તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mamata Banerjee Will Not Attend PM Modi's Meeting, Koro Issue To Be Discussed With CMs Of States At 6.30 Pm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં પણ મોદી vs મમતા:PM મોદીની બેઠકમાં સામેલ નહીં થાય મમતા બેનર્જી, સાંજે 6.30 વાગે રાજ્યોના CM સાથે કોરોના મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હી7 દિવસ પહેલા
ફોટો 23 જાન્યુઆરીનો છે, જ્યારે મોદી નેતાજી સુભાષ ચન્દ્ર બોઝની 125મી જયંતિ પર બંગાળ પહોંચ્યા હતા. મંચ પર મોદી અને મમતા સાથે હતા, પણ જય શ્રી રામના નારા લગાવતા મમતા નારાજ થયા હતા. ત્યારથી જ તેઓ મોદીના સરકારી કાર્યક્રમોથી કિનારો કરી રહ્યા છે.
  • મમતા બેનર્જી ફરી એકવાર નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ભાગ લેશે નહીં

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી સાથેની બેઠકથી કિનારો કરી લીધો છે. કોરોના મહામારી અંગે આજે સાંજે 6.30 વાગ્યે યોજાનારી આ સભામાં બંગાળથી રાજ્યના મુખ્ય સચિવ ભાગ લેશે. આ પહેલાં 17 માર્ચે મળેલી બેઠકમાં મમતા બેનર્જીએ પોતાને અલગ કરી દીધાં હતાં. પશ્ચિમ બંગાળના ચૂંટણીપ્રચારને કારણે બંને નેતાઓ વચ્ચે હરીફાઈ વધી રહી છે, જેની અસર હવે સરકારી કાર્યક્રમોમાં પણ જોવા મળી રહી છે.

વેક્સિનેશન પર પણ ચર્ચાની શક્યતા
બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ કોરોનાની સ્થિતિ પર રિવ્યૂ બેઠક કરી હતી. ત્યાર બાદ અધિકારીઓને કોરોનાવાયરસનું સંક્રમણ રોકવા માટે કડક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા. આશા રાખવામાં આવી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં વડાપ્રધાન મોદી વેક્સિનેશન પર પણ ચર્ચા કરશે.

વેક્સિન બાબતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ
મહારાષ્ટ્રમાં વેક્સિનની કમીની ફરિયાદ છે. આ સાથે જ એની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષ વર્ધને મહારાષ્ટ્ર માટે કહ્યું હતું કે ત્યાંની સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે અમારા પર આરોપ લગાવી રહ્યા છે. ત્યાંની સરકારની ભૂલોને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ કથળી છે અને સરકાર ભૂલોનું પુનરાવર્તન કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારને પત્ર લખીને વેક્સિનેશન વધારવા માટે જણાવાયું છે.

મહારાષ્ટ્રના CM મોદીની બેઠકમાં રજૂ કરશે આ 4 માગ

1. દરરોજ 6 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવે.

2. રેમડેસિવિરના ભાવ પર નિયંત્રણ લગાવવામાં આવે.

3. ઓક્સિજનનો પુરવઠો પડોશી રાજ્યોમાંથી વધારવામાં આવે.

4. ખામીયુક્ત વેન્ટિલેટર માટે તકનિકી સહાય પ્રદાન કરવામાં આવે.

દેશમાં 24 કલાકમાં રેકોર્ડ કેસ સામે આવ્યા
દેશમાં બુધવારે રેકોર્ડ 1 લાખ 26 હજાર 265 લોકો પોઝિટિવ મળ્યા હતા. કોરોના સંક્રમિતોનો આંકડો હવે 1.29 કરોડથી વધી ગયો છે. સૌથી વધુ કોરોનાના કેસમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને એમપીમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કેન્દ્રએ પોતાની 30 સ્પેશિયલ ટીમ મોકલી છે. આ તરફ મધ્યપ્રદેશમાં દરેક જિલ્લામાં સન્ડે લોકડાઉનની જાહેરાત કરી છે. અહીં બુધવારે ઑક્સિજનની કમીથી 5 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો