તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata Banerjee Bhabanipore | Bhabanipore Bye Elections In West Bengal On 30th September

મમતા બેનર્જીને રાહત:બંગાળનાં CM માટે વિધાનસભા પહોંચવા માટેનો રસ્તો સાફ, 30 સપ્ટેમ્બરે ભવાનીપુર સહિત 3 બેઠકની પેટાચૂંટણી યોજાશે

કોલકાતા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિધાનસભા પહોંચવાનો રસ્તો સાફ થતો નજરે પડી રહ્યો છે. ચૂંટણી આયોગે ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની પરવાનગી આપી દીધી છે. અહીં 30 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે અને 3 ઓક્ટોબરે મતગણતરી થશે. એ સિવાય બંગાળના સમસેરગંજ, જંગીપુર અને ઓડિશાની પીપલી સીટ પર પણ મતદાન થશે.

મમતા બેનર્જીને બંગાળ ચૂંટણીમાં ભાજપના શુભેન્દુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શુભેન્દુએ નંદીગ્રામ સીટ પર જીત હાંસલ કરી હતી. TMCના વિધાયક દળે મમતાને CM તરીકે પસંદ કર્યાં હતાં. તેમની પાસે રાજ્યની કોઈપણ સીટથી ચૂંટણી લડીને વિધાનસભા પહોંચવા માટે 6 મહિનાનો સમય છે. જો આવું ન થાય તો તેમણે CMપદ છોડવું પડશે. તૃણમૂલ નેતા સોવનદેબ ચટોપાધ્યાય ભવાનીપુર સીટથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ બાદમાં તેમણે રાજીનામું આપી દીધું હતું. મમતા બેનર્જીએ આ સીટ પરથી જ ચૂંટણી મેદાનમાં ઊતરવાનો દાવો કર્યો હતો.

મમતાએ પણ ચૂંટણી આયોગ પાસે માગ કરી હતી
બંગાળમાં પેટાચૂંટણી કરાવવાની માગને લઈને મમતા પણ બેવાર ચૂંટણી આયોગના અધિકારીઓ સાથે મુલાકાત કરી ચૂક્યાં છે. TMCના એક પ્રતિનિધિમંડળે પણ ચૂંટણી આયોગ સાથે મુલાકાત કરી હતી. દળમાં સાંસદ સૌગત રાય, મહુઆ મોઈત્રા, જવાહર સરકાર, સુખેન્દુ શેખર રાય અને સજદા અહમદ સામેલ હતાં. આ મીટિંગ બાદ ચૂંટણી આયોગે કહ્યું હતું કે આયોગનું કામ ચૂંટણી કરાવવાનું છે, એને રોકવાનું નથી.

મમતા પેટાચૂંટણીમાં હારી ગયાં તો શું થશે? શું પહેલાં આવું બન્યું છે?
પેટાચૂંટણીમાં હાર્યા પછી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા સિવાય મમતા પાસે બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી. મુખ્યમંત્રી તરીકે નેતા ચૂંટણી નથી હારતા, આવું ના કહી શકીએ. 2009માં ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેન તમાડ સીટથી પેટાચૂંટણી હારી ગયા હતા. ત્યાર બાદ ઝારખંડમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવેલું. CM પેટાચૂંટણી હાર્યા એનો આ બીજો કેસ છે.

આ પહેલાં 1970માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ત્રિભુવન નારાયણ સિંહ ગોરખપુરની મણિરામ સીટથી પેટાચૂંટણી હાર્યા હતાં. ત્યારે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ત્રિભુવન નારાયણ વિરુદ્ધ પ્રચાર કરવા પહોંચ્યાં હતાં. આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ પેટાચૂંટણી દરમિયાન કોઈ પ્રધાનમંત્રીએ રેલીઓ કાઢી હોય. હાર્યા બાદ ત્રિભુવન નારાયણને પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસના કમલાપતિ ત્રિપાઠી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...