તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mamata Banerjee MK Stalin Oath Taking Ceremony Update; Bengal CM Will Meet Governor Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ સપ્તાહે 5 રાજ્યમાં સરકાર ઘડાશે:બંગાળમાં દીદી 5 મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેશે, તમિલનાડુમાં સ્ટાલિને ધારાસભ્યોની બેઠક બોલાવી

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અસમમાં સોનોવાલને ફરીથી તક અપાશે કે બિસ્વાને સત્તા અપાશે એ અંગે સસ્પેન્સ યથાવત

5 રાજ્યમાં (પ.બંગાળ, તમિલનાડુ, કેરળ, અસન અને પુડુચેરી)માં આયોજન પામેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. હવે નવી સરકારની રચના કરવી સરળ થઈ જશે. જેની તૈયારીઓ દરેક રાજ્યમાં આરંભી પણ દેવામાં આવી છે. રવિવારે આવેલા પરિણામના આધારે પ.બંગાળમાં TMC, અસમમાં ભાજપ, તમિલનાડુમાં DMK, કેરળમાં કોમ્યુનિસ્ટ અને પુડુચેરીમાં NDAની સરકાર રચાશે. તમને જણાવી દઈએ કે કયા રાજ્યમાં ક્યારે અને કેવી રીતે સરકાર બનશે.....

પશ્ચિમ બંગાળઃ મમતાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી
વિધાનસભા ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ વિજય પ્રાપ્ત કરીને મમતા બેનર્જી 5મી મેના રોજ ત્રીજીવાર મુખ્યમંત્રીની શપથ લેશે, આ વાતની જાણ સોમવારે TMCના નેતા પાર્થ ચેટર્જીએ આપી હતી. TMCને 214 બેઠકો પ્રાપ્ત થઈ હતી, જોકે મમતા બેનર્જી નંદીગ્રામમાં હારી ગયા હતા. બહુમતના પરિણામે TMC સરકાર રચશે. આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે સાંજે મમતા બેનર્જીએ રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી હતી.

જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીએ ફરી કોઈ બીજી બેઠક પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ 20 મે 2011એ પ્રથમવાર અને 27 મે 2016માં બીજીવાર મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી.

તમિલનાડુઃ 7 મેના રોજ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન શપથ લેશે
અહીંયા વિધાનસભાની ચૂંટણીમાં એમકે સ્ટાલિનની DMKએ 234 બેઠકોમાંથી 130 બેઠક પર જીત પ્રાપ્ત કરી હતી. પાર્ટીના ગઠબંધને અત્યારે સુધી 156 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કર્યા પછી ચેન્નઈમાં આવેલા મુખ્યાલય અન્ના અરિવાલયમમાં સાંજે 6 વાગે DMKના વિધાયકોની બેઠક રાખવામાં આવી છે. જ્યાં એમકે સ્ટાલિનને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે. ત્યારપછી વિધાયકોના સમર્થનના પત્રને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને આપવામાં આવશે. એમકે સ્ટાલિન 7 મેના રોજ શપથ ગ્રહણ કરશે.

અસમઃ મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ; સોનોવાલને ફરીથી તક અપાશે કે બિસ્વાને સત્તા અપાશે
અહીંયા ભાજપે સતત બીજીવાર પોતાની સત્તા પ્રાપ્ત કરી છે. જેમાં મુખ્યમંત્રી સોનોવાલે પણ ઘણી મહેનત કરી હતી, પરંતુ અત્યારે પાર્ટીમાં વધુ એક દિગ્ગજ નેતા પણ સામેલ છે. હેમંત બિસ્વા કોંગ્રેસમાં રહીને મુખ્યમંત્રી નહોતા બની શક્યા એટલે એમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો હાથ પકડ્યો હતો. પાર્ટી આ બંનેમાંથી કોઈક એકને CM બનાવી શકે છે.

126 વિધાનસભાની બેઠકમાંથી આ વખતે અસમમાં ભાજપ ગઠબંધનને 75 બેઠકો મળી હતી. 2016થી ભાજપને 1 વધુ બેઠક પ્રાપ્ત થઈ હતી, જ્યાં કોંગ્રેસને 50 બેઠક મળી હતી. ભાજપે અહીંયા AGP અને UPPL સાથે મળીને ચૂંટણીમાં લડત આપી હતી. બીજી બાજુ કોંગ્રેસે AIUDFM, BPF, CPI(M), AGM અને RJD સાથે મળીને પોતાના કેન્ડિડેટ્સ મેદાનમાં ઉતાર્યા હતા.

કેરળઃ વિજયન રાજ્યપાલને મળ્યા, વિધાયકો સાથે બેઠક
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેરળમાં ભવ્ય જીત પ્રાપ્ત કરીને સોમવારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સરકાર ઘડવા અંગે નિર્ણય લેવાશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહામારીને ધ્યાનમાં રાખીને આ સપ્તાહમાં જ સરકારને ઘટવામાં આવશે.

લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)એ સમગ્ર ચૂંટણીમાં પિનરાઈ વિજયનના નેતૃત્વ હેઠળ લડત આપી હતી. LDFમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) સાથે અન્ય 12 દળ પણ સામેલ છે. LDFને અહીંયા બહુમતથી પણ વધારે 92 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે. ત્યાંજ કોંગ્રેસ ગઠબંધનને 39 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે.

પુડુચેરીઃ રંગાસ્વામી બીજીવાર મુખ્યમંત્રી બનશે, આજે બેઠક
એક નાના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા પુડુચેરીમાં પ્રથમવાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. અહીંયા ઓલ ઈન્ડિયા NR કોંગ્રેસ એટલે AINRCની આગેવાનીમાં BJP અને AIDMKએ 16 બેઠકો પર જીત પ્રાપ્ત કરીન પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યું હતું. આ મુખ્યમંત્રીનું પદ AINRCના અધ્યક્ષ એન રંગાસ્વામી સંભાળશે. રંગાસ્વામી બીજીવાર મુખ્યમંત્રીની શપથ ગ્રહણ કરશે. આજ સાંજની બેઠકમાં શપથ ગ્રહણ સમારંભ અને એની રૂપરેખાનું આયોજન થશે, એની સાથે રંગાસ્વામીના નામને CM તરીકે ઘોષિત કરવામાં આવશે.

અહીંયા AINRCને 10, ભાજપને પ્રથમવાર 6 બેઠક પર જીત પ્રાપ્ત થઈ છે. વળીં કોંગ્રેસને 2 અને DMKને 6 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. અપક્ષોએ 6 બેઠકો પર જીત મેળવી હતી. અહીંયા આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસની સરકાર ઓછા મત હોવાથી પડી ગઈ હતી. ત્યારથી અહિંયા રાષ્ટ્રપતિ શાસન લાગેલુ છે. 2016માં અહિં બહુમત પ્રાપ્ત કરીને સરકારની રચના કરનાર કોંગ્રેસ આ વખતે ઘણી પાછળ છે. ગત ટર્મમાં કોંગ્રેસને 15 બેઠક મળી હતી, જે આ સમયે માત્ર 2 પર આવી પહોંચી છે. જોકે વિપક્ષમાં કોંગ્રેસ-DMK ગઠબંધન જ રહેશે. બંનેની 8 બેઠકો છે, જ્યારે નિર્દલીય 6માં જીત પ્રાપ્ત કરીને આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો