તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Governor Could Not Read The Speech Due To Commotion Of MLAs, Action Had To Be Completed Within 5 Minutes

બંગાળ વિધાનસભામાં બબાલ:ધારાસભ્યોના હંગામાના પગલે અભિભાષણ ન વાંચી શક્યા રાજ્યપાલ, 5 મિનિટમાં જ ખતમ કરવી પડી કાર્યવાહી

કોલકાતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ ધનખડની વચ્ચે સતત તણાવ જોવા મળી રહ્યો છે. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ ધનખડની વચ્ચે સતત તણાવ જોવા મળી રહ્યો છે. (ફાઈલ ફોટો)
  • બંગાળમાં 10મેના રોજ મુખ્યમંત્રી મમતા બેનર્જીના 43 મંત્રીઓએ શપથ લીધા હતા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી શરૂ થયેલી બબાલ વિધાનસભાની અંદર સુધી પહોંચી ગઈ છે. રાજ્યની વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ધારાસભ્યોએ બબાલ કરી છે. સ્થિતિ એટલી બગડી કે રાજ્યપાલ જગદીપ ધનખડ તેમનુ ભાષણ વાંચ્યા વગર જ પરત ચાલ્યા ગયા. બબાલ એટલી વધી કે 5 મિનિટમાં જ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.

કોઈ પણ વિધાનસભામાં બજેટ સત્ર રાજ્યપાલના અભિભાષણથી જ શરૂ થાય છે. તેમાં સરકારના કામકાજની માહિતી હોય છે. સાથે જ સરકારની મહત્ત્વની માહિતી પણ આપવામાં આવે છે. કારણ કે રાજ્યની સરકાર રાજ્યપાલના નામથી ચાલે છે, આ કારણે સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા અભિભાષણને રાજ્યપાલ સદનને વાંચીને સંભળાવે છે.

10 મેઃ શપથ દરમિયાન હિંસા પર નારાજ થયા રાજ્યપાલ
બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના 43 મંત્રીઓએ 10 મેના રોજ શપથ લઈ લીધા હતા. આ દરમિયાન પણ ધનખડેએ બંગાળ હિંસાને લઈને નારાજગી જાહેર કરી હતી. તેમણે કહ્યું કે હિંસા ખતમ કરવાને લઈને રાજ્ય સરકારમાં કોઈ જવાબદારી દેખાઈ નથી. આ સ્થિતિ એ બાબતનો ચિતાર આપે છે કે સરકાર પણ આ જ ઈચ્છતી હતી. રાજ્યપાલે કહ્યું કે બંગાળમાં બંધારણ ખત્મ થઈ ગયુ છે. રાતે હિંસાના સમાચાર મળે છે અને સવારે બંધુ યોગ્ય હોવાનું કહેવામાં આવે છે.

મમતના શપથ ગ્રહણ દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે મને આશા છે કે મુખ્યમંત્રી કાયદો વ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલા ઉઠાવશે.
મમતના શપથ ગ્રહણ દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે મને આશા છે કે મુખ્યમંત્રી કાયદો વ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલા ઉઠાવશે.

રાજ્યપાલ ધનખડે આ પહેલા 5મેના રોજ મમતાના શપથ ગ્રહણ દરમિયાન બંગાળની હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ CMએ અપીલ કરી હતી કે સ્થિતિ સુધારવા માટે ઝડપથી પગલા ભરો. મમતાએ કહ્યું હતું કે નવી વ્યવસ્થા લાગુ થશે. 5 દિવસ પછી મંત્રીઓના શપથ ગ્રહણમાં રાજ્યપાલે એક વખત ફરી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો, જોકે આ વખતે પહેલા કરતા વધુ કડક રીતે ઉઠાવ્યો હતો.

13 મેઃ ધનખડ હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા
ધનખડ કૂચબિહારના પ્રવાસે તેઓ ચૂંટણી પછી થઈ રહેલી હિંસામાં પ્રભાવિત લોકોને મળવા ગયા હતા. સીતલકુચી વિસ્તારમાં તેમના કાફલાને ભીડે કાળા ઝંડા દેખાડ્યા હતા. આ સિવાય દિવસ પુરો થયો પરત જાવના નારા પણ લગાવ્યા. સીતલકુચીમાં ચૂંટણી દરમિયાન કેન્દ્રીય સુરક્ષાદળોની ફાયરિંગમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે પછી રાજ્યપાલે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢતા રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિત પર સવાલ ઉઠાવ્યા હતા.

રાજ્યપાલ ધનખડ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા, તેમણે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલ ધનખડ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા, તેમણે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી.

રાજ્યપાલની પીડિત લોકોની મુલાકાત કરવાની જાહેરાત પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાધો વ્યક્ત કર્યો છે. રાજ્યપાલના લખેલા પત્રમાં CMએ કહ્યું કે ગવર્નર સુચિત જિલ્લાઓની મુલાકાત રાજ્ય સરકારના આદેશ પછી જ નિશ્ચિત કરે છે. રાજ્યપાલની મુલાકાત જિલ્લા અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની ચર્ચા પછી જ નક્કી કરવામાં આવે છે. ગવર્નર પ્રોટોકોલની વિરુદ્ધ જઈ રહ્યાં છે.

28 જૂનઃ મમતાએ રાજ્યપાલને ભષ્ટ્ર કહ્યાં, ધનખડનો ઈન્કાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 28 જૂને રાજ્યના ગવર્નર જગદીપ ધનખડ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાજ્યપાલ જગદીશ ધનખડ એક ભષ્ટ્ર વ્યક્તિ છે. તેમનુ નામ 1996ના હવાલા જૈન મામલાની ચાર્જશીટમાં હતું. મેં તેમને હટાવવા માટે ત્રણ લખત પત્ર પણ લખ્યા.

મમતાના આરોપ પર થોડા દિવસ પછી રાજ્યપાલ ધનખડે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં સાર્વજનિક રીતે કેટલાક ગંભીર આરોપ લગાવ્યા. તે ખૂબ જ અયોગ્ય છે. મને આશા ન હતી કે તે ખોટી માહિતી આપશે. કોઈ ચાર્જશીટમાં મારુ નામ નથી. એવા કોઈ દસ્તાવેજ નથી. આ ખોટી માહિતી છે. મેં ચાર્જશીટમાં કોઈ કોર્ટ પાસેથી સ્ટે લીધો નથી, કારણ કે આવી કોઈ ચાર્જશીટ જ નથી.

અન્ય સમાચારો પણ છે...