• Gujarati News
  • National
  • Mamata Banerjee Government Passes Resolution Against Centre's Decision, Controversial Remarks By TMC MLA

BSFના અધિકારને વધારવા સામે ઠરાવ:મમતા સરકારે કેન્દ્રના નિર્ણય સામે ઠરાવ પસાર કર્યો, TMC ધારાસભ્યની વિવાદાસ્પદ ટિપ્પણીથી સર્જાયો હોબાળો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • TMCના ગુહાએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં રહેતા બાળકો ક્યારેય દેશભક્ત હોઈ શકે નહીં

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મંગળવારે BSFના અધિકાર ક્ષેત્રના કાર્યક્ષેત્ર વધારવા સામે ઠરાવ પસાર થયો છે. ભાજપના ધારાસભ્યોએ મમતા સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા ઠરાવનો વિરોધ કર્યો. પંજાબ બાદ બંગાળ બીજુ એવું રાજ્ય છે કે જેણે કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ વિધાનસભામાં આ અંગેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ઠરાવને રાજ્યના સંસદીય કાર્ય મંત્રી પાર્થ ચેટર્જીએ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી માગ છે કે આ નિર્ણયને તાત્કાલિક પાછો લેવામાં આવે, કારણ કે BSFના અધિકાર ક્ષેત્રને વધારવું તે દેશના સંઘીય માળખા પર સીધો પ્રહાર છે.

ઉદયન ગુહાની ટિપ્પણીનો વિરોધ
રજૂ કરાયેલા ઠરાવ પર ચર્ચા સમયે TMC ધારાસભ્ય ઉદયન ગુહાની એક ટિપ્પણીથી ભારે ધાંધલ-ધમાલ સર્જાઈ હતી. ગુહાએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં રહેતા બાળકો ક્યારેય દેશભક્ત હોઈ શકે નહીં કારણ કે તેઓ BSFને તપાસની આડમાં તેમની માતાઓને ખોટી રીતે સ્પર્શ કરતા જુએ છે. ભાજપ ધારાસભ્યોએ આ ટિપ્પણીનો વિરોધ કર્યો અને તેને હટાવવાની માગ કરી.

વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું કે BSF અંગે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. જ્યારે કેન્દ્ર સરકાર જંગલમહલથી કેન્દ્રીય દળોને પરત લેવાનો પ્રયત્ન કરે છે તો આ જ રાજ્ય સરકાર તેનો ભારે વિરોધ કરે છે અને હવે આ સરકાર BSFની પ્રવૃત્તિઓનો વિરોધ કરી રહી છે. નવા નિયમોથી રાજ્ય પોલીસ અને BSF વચ્ચે વિવાદનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

ત્રણ રાજ્યમાં BSFના અધિકાર વધ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે BSFના અધિકાર ક્ષેત્રમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર BSF કાયદો 1968ની કલમ 139 (1) હેઠળ જોગવાઈના આધારે કરાયો છે. તેની અસર 12 રાજ્ય ગુજરાત, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય, કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ પર અસર થશે. ​​​​​​​તેમા ફક્ત ત્રણ રાજ્ય આસામ, પશ્ચિમ બંગાળ અને પંજાબ એવા છે કે જ્યાં BSFનો અધિકાર ક્ષેત્ર અગાઉની તુલનામાં ઘણો વધી જશે. આ રાજ્યોમાં અગાઉ BSF સરહદથી 15 કિલોમીટર અંદર સુધી કાર્યાવાહી કરી શકતું હતું. હવે તે 50 કિલોમીટર સુધી કોઈ જ રજિસ્ટ્રેટના આદેશ અથવા વોરંટ વગર કાર્યવાહી કરી શકશે. ​​​​​​​

ગુજરાતમાં BSFની કાર્યવાહીનું કાર્યક્ષેત્ર ઘટ્યું
અન્ય રાજ્યોની તુલનામાં નોર્થ-ઈસ્ટના 5 રાજ્યો મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં BSFને સંપૂર્ણ રાજ્યમાં કાર્યવાહીનો અધિકાર રહેશે. એવી જ રીતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ BSF ગમે ત્યાં ઓપરેશન કરી શકે છે. ગુજરાતમાં BSFની કાર્યવાહીનું કાર્યક્ષેત્ર ઘટી ગયું છે. અગાઉ અહીં બોર્ડરથી 80 કિમી સુધી કાર્યવાહી કરી શકતું હતું, હવે આ વિસ્તાર ઘટીને 50 કિલોમીટર થઈ ગયું છે. જ્યારે રાજસ્થાનમાં આ આદેશને લઈ કોઈ જ અસર થશે નહીં. અહીં અગાઉની માફક કાર્યક્ષેત્ર 50 કિમી સુધી જળવાઈ રહેશે.