તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata Banerjee In Discussion: Mamata Part time Writer And Painter, Wrote 102 Books, Sold Paintings For Millions

પીપલ ભાસ્કર:ચર્ચામાં મમતા બેનરજીઃ મમતા પાર્ટટાઇમ રાઇટર અને પેઇન્ટર, 102 પુસ્તક લખ્યાં, પેઇન્ટિંગ કરોડોમાં વેચ્યાં

કોલકાતા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોતાની ઓફિસમાં ‘બાંગ્લાર મા’નું પેઇન્ટિંગ બનાવતા મમતા. તેમના પેઇન્ટિંગ્સનું પહેલું પ્રદર્શન 2005માં યોજાયું હતું. ત્યારે તેમનાં 300 પેઇન્ટિંગ 9 કરોડ રૂ.માં વેચાયાં હતાં. એક પેઇન્ટિંગ 1.8 કરોડ રૂ.માં વેચાયું હતું. આક્ષેપ હતો કે સારદા ચિટફંડ કૌભાંડના મુખ્ય આરોપી સુદીપ્તા સેને આ પેઇન્ટિંગ ખરીદયું હતું અને તે કમાણી મુખ્યમંત્રી આપદા નિધિ તથા પક્ષના કામકાજમાં ખર્ચ કરાઇ. એમએસએમઇ બિશ્વ બાંગ્લાનો લોગો પણ મમતાએ ડિઝાઇન કર્યો છે. - Divya Bhaskar
પોતાની ઓફિસમાં ‘બાંગ્લાર મા’નું પેઇન્ટિંગ બનાવતા મમતા. તેમના પેઇન્ટિંગ્સનું પહેલું પ્રદર્શન 2005માં યોજાયું હતું. ત્યારે તેમનાં 300 પેઇન્ટિંગ 9 કરોડ રૂ.માં વેચાયાં હતાં. એક પેઇન્ટિંગ 1.8 કરોડ રૂ.માં વેચાયું હતું. આક્ષેપ હતો કે સારદા ચિટફંડ કૌભાંડના મુખ્ય આરોપી સુદીપ્તા સેને આ પેઇન્ટિંગ ખરીદયું હતું અને તે કમાણી મુખ્યમંત્રી આપદા નિધિ તથા પક્ષના કામકાજમાં ખર્ચ કરાઇ. એમએસએમઇ બિશ્વ બાંગ્લાનો લોગો પણ મમતાએ ડિઝાઇન કર્યો છે.

જન્મ- 5 જાન્યુઆરી, 1955 (કોલકાતા)
શિક્ષણ- ઇતિહાસમાં સ્નાતક, ઇસ્લામિક ઇતિહાસનો અભ્યાસ, વકીલાત અને બી.એડ્.
સંપત્તિ- 16.72 લાખ રૂપિયા
(બંગાળની ચૂંટણીમાં કરેલા સોગંદનામા મુજબ)

બંગાળની ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસનાં સંસ્થાપક નેતા 66 વર્ષનાં મમતા બેનરજી સતત ચર્ચામાં છે. આ વખતે કારણ હતું તેમના માટે ચૂંટણીપ્રચાર પર લાગેલો 24 કલાકનો બૅન. કોંગ્રેસ સાથે રાજકીય જીવન શરૂ કરનારાં મમતા બેનરજી ઉર્ફે દીદીનો શરૂઆતથી જ એકમાત્ર ઉદ્દેશ બંગાળમાં ડાબેરીઓને સત્તા પરથી હટાવવાનો હતો. મમતા 2011થી પ.બંગાળનાં મુખ્યમંત્રી છે. કોંગ્રેસથી અસંતોષ અને સીપીએમ સામે હથિયાર હેઠાં મૂકવાના આક્ષેપ કરતાં તેમણે 1998માં તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી. તે પછી એનડીએ સાથે હાથ મિલાવી રેલવેમંત્રી બન્યાં.

તેઓ દેશનાં પ્રથમ મહિલા રેલવેમંત્રી હતાં. કેન્દ્રમાં કોલસામંત્રી, માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી, યુવા બાબતો અને ખેલકૂદ તથા મહિલા-બાળ વિકાસ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યાં છે. તેઓ ઘણીવાર જેલમાં પણ જઇ ચૂક્યાં છે. ડિસેમ્બર, 2006માં તાતા નેનો ફેક્ટરી માટે સિંગુરમાં જમીન સંપાદન વિરુદ્ધ મમતા 26 દિવસ ભૂખ હડતાળ પર બેઠાં હતાં. 2002માં ‘ટાઇમ’ મેગેઝિને તેમને વિશ્વના સૌથી વગદાર 100 લોકોની યાદીમાં સ્થાન આપ્યું હતું.

બંગાળી, અંગ્રેજી અને ઉર્દૂમાં લખે છે
કવિતા, વાર્તા, નિબંધ ઉપરાંત મમતા સાંપ્રત વિષયો પર પણ લખે છે. તેમની લેટેસ્ટ બુક ‘નાગરિકતા આતંકો’ નાગરિકત્વ સુધારા કાયદા (સીએએ) પર હતી. મોટે ભાગે બંગાળી અને અંગ્રેજીમાં લખે છે. ઉર્દૂમાં કેટલીક કવિતાઓ પણ લખી છે. કવિતાઓનો અંગ્રેજી તથા સંતાલીમાં અનુવાદ પણ થઇ ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મમતા અત્યાર સુધીમાં 102 બુક લખી ચૂક્યાં છે.
નહીં સાંભળેલા કિસ્સા : જ્યારે પરિવાર માટે બજારમાં દૂધ પણ વેચવું પડ્યું
પિતા માટે ઘરમાં પોસ્ટર બનાવતાં હતાં...
મમતાના પિતા પ્રોમિલેશ્વર સ્વાતંત્ર્યસેનાની હતા. ઘરમાં કોંગ્રેસ પક્ષની બેઠકો થતી, ડાબેરીઓની પણ વાતો થતી. વિરોધ પ્રદર્શન માટે મમતા ઘરે ગ્લૂથી પોસ્ટર તૈયાર કરતાં હતાં.
સ્ટેનોગ્રાફર રહ્યાં, બાળકોને ભણાવ્યાં
1972માં મમતાના પિતાનું સારવારના અભાવે મોત થયું. માતા પણ બીમાર રહેતી હતી. એવામાં બહેનોની જવાબદારી પણ મમતાના માથે આવી ગઇ. આજીવિકા માટે દૂધ વેચ્યું.
ઘરની પાછળ જેલમાંથી અવાજ આવતા હતા..
દ.કોલકાતામાં કાલિઘાટ પર મમતાનું પૈતૃક ઘર છે. તેની પાછળ અલીપોર સેન્ટ્રલ જેલ હતી. કેદીના બળવાના અવાજ સંભળાતા. મમતા જણાવે છે કે તેની તેમના મન પર ઊંડી અસર થઇ.
સ્કૂલમાં શરમાળ અને કોલેજમાં અગ્નિકન્યા
સ્કૂલમાં છેલ્લી બેન્ચે બેસતી મમતાને કોલેજમાં ‘અગ્નિકન્યા’નું બિરુદ મળ્યું. ડાબેરી મોરચાથી અલગ વિદ્યાર્થી પરિષદ બનાવી.1984ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બન્યાં.
જ્યારે એક સોગંદ 18 વર્ષ નિભાવ્યા...
1993માં જ્યોતિ બસુ વિરુદ્ધ દેખાવો બદલ મમતાને જેલમાં ધકેલી દેવાયાં હતાં. તેમણે સોગંદ ખાધા કે એક દિવસ ડાબેરીઓને હરાવી રાઇટર્સ બિલ્ડિંગમાં જશે.

અન્ય સમાચારો પણ છે...