તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mamata Banerjee Defeated By 1956 Votes Against Suvendu Adhikari, TMC Demands Recount

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેવટે ચિત્ર સ્પષ્ટ થયુ:સુભેન્દુ અધિકારી સામે મમતા બેનર્જીનો 1956 મતોથી પરાજય, TMCએ ફરી મતગણતરી કરાવવા માંગ કરી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મમતા બેનર્જી ફરી વખત પશ્ચિમ બંગાળના CM બનવા જઈ રહ્યા છે. જોકે આ સાથે સૌની નજર નંદીગ્રામ ચૂંટણી સ્પર્ધાપર હતી, જ્યાં મમતા બેનર્જીનો સુભેન્દુ અધિકારી સામે 1956 મતોથી પરાજય થયો છે. ચૂંટણી પંચે નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર સુભેન્દુ અધિકારીને વિજયી જાહેર કર્યાં છે.

મમતા દિવસ દરમિયાન આ બેઠક પર દિલ ધડક નાટ્યાત્મક ફેરફાર જોવા મળતા હતા. બન્ને ઉમેદવારો વચ્ચે ભારે ટક્કર જોવા મળતી હતી. છેવટે સુભેન્દુ અધિકારીની જીત થઈ છે. તેમને 110764 મત એટલે કે 48.49 ટકા મત મળ્યા છે, જ્યારે મમતા બેનર્જીને 108808 મત એટલે કે 47.64 ટકા મત મળ્યા છે.

સુભેન્દુ​​​​​​​ અધિકારીએ નંદીગ્રામના લોકોનો આભાર વ્યક્ત કર્યો સુભેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર નંદીગ્રામના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. અધિકારીએ લખ્યું પ્યાર, વિશ્વાસ, આર્શીવાદ અને સમર્થન આપવા તથા મને તમારો પ્રતિનિધિ તરીકે ચૂંટવા બદલ નંદીગ્રામની પ્રજાનો હું આભાર વ્યક્ત કરું છે. હું તેમની સેવા કરવા અને તેમના કલ્યાણ માટે કામ કરતા રહેવાનું વચન આપું છું. હું તમારો આભારી છું. TMCએ નંદીગ્રામમાં ફરી મત ગણતરી કરવા માંગ કરી

TMCએ ફરી વખત નંદીગ્રામ મતગણતરી કરવા ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.

TMCનો ગઢ રહ્યો નંદીગ્રામ
બંગાળમાં આજે સવારથી જ સૌની નજર નંદીગ્રામ પર હતી. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં આવતા નંદીગ્રામ વિધાનસભા સીટ પર છેલ્લા એક દાયકાથી વધુ સમયથી TMCનો કબ્જો રહ્યો છે. વર્ષ 2016માં નંદીગ્રામમાં કુલ 87 ટકા મતદાન થયું હતું. TMCના સુભેન્દુ અધિકારીએ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના અબ્દુલ કબીર શેખને 81230 મતથી હાર આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો