• Gujarati News
  • National
  • Mamata Banerjee Will Meet The PM During Her Visit To Delhi Next Week, Modi Gave Time To Meet; Bengal Will Face Each Other For The First Time After The Elections

દીદીને મળશે મોદી:મમતા બેનર્જી આગામી સપ્તાહે દિલ્હી મુલાકાત દરમિયાન PM સાથે મુલાકાત કરશે, મોદીએ મળવાનો સમય આપ્યો; બંગાલ ચૂંટણી પછી પહેલી વખત આમને-સામને હશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો 23 જાન્યુઆરીનો છે. તે દિવસે કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મજયંતિના દિવસે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત થઈ હતી, પરંતુ બંને વચ્ચે વાત થઈ ન હતી. - Divya Bhaskar
ફોટો 23 જાન્યુઆરીનો છે. તે દિવસે કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મજયંતિના દિવસે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત થઈ હતી, પરંતુ બંને વચ્ચે વાત થઈ ન હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 25 જુલાઈએ દિલ્હીની યાત્રા પર છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ કરશે. મમતાએ ગુરૂવારે પોતે જ આ જાણકારી આપી. તેઓએ કહ્યું કે વડાપ્રધાનને મળવા માટેનો સમય મળી ગયો છે. મમતાએ કહ્યું, 'હું 2-3 દિવસ માટે દિલ્હી જઈ રહી છું. જો રાષ્ટ્રપતિને મળવાનો સમય મળ્યો તો તેમની સાથે પણ મુલાકાત કરીશ. વડાપ્રધાનનો સમય મળી ગયો છે.'

અહીં જાણ કરવાની કે મેમાં થયેલી બંગાળ ચૂંટણી પછી મમતા અને મોદી પહેલી વખત આમને-સામને હશે. એક ખાસ વાત એ પણ છે કે મમતાની મોદી સાથે મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે મમતા પેગાસસ જાસૂસી વિવાદ અને મીડિયા હાઉસિસ પર દરોડા જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે.

મમતાની દિલ્હી મુલાકાત રાષ્ટ્રીય રાજકારણમાં તેમનું કદ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. સાથે જ માનવામાં આવે છે કે મમતા છુટાછવાયા વિપક્ષને ભાજપ વિરૂદ્ધ એકજૂથ કરવા માગે છે. હાલમાં જ થયેલી બંગાળ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ તૃણુમૂલની જીતને જોતા પણ મમતાની દિલ્હી મુલાકાતને લઈને ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

મમતાએ કહ્યું હતું- દેશમાંથી ભાજપને સાફ કરવાનો ખેલ ખેલાશે

મમતા બેનર્જીેએ બુધવારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મેગા વર્ચ્યુઅલ રેલી કરી હતી. આ રેલીથી મમતાએ પુરવાર કરી દીધું કે બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તેની નજર હવે દિલ્હી પર છે. મમતાએ કહ્યું કે જ્યાં સુધી ભાજપ આખા દેશમાંથી સાફ નહીં થઈ જાય ત્યાં સુધી તમામ રાજ્યોમાં ખેલા થશે. તેઓએ કહ્યું કે અમે 16 ઓગસ્ટથી ખેલા દિવસની શરૂઆત કરીશું અને ગરીબ બાળકોને ફુટબોલ આપીશું.

અન્ય સમાચારો પણ છે...