૂંટણીનું વીડિયોગ્રાફી અને વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામની જે બેઠકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે, ત્યાં સુરક્ષા માટે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામની જે બેઠકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે, ત્યાં સુરક્ષા માટે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ડેબરા બેઠક પર બે IPS આમને-સામને
નંદીગ્રામ પછી પશ્ચિમ બંગાળની ડેબરા બેઠક પણ એક હાઇપ્રોફાઇલ છે. આ બેઠક પર બે IPS અધિકારી આનામે-સામને છે. ભાજપે અહીંથી પૂર્વ IPS ભારતી ઘોષને ટિકિટ આપી છે. ટીએમસી પૂર્વ IPS હુમાયુ કબીરને મેદાનમાં ઉતાર્યા છે. બંગાળમાં 294 બેઠકો છે, જેમાંથી 30 બેઠકો પ્રથમ તબક્કામાંચૂંટણી થઈ ચૂકી છે. આજે બીજા તબક્કામાં 30 બેઠકો પર ચૂંટણી ચાલુ છે.

હાલમાં પશ્ચિમ બંગાળમાં ભીષણ ઉનાળાની ગરમી પડી રહી છે. હલ્દિયામાં જ્યારે એક મહિલા ચૂંટણી અધિકારીને તડકો લાગ્યો ત્યારે તેણે ચૂંટણી સામગ્રીથી પોતાને ઢાંકી લીધું હતું.
હાલમાં પશ્ચિમ બંગાળમાં ભીષણ ઉનાળાની ગરમી પડી રહી છે. હલ્દિયામાં જ્યારે એક મહિલા ચૂંટણી અધિકારીને તડકો લાગ્યો ત્યારે તેણે ચૂંટણી સામગ્રીથી પોતાને ઢાંકી લીધું હતું.
આસામમાં નગાંવમાં મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી સામગ્રીની તપાસ કરી રહેલા પોલિંગ અધિકારી.
આસામમાં નગાંવમાં મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી સામગ્રીની તપાસ કરી રહેલા પોલિંગ અધિકારી.

આસામમાં આજે મતદાન કરશે 73,44,63 મતદારો
પૂર્વ મંત્રી ગૌતમ રાય કટીગોરાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ બિસ્વજિત દૈમાંરી પાનેરીથી અને આસામ સાહિત્ય સભાના અધ્યક્ષ પરમાનંદ રાજબોંગશી સીપાઝરથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આસામની 39 બેઠકો પર 73,44,631 મતદારો મતદાન કરશે. તેમાં 37,34,537 પુરુષ, 36,09,959 સ્ત્રીઓ અને 135 મતદાતા ટ્રાન્સજેન્ડર છે. સૌથી વધુ મતદારો હોજાઈ બેઠક પર છે. અહીં 2,65,886 મતદારો અને 373 મતદાન મથકો છે.

બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલી બેઠકો પર પણ ચૂંટણી
બીજા તબક્કાની 39 બેઠકોમાંથી 15 બેઠકો બારક વેલીની છે. 2016ની ચૂંટણીમાં ભાજપે આમાંથી 8 બેઠકો જીતી હતી. તેમાંથી 6 ચહર જિલ્લાની અને 2 કરીમગંજની હતી. આ બેઠકો એટલા માટે પણ વિશેષ છે કારણ કે તેનાથી બાંગ્લાદેશની સરહદ લાગે છે. 2016ની ચૂંટણીમાં ભાજપના ગઠબંધને આસામમાં 126માંથી 86 બેઠકો પર જીત મેળવીને સરકાર બનાવી હતી. તેમણે 15 વર્ષથી શાસન કરતી તરુણ ગોગોઇ સરકારને ઉખાડી ફેંકી હતી. આ પહેલા 47 બેઠક પર પ્રથમ તબક્કામાં ચૂંટણી થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો