તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata Banerjee Letter Update; West Bengal CM Writes To Sonia Gandhi Tejashwi Yadav Uddhav Thackeray Arvind Kejriwal

બંગાળમાં મતદાન પહેલાં દીદીનો નવો દાવ:મમતા બેનરજીએ વિપક્ષને ચિઠ્ઠી લખી કહ્યું- લોકતંત્ર બચાવવા માટે મળીને લડવાનો સમય આવી ગયો છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળના મુખ્યંમત્રી મમતા બેનરજીએ રાજ્યના બીજા તબક્કાના મતદાન પહેલાં મોટો દાવ રમ્યો છે. તેમણે દરેક BJP વિરોધી પક્ષોને ચિઠ્ઠી લખીને એક જૂથ થવાની અપીલ કરી છે. ચિઠ્ઠીમાં મમતાએ લખ્યું છે કે, મને હવે લાગે છે કે તે સમય આવી ગયો છે, જ્યારે આપણે લોકતંત્રને બચાવવા માટે BJP વિરુદ્ધ એકજૂથ થવું જોઈએ.

જે વિપક્ષોને મમતાએ ચિઠ્ઠી લખી છે તેમાં કોંગ્રેસ (સોનિયા ગાંધી), NCP (શરદ પવાર). DMK (એમ કેસ્ટાલિન), RJD (તેજસ્વી યાદવ), શિવસેના (ઉદ્ધવ ઠાકરે), આમ આદમી પાર્ટી (અરવિંદ કેજરીવાલ), BJD (નવીન પટનાયક) અને YSR કોંગ્રેસ (જગન રેડ્ડી) સામેલ છે.

મમતાએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, હું આ ચિઠ્ઠી તે દરેક પાર્ટીને લખી રહી છું જે બીજેપી વિરોધી છે. હું એ વાતને લઈને ચિંતિત છું કે, બીજેપીની કેન્દ્ર સરકાર લોકતંત્ર ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ દિલ્હી સરકાર વિરુદ્ધ પસાર કરવામાં આવેલું NCT બિલ છે. જે બંને ગૃહોમાં પસાર કરી લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે એક પસંદ કરવામાં આવેલી સરકારની તાકાત છીનવીને ઉપરાજ્યપાલને આપી દીધી છે. મમતાએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે બે વાર દિલ્હી વિધાનસભા જીતીને ભાજપને હરાવી છે. જ્યારે ભાજપ લોકતાંત્રિક રીતે નથી જીતી શકતી ત્યારે ઉપરાજ્યપાલ દ્વારા શાસન કરવાનો રસ્તો શોધી લે છે.

મમતાની ચિઠ્ઠીના મુખ્ય મુદ્દા
જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં રાજ્યપાલ બીજેપીના કાર્યકર્તાઓની જેમ કામ કરે છે.
તે રાજ્યોમાં નેતાઓ સામે ED, CBI અને અન્ય તપાસ એજન્સીઓને કામે લગાવવામાં આવે છે.
બીન ભાજપ શાસિત રાજ્યને કેન્દ્ર સરકાર પૈસા આપવામાં આનાકાની કરે છે.
મોદી સરકાર દરેક સરકારી સંપત્તિઓ વેચવા માંગે છે, તે લોકો સાથે દગો કરાય છે.

હાવડાંમાં મમતાની રેલી, ભીડની વચ્ચે ફેંક્યો ફૂટબોલ

ચૂંટણી પહેલાં મમતાએ રમ્યુ હતું ગોત્ર કાર્ડ
આ પહેલાં મંગળવારે મમતાએ ગોત્ર કાર્ડ રમ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં તેઓ એક મંદિરે ગયા હતા. ત્યાં પુજારીએ તેમને ગોત્ર પૂછ્યું હતું. તેમણે કહ્યું કે, મારુ ગોત્ર મા, માટી અને માનુષ છે. આ ઘટના પછી તેમણે ત્રિપુરાના ત્રિપુરેશ્વરી મંદિરની ઘટના યાદ કરી હતી. ત્યાં પણ પુજારીએ તેમને ગોત્ર પુછ્યું હતું અને તેમણે આ જ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મારુ રિયલ ગોત્ર શાંડિલ્ય છે.
બીજી બાજુ મમતાના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ગોત્ર લખુ છું. મારે ક્યારેય જણાવવાની જરૂર નથી પડતી. મમતા બેનરજી ચૂંટણી હારવાના ડરથી ગોત્ર જણાવતા રહે છે. તેમણે મમતાને સવાલ કર્યો હતો કે, તમે મને જણાવો કે, રોહિંગ્યા અને ઘૂસણખોરોના ગોત્ર પણ શાંડિલ્ય તો નથી ને.

નંદીગ્રામમાં રાષ્ટ્રગીત માટે ઉભા થયા મમતા
નંદીગ્રામમાં પ્રચારના છેલ્લા દિવસે મમતા બેનરજી પ્લાસ્ટર બાંધેલા પગ સાથે 20 દિવસ પછી વ્હીલચેરથી ઉભા થયા હતા. અહીં તેંગુઆમાં એક રેલી દરમિયાન રાષ્ટ્રગીતની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન તેમના સહયોગીએ તેમને ઉભા થવાનું સૂચન કર્યું હતું. પહેલાં તો મમતાએ ઉભા થવામાં અસમર્થતા દર્શાવી પરંતુ પછી અમુક લોકોના સપોર્ટથી તેઓ ઉભા થયા અને રાષ્ટ્રગીત ગાયું.

10 માર્ચે ઉમેદવારી દાખલ કર્યા પછી તેમના પગમાં ઈજા થઈ હતી. મમતાએ ભાજપના લોકો પર તેનો આરોપ લગાવ્યો છે. 3 દિવસ સારવાર પછી હોસ્પિટલથી નીકળીને વ્હીલચેર પર જ પ્રચાર માટે નીકળી પડ્યા છે.