• Gujarati News
  • National
  • Mamata Is Furious Over Summoning Shubhendu Officer To Modi's Meeting, Says Mamata It Is Difficult To Go To My Meeting

વાવાઝોડા બાદ રાહત પહેલાં મમતા નારાજ:નંદીગ્રામમાં જેમનાથી હાર્યા હતા, તે શુભેન્દુ અધિકારીને બેઠકમાં બોલાવતા મમતા ભડક્યા; PM મોદીને 30 મીનિટ રાહ જોવડાવી

નવી દિલ્હી8 મહિનો પહેલા
વાવાઝોડા બાદ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પ્રધાનમંત્રીએ સમિક્ષા બેઠક કરી
  • વડાપ્રધાન મોદી બંગાળ અને ઓડિશાના પ્રવાસ પર
  • મોદીએ ઓડિશામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વખતે શરૂ થયેલી કેન્દ્ર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો તણાવ હજુ યથાવત છે. શુક્રવારે યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિ જાણવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા તો મમતા રિવ્યૂ મીટિંગના નિર્ધારિત સમયે આવ્યા ન હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મીટિંગમાં શુભેન્દુ અધિકારીને બોલાવવાથી તેઓ નારાજ હતા. તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મમતા શુભેન્દુ સામે હારી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મમતા અને ચીફ સેક્રેટરી એકજ પરિસરમાં હોવા છતા મીટિંગમાં 30 મીનિટ મોડા આવ્યા હતા.

મોદી અને મમતા વચ્ચે 15 મીનિટ બેઠક
આ બેઠક દરમિયાન મમતાએ PM મોદીને વાવાઝોડામાં થયેલા નુકસાનનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે 15 મીનિટ બેઠક થઈ હતી. આ બેઠક પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં કલાઈકુંડામાં યોજાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ PM મોદીને રાજ્યની સ્થિતિ અને વાવાઝોડાથી સૌથી વધારે નુકસાન થયું તે વિસ્તારો વિશે જાણકારી આપી હતી. મમતા શનિવારે પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કરશે.

ઓડિશાના CM સાથે સમીક્ષા બેઠક
વડાપ્રધાન મોદી બંગાળ અને ઓડિશાના પ્રવાસ પર છે. તેમણે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. આ પહેલાં તેઓ ઓડિશા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે યાસને કારણે પહોંચેલી અસર બાબતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી બન્યાં બાદ પ્રથમ મુલાકાત
મોદી બંગાળમાં સમીક્ષા બેઠક પણ કરશે. આ પહેલાં મમતા તેમને નુકસાનના દસ્તાવેજો સોંપશે. મમતા મુખ્યમંત્રી બન્યાં બાદ પીએમ મોદી સાથેની તેમની પહેલી મુલાકાત હશે. અહીં રાજ્યપાલ જગદીપ ધનખડ કલાઈકુંડા એરફોર્સ સ્ટેશન પર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચશે.

ઓડિશાના હવાઈ નિરીક્ષણ કર્યું, હવે મોદી બંગાળ પહોંચશે
પીએમ મોદીએ ઓડિશામાં બાલાસોર અને ભદ્રકનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. બંગાળ પહોંચ્યા પછી તેઓ વાવાઝોડાથી ખરાબ રીતે અસરગ્રસ્ત પૂર્વ મેદનીપુરનું હવાઈ નિરીક્ષણ પણ કરશે. આ જિલ્લાઓમાં જ વાવાઝોડાથી સૌથી વધુ તબાહી થઈ છે. અહીં ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે સવારે 5 વાગ્યાની આસપાસ આ વાવાઝોડાની અસર બિહાર અને તેની બાજુમાં આવેલા ઝારખંડ વિસ્તારમાં ઓછી થઈ છે.

તસવીર દક્ષિણ 24 પરગણાંની છે. અહીં વાવાઝોડા પછી ભારે વરસાદને કારણે બધે પાણી ભરાયાં હતાં. આ દરમિયાન એક વ્યક્તિ પોતાનો સામાન ભરીને સલામત સ્થળે જઈ રહી હતી.
તસવીર દક્ષિણ 24 પરગણાંની છે. અહીં વાવાઝોડા પછી ભારે વરસાદને કારણે બધે પાણી ભરાયાં હતાં. આ દરમિયાન એક વ્યક્તિ પોતાનો સામાન ભરીને સલામત સ્થળે જઈ રહી હતી.

વહેલી તકે જનજીવન થાળે પાડવાના નિર્દેશ
ગુરુવારે વડાપ્રધાને વાવાઝોડાથી અસરને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. સત્તાવાર અખબારી યાદીને બહાર પાડતાં તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં અનેક પાસાં પર ચર્ચા કરવામાં આવી હતી. એમાં જણાવાયું છે કે NDRFની લગભગ 106 ટીમ બંગાળમાં અને ઓડિશામાં 46 ટીમ તહેનાત કરવામાં આવી હતી. આ દરમિયાન 1000થી વધુ લોકોને બચાવી લેવાયા હતા, 2500 વીજપોલ તથા વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતાં. આને કારણે રસ્તાઓ જામ થઈ ગયા હતા. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગના વિસ્તારોમાં ટેલિકોમ અને વીજળી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓએ વાવાઝોડાના પડકારોનો સામનો કરવામાં અસરકારક અને સક્રિય ભૂમિકા ભજવી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી તકે સામાન્ય જીવન થાળે પાડવા માટે એજન્સીઓને પણ નિર્દેશ આપ્યા હતા.

તસવીર સુંદરવનના ગોસાબા ગામની છે. અહીં વાવાઝોડાને કારણે વધુ નુકસાન થયું હતું. આ દરમિયાન ગામના લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે લઈ જવાયા હતા.
તસવીર સુંદરવનના ગોસાબા ગામની છે. અહીં વાવાઝોડાને કારણે વધુ નુકસાન થયું હતું. આ દરમિયાન ગામના લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે લઈ જવાયા હતા.

બંને રાજ્યમાં 21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાને કારણે 21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ઘરો તૂટી જવાને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમાંથી 3 ઓડિશા અને એક બંગાળનું છે. પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિધા, શંકરપુર, મંદારામની દક્ષિણ 24 પરગણાં જિલ્લા બાદ બકખાલી, સંદેશખાલી, સાગર, ફ્રેઝરગંજ, સુંદરવન, વગેરે સહિત સમગ્ર બંગાળમાં 3 લાખ લોકોનાં ઘર આ વાવાઝોડામાં તબાહ થયાં. 134 ડેમ તૂટી ગયા છે, જેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

અપડેટ્સ

  • ગુરુવારે બપોરે બંગાળના મુર્શિદાબાદમાં હરિહરપરામાં વીજળી પડવાને કારણે તાહાસેન શેખ અને સઈદુલ ઇસ્લામનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે.
  • બંગાળમાં દક્ષિણ 24 પરગણાં જિલ્લાના સાગર, સુંદરવન, ફ્રેઝરગંજ, સંદેશ ખાલી, બકખાલી વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે.
  • દિધા બીચ પર દરિયાનાં મોજાંઓ જોરશોરથી ઊછળી રહ્યાં છે, દરિયાનાં તેજ મોજાં સાથે ભારે વરસાદ અને જોરદાર પવન વચ્ચે પાણી સતત વીઆઇપી વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે.
  • ઓડિશાના રાઉરકેલા એરપોર્ટને બાદ કરતાં બાકી તમામ એરપોર્ટ પર ફ્લાઇટ્સની અવાર-જવર શરૂ કરવામાં આવી છે.
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે વાવાઝોડાથી રાંચી એરપોર્ટ પર વધુ અસર પહોંચશે નહીં. જોકે દરભંગા અને પટના એરપોર્ટને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.