• Gujarati News
  • National
  • Mamata Banerjee's Membership In Delhi, Said The Country Needs A Personality Like Didi

કોંગ્રેસથી આઝાદ થયા કીર્તિ, TMCમાં જોડાયા:દિલ્હીમાં મમતા બેનર્જીએ અપાવું સભ્યપદ, કહ્યું-દેશને દીદી જેવા વ્યક્તિત્વની જરૂર

પટના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • JDUના મોટા નેતા પવન વર્મા પણ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા
  • હરિયાણાના ભૂતપુર્વ કોંગ્રેસી નેતા અશોક તંવરે TMCનું સભ્યપદ ગ્રહણ કર્યું

ભૂતપુર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા કીર્તિ ઝા આઝાદ મંગળવારે કોંગ્રેસ છોડી TMCમાં જોડાઈ ગયા છે. દિલ્હીના સાઉથ એવેન્યૂમાં પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. આઝાદે કહ્યું હતું કે મને કહેતા ખુશી થાય છે કે મમતા બેનર્જીના નેતૃત્વમાં હું દેશના વિકાસ માટે કામ કરીશ. આજે દેશમાં તેમના જેવા વ્યક્તિત્વની જરૂર છે,જે દેશને યોગ્ય દિશામાં લઈ જઈ શકે. કોંગ્રેસમાં સતત તેમની ઉપેક્ષા કરવામાં આવતી હતી, આ સંજોગોમાં તેમણે નવો માર્ગ પસંદ કર્યો છે.

કોંગ્રેસ અગાઉ તેઓ ભાજપમાં હતા. આઝાદ બિહારના ભૂતપુર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના દીકરા છે. ક્રિકેટર તરીકે તેઓ વર્ષ 1983માં ભારત તરફથી વિશ્વ કપમાં રમ્યા હતા. આ કપમાં ભારતને જીત મળી હતી.

દરભંગાથી વર્ષ 2014માં ત્રીજી વખત ભાજપમાંથી સાંસદ ચૂંટાઈ આવ્યા હતા, જોકે 23 જુલાઈ, 2015ના રોજ તેઓ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે દિલ્હી ક્રિકેટ એસોસિએશનમાં તે સમયના કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સામે મોરચો ખોલ્યો હતો.ત્યારબાદ ભાજપે આ પગલું ભર્યું હતું.

હરિયાણાના અશોક તંવર TMCમાં જોડાયા
હરિયાણાના ભૂતપુર્વ કોંગ્રેસી નેતા અશોક તંવરે TMCનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. તંવર એક સમયે કોંગ્રેસમાં સાંસદ રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિ પૈકી એક હતા. તંવર હરિયાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે. જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેચણીમાં નાણાં લેવાના આરોપ લાગતા તેમણે પક્ષ છોડી દીધો હતો.

અશોક તંવર હરિયાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે
અશોક તંવર હરિયાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે

JDUના મોટા નેતા પવન વર્મા પણ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા
ફેબ્રુઆરી,2019માં આઝાદ ભાજપ છોડી કોંગ્રેસ સાથે જોડાયા હતા, જોકે પોતાની સતત થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઝાદ મમતા બેનર્જીની TMCમાં એટલા માટે ગયા છે કારણ કે તેમણે રાજકારણમાં મોટુ એક્સપોઝર જોઈએ. ખાસ કરીને બિહારમાં રહેતા આઝાદ TMC માટે બિહારનો મોટો ચહેરો બની શકે છે. તેમણે રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવી શકે છે.

પવન વર્મા બિહારના CM નીતિશ કુમારના સલાહકાર રહી ચુક્યા છે
પવન વર્મા બિહારના CM નીતિશ કુમારના સલાહકાર રહી ચુક્યા છે

મંગળવારે JDUના મોટા નેતા પવન વર્મા પણ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા છે. વર્માએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કામને જોતા હું TMC સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. દેશમાં વર્ષ 2024માં એક મજબૂત સરકારની જરૂર છે, માટે હું TMC સાથે કામ કરીશ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે TMC માટે ત્રિપુરા, ગોવાથી વધારે પ્રાથમિકતા બિહાર છે. પશ્ચિમ બંગાળ નજીક આવેલું હોવાથી મમતાનું સંપૂર્ણ ફોકસ અહીં હશે. પ્રશાંત કિશોર બિહારમાં અગાઉથી જ છે,જે જાણીતુ નામ છે. પાર્ટીનો દાવો છે કે બે મહિનામાં બિહારના અનેક નેતાઓ પાર્ટીમાં જોડાઈ શકે છે.