તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata Responds To Centre's CBI From CID, CID Reaches Shubhendu's House To Investigate Mysterious Death Of Bodyguard

બંગાળમાં કાયદાકીય ઘેરાબંધી:કેન્દ્રનાં CBIનો જવાબ મમતાએ CIDથી આપ્યો, બોડીગાર્ડના રહસ્યમય મોતની તપાસમાં CID શુભેન્દુનાં ઘરે પહોંચી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચર્ચા એવી છે કે મમતાએ રાજકીય પ્રતિશોઘના લીધે શુભેન્દુની પાછળ CIDને લગાડી છે
  • મમતા બેનર્જીનાં ખાસ રહેલા શુભેંદુ અધિકારીએ ભાજપમાં આવ્યા પછી દીદીને ખુલ્લેઆમ પડકાર આપ્યો હતો

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ચૂંટણી પહેલાના ચાલી રહેલા મતભેદો હજી સુધી પૂરા થવાના નામ નથી લઇ રહ્યા. પાછલા મહિને CBIએ બહુચર્ચિત નારદા લાંચ કાંડમાં રાજ્ય સરકારનાં બે મોટા મંત્રી ફિરહાદ હકિમ, સુબ્રતો મુખર્જીની સાથે રાજ્યનાં બે પૂર્વ મંત્રી મદન મિત્રા અને શોભન ચટર્જીને જેલ સુધી પહોચાડી દીધા હતાં.

હવે મમતા બેનર્જીએ પણ કેન્દ્રને CBIનો જવાબ CIDથી આપ્યો છે. હકીકતમાં, રાજ્ય પોલીસની CIDએ બુધવારે ભાજપના ધારાસભ્ય અને વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના ઘરે દરોડા પાડ્યા હતા. બંગાળ CIDની વિશેષ ટીમ તેના પૂર્વ સિક્યુરિટી ગાર્ડ શુભવ્રત ચક્રવર્તીની શંકાસ્પદ મોતની તપાસ માટે શુભેન્દુના ઘરે પહોંચી હતી.

રાજ્ય CIDની 3 સભ્યોની ટીમ શુભેન્દુ (કાંથીના રાજાની કોઠી તરીકે પ્રખ્યાત)ના શાંતિકુંજ નિવાસસ્થાન પર પહોંચી અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી. જોકે, આ દરમિયાન શુભેન્દુ હાજર નહોતા. તપાસ ટીમે શુભેન્દુના ભાઈ અને સાંસદ દિવ્યાન્દુ અધિકારીને પૂછપરછ કરી હતી. આ સાથે, તે તેના ઘરે સ્થિત સેન્ટ્રલ ફોર્સની બેરેકમાં પણ ગયો અને માહિતી લીધી.

સુરક્ષાકર્મી શુભ્રવતની પત્ની સપર્ણા કાંજીલાલ ચક્રવર્તીએ મેદિનીપુર જીલ્લાના કાફી સ્ટેશનમાં પોતાના પતિની રહસ્યમય રીકે થયેલી મોતની તપાસ કરવાની માંગ સાથે FIR નોંધાઇ હતી. બંગાળ પોલીસે તપાસ CIDને સોંપી હતી. CIDની ટીમ બપોરના 3 વાગ્યાની આસપાસ શુભેન્દુના ઘરે પહોચી હતી. ચર્ચા એવી છે કે મમતાએ રાજનૈતિક પ્રતિશોઘના લીધે શુભેન્દુની પાછળ CIDને લગાડી છે.

આ વચ્ચે ભાજપનાં ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે નંદીગ્રામમાં વિધાનસભા ચૂંટણીમાં હાર્યા પછી મુખ્યમંત્રી મમતા બેનર્જી હચમચેલી છે. તે બદલાની ભાવનાથી વર્ષો જૂના મામલામાં તેમને આરોપી બનાવી તેમને હેરાન કરવાની કોશિશ કરી રહી છે.

બીજો મામલો: નંદીગ્રામમાં શુભેન્દુની જીતને મમતાએ આપ્યો પડકાર
અહીં, મુખ્યમંત્રી મમતા બેનર્જીની ચૂંટણી અરજીની સુનાવણી કરતી વખતે કલકત્તા હાઈકોર્ટે બુધવારે શુભેન્દુ અધિકારીને નોટિસ પાઠવી છે. આ પિટિશનમાં 2021ની વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પરથી શુભેન્દુ અધિકારની જીતને પડકારવામાં આવી છે. કોર્ટે 12 ઓગસ્ટ સુધીમાં નોટિસનો જવાબ માંગ્યો છે.
જસ્ટીસ શંપા સરકારને નોટિસની સાથે ચૂંટણી આયોગને પણ નિર્દેશ કર્યો છે કે ચૂંટણી સાથે જોડાયેલ દરેક દસ્તાવેજ, ચૂંટણી પત્ર, ઉપકરણ, વીડિયો રેકોર્ડિગ વગેરેને સુરક્ષિત રાખવા જોઇએ. રીટર્નિંગ ઓફિસરની સાથે કોર્ટે આ મામલે પક્ષકારો તરીકે પંચ અને ચૂંટણી પંચના CEOને બનાવ્યા છે.

'મમતાને નહી હરાવુ તો સંન્યાસ લઇ લઇશ'
બંગાળમાં આ વર્ષે માર્ચ- એપ્રિલમાં થયેલા વિધાનસભા દરમિયાન દરેકની નજર નંદીગ્રામ સીટ પર હતી. કોઇ સમયમાં મમતા બેનર્જીનાં ખાસ રહેલા શુભેંદુ અધિકારી ભાજપમાં આવ્યા પછી દીદીને ખુલ્લેઆમ પડકાર આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જો મમતા બેનર્જી નંદીગ્રામ સીટ પરથી લડશે તો હુ તેમને હરાવી દઇશ, અને જો હુ આવુ ન કરી શક્યો તો રાજનિતીમાંથી સંન્યાસ લઇ લઇશ.

2 મેમાં જ્યારે પરિણામો આવ્યા ત્યારે શુભેંદુ 1956 વોટ સાથે જીતી ગયા. જોકે મમતાએ છેતરપિંડીનો આરોપ લગાવી ચૂંટણીના પરિણામોને કોર્ટમાં પડકાર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...