તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Didi's Size Increased In The Country, Hindu Nationalism Did Not Last And Bangla Pride Did Wonders

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં એક વખત જે આવી ગયું, સમજો છવાઈ ગયુ:દેશમાં દીદીનું કદ વધ્યું, હિન્દુ રાષ્ટ્રવાદ ન ચાલ્યો અને બાંગલા ગૌરવે કર્યો કમાલ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • બંગાળે 1950થી સતત 17 વર્ષ સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી

બંગાળના રસગુલ્લાની ચાસણી એક વખત કપડા પર પડે તો ખૂબ જ મુશ્કેલીએ નીકળે છે. બંગાળી માનસે એક વખત ફરી આ વાતને સાબિત કરી છે. રુઝાનો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મમતા બેનર્જીની તૃણમૂલે કોંગ્રેસે બંગાળમાં ખેલ કરી દીધો છે. જોકે નંદીગ્રામમાં શરૂઆતના તબક્કે મમતાનું પાછળ પડી જવું તે ખીરમાં મીઠું પડવા જેવું છે.

બંગાળે 1950થી સતત 17 વર્ષ સુધી કોંગ્રેસને સત્તા સોંપી, જોકે જ્યારે રાજ્યએ રાજકીય ઉથલપાથલનો સામનો કરવાનો વારો આવ્યો છે તો 1977માં તેણે ડાબેરીઓને પસંદ કર્યા. તે પછી બંગાળે લેફ્ટને એક કે બે નહિ પરંતુ સાત જેટલી વિધાનસભા ચૂંટણી જીતાડી. લેફ્ટે CPMની આગેવાનીમાં ભારી બહુમતીની સાથે 34 વર્ષ રાજ કર્યું.

લેફ્ટનો સમય પુરો થયો તો મમતાની તૃણમૂલને સત્તા મળી અને છેલ્લા દસ વર્ષથી તે બહુમતી સાથે બંગાળ પર રાજ કરી રહી છે. આ વખતે તે આમછતાં બહુમતી સાથે પરત ફરી રહી છે.

ચાલો જાણીએ બંગાળમાં મમતાની જીતના કારણો...

1. પોતાને બંગાળી પ્રાઈડ સાથે જોડવામાં સફળ રહી દીદી
મમતાએ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બંગાળી ગૌરવ અને સંસ્કૃતિની વાત વારંવાર કરી હતી. તેમની રાજકીય રણનીતી એ હતી કે તે બંગાળના લોકોને સમજાવી રહી હતી કે જો તે ચૂંટણી હારી તો, બંગાળની બહારના લોકો રાજ્ય ચલાવશે. હિન્દી ભાષીનો મુદ્દો કદાચ ઉતર બંગાળમાં ઓછો ચાલ્યો છે પરંતુ તે દક્ષિણ બંગાળ અને ગ્રામીણ વિસ્તોરમાં ખૂબ ચાલ્યો અને તેના જ સહારે મમતાએ સત્તા મેળવી છે.

2. મમતા હવે મોદી વિરોધી વિપક્ષનું રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરી શકે છે
મોદી-શાહની જોડીનો મમતા શરૂઆતથી જ વિરોધ કરતી આવી છે અને વિપક્ષને તેમણે ઘણી વખત એક મંચ પર લાવવાની કોશિશ પણ કરી છે. જોકે આ તેમની કોશિશ સફળ રહી ન હતી પરંતુ હવે બંગાળની આ તણાવ ભરેલી ચૂંટણી જીત્યા પછી મમતા એ દાવો કરી શકે છે કે મોદીનો રાષ્ટ્રીય સ્તરે મુકાબલો એ જ કરી શકે છે.

3. ભાજપને સ્થાનિક પાર્ટીઓ જ રોકી શકે છે, કોંગ્રેસની સ્થિતિ હજી નબળી પડશે
બંગાળમાં મમતાની જીત એ વાત દર્શાવે છે કે ભાજપ એ લડાઈ સહેલાઈથી જીતી જાય છે, જ્યાં તેની લડાઈ માત્ર કોંગ્રેસ સાથે હોય છે. જોકે યુપી અપવાદ રહ્યું છે. બંગાળની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી પરંતુ મમતા પોતાનો કિલ્લો બચાવવામાં સફળ રહી. હવે પછી એવી પણ માંગ જોર પકડી શકે છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપના વિરોધનું નેતૃત્વ કરવા માટે સમગ્ર વિપક્ષે એક થવું પડશે પરંતુ તેની લીડરશીપ સ્થાનિક સ્તરે હોવી જોઈએ. તેનો અર્થ એ થશે કે કોંગ્રેસ બીજા રાજ્યોમાં સેકન્ડ પાર્ટનર બની જશે.

4. મમતા હવે બંગાળમાં જ્યોતિ બસુ જેવો કલ્ટ ફેસ બની ગઈ છે
બંગાળ ચૂંટણીમાં એક તરફ ભાજપ પાસે વિશાળ સાધન-સંપન્ન ચૂંટણી મશીનરી હતી. બીજી તરફ મમતા જેની પાસ સ્ટ્રીટ ફાઈટર વાળી છબી હતી. ભાજપની પાસે સમગ્ર દેશના નેતાઓનો જમાવડો હતો. જોકે તૃણમૂલ માત્ર મમતાની લોકપ્રિયતાના સહારે જ હતી.

મમતાની જીત એ પણ ઈશારો કરે છે કે બંગાળમાં તેમના સ્તરની લોકપ્રિયતા બીજા કોઈની પાસે નથી અને બંગાળના ભદ્ર લોકોમાં મમતાની છબી એવી જ થઈ ચૂકી છે, જેવી એક જમાનામાં જ્યોતિ બસુની હતી.

મોદી બંગાળના લોકોમાં લોકપ્રિય છે પરંતુ આ લોકપ્રિયતા લોકસભામાં કામ કરે છે. રાજ્યના રાજકારણની વાત આવવા પર મમતાનો કોઈ મુકાબલો જ નથી.

5. કોરોનાને લઈને મોદી સરકારની ટીકા વધશે
કોરોનાની વચ્ચે ચૂંટણી રેલીઓ અને પછીથી વધેલા કેસોને લઈને ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકાર પર વિપક્ષો બીજી હુમલાઓ કરશે. વેક્સિનેશનને લઈને વિપક્ષ શાસિત રાજ્યો અને કેન્દ્રની વચ્ચે ખેંચતાણ પહેલેથી ચાલી રહી છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ થયા પછી આ ઘર્ષણ વધશે. વેક્સિનનું પ્રોડક્શન ઓછું છે અને લગાવનારાઓની સંખ્યા વધુ છે. એવામાં રાજ્ય તરફથી દરેક અવ્યવસ્થા માટે કેન્દ્રને જવાબદાર ઠેરવાશે અને ભાજપ સરકાર પરનું દબાણ વધશે.

6. ભાજપની 2021ની તૈયારીને ઝટકો લાગશે
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે અત્યારથી જ 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. બંગાળ તેની રણનીતીના કેન્દ્રમાં હતુ, કારણ કે પાર્ટી એવું માનીને ચાલી રહી છે કે યુપી અને બિહારમાં તેણે અગાઉની ચૂંટણીમાં મોટો વિજય પ્રાપ્ત કર્યો હતો. આગામી ચૂંટણીમાં તેણે એન્ટી ઈનકમબન્સીનો સામન કરવો પડશે. એવામાં બંગાળ તેની રણનીતીના કેન્દ્રમાં હતું, ત્યાં વિધાનસભા ચૂંટણી જીતીને તે આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 42માંથી વધુને વધુ સીટ જીતવાની કોશિશ કરત પરંતુ બંગાળની હાર પછી આ વાત મુશ્કેલ થઈ જશે, કારણ કે ટીએમસી આ જીત પછી બંગાળમાં વધુ આક્રમક રીતે પોતાનો આધાર વધારશે.

7. કૃષિ કાયદાઓને લઈને ભાજપ પર દબાણ વધશે
બંગાળની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂત આંદોલન સાથે જોડાયેલા રાકેશ ટિકેૈત જેવા નેતા બંગાળમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. ભાજપ પીએમ કિસાન નિધીને લઈને મમતા સરકાર પર આરોપ લગાવી રહી હતી કે તેણે કેન્દ્રના પૈસા ખેડૂતોને ન આપ્યા. જોકે આ વાતને કારણે બંગાળની ચૂટણીમાં અસર થઈ હોય તેવું દેખાતુ નથી. એવામાં હવે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા નેતાઓ આંદોલનને વધારી શકે છે, જેના કારણે ભાજપની મુશ્કેલી વધશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો