• Gujarati News
  • National
  • Mamata Banerjee 9 Cabinet Minister Sworn List Update; Babul Supriyo, Abhishek Banerjee | West Bengal News

14 મહિનામાં મમતા કેબિનેટનું વિસ્તરણ:9 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા, દીદીએ બાબુલ સુપ્રિયોને ભાજપ છોડવાનું ઈનામ આપ્યું; મંત્રી બનાવ્યા

13 દિવસ પહેલા

પશ્ચિમ બંગાળમાં 14 મહિના પછી બુધવારે મમતા બેનરજી કેબિનેટનું બીજી વાર વિસ્તરણ થયું છે. રાજભવનમાં રાજ્યપાલ એલ ગણેશને 9 મંત્રીઓને શપથ અપાવ્યા છે. તેમાંથી 7 કેબિનેટ અને 2 મંત્રી સ્વતંત્ર પ્રભાર છે. મમતાએ વિધાનસભા ચૂંટણી પછી સપ્ટેમ્બર 2021માં ભાજપ છોડી તૃણમૂલમાં આવેલા પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવ્યા છે.

કેબિનેટ મિનિસ્ટર: બાબુલ સુપ્રિયો, સ્નેહાશીષ ચક્રબર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજુમદાર, તજમુલ હુસૈન, સત્યજીત બર્મન.
મંત્રી સ્વતંત્ર પ્રભાર: બીરબાહા હંસદા, બિપ્લવ રોય ચૌધરી.

પાર્થ ચેટરજી મુદ્દે વિવાદ શરૂ થતાં મમતાએ તેમના મંત્રીઓને કહ્યું હતું કે, ખોટા કામ કરવાથી બચવું. હું કોઈ ખોટા માણસને સાથ નહીં આપું.
પાર્થ ચેટરજી મુદ્દે વિવાદ શરૂ થતાં મમતાએ તેમના મંત્રીઓને કહ્યું હતું કે, ખોટા કામ કરવાથી બચવું. હું કોઈ ખોટા માણસને સાથ નહીં આપું.

3-4 મંત્રીઓનું પત્તુ કપાશે, સંગઠનમાં મોકલવામાં આવશે
મમતા પર્ફોમન્સના આધાર પર 3-4 મંત્રીઓને હટાવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણેઆ દરેક લોકોને સંગઠનના કામકાજમાં મોકલવામાં આવશે. જે મંત્રીઓ હટાવવાની ચર્ચા છે તેમાં સોમેન મહાપાત્ર, પરેશ અધિકારી, ચંદ્રકાન્ત સિંહ અને મલય ઘટકનું નામ છે.

પાર્થની ED તપાસમાં ફસાયા પછી સંગઠનમાં પણ થયા ફેરફારો
સોમવારે કેબિનેટ બેઠક પછી મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, સુબ્રત મુખરજી, સાધન પાંડેમા નિધન અને પાર્થના જેલ જવાથી સરકારનું કામ પ્રભાવિત થયું છે. તેથી કેબિનેટનું વિસ્તરણ કરવામા આવશે. મમતાના આ નિવેદનના થોડા સમય પછી જ તૃણમૂલ જિલ્લા સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.

પદ અને ગોપનીયતાના શપથ લેતા TMC નેતા
પદ અને ગોપનીયતાના શપથ લેતા TMC નેતા

કેમ કરાયું કેબિનેટ વિસ્તરણ, જાણો 2 મહત્વના મુદ્દાઓ...
- મમતા બેનરજીની કેબિનેટમાં ટોપ-5માંથી 4 મંત્રીઓ છેલ્લાં 14 મહિનામાં હટાવવામાં આવ્યા છે. આ સંજોગોમાં સરકારના કામ પર સીધી અસર થઈ છે.
- બંગાળમાં 2023માં પંચાયત ચૂંટણી અને 2024માં લોકસભા ચૂંટણી થવાની છે. આ સંજોગોમાં મમતા બેનરજી અત્યારથી સંગઠન અને સરકારને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે.

મોટા મોટા વિભાગોમાં મંત્રી નથી
મમતા કેબિનેટમાં મોટા મોટા વિભાગોમાં અનુભવી મંત્રીઓનો અભાવ છે. સુબ્રત મુખરજી અને સાધન પાંડેના નિધનના કારણે પંચાયતી રાજ, PHE, ખાદ્ય, ગ્રાહક અને સહકારિતા વિભાગમાં કોઈ મંત્રી નથી. જ્યારે પાર્થને હટાવવાના કારણે વાણિજ્ય અને ઉદ્યોગનો કારોભાર પણ મમતા પાસે છે. આ સંજોગોમાં આ વિભાગની જવાબદારી કોને આપવી તે નિર્ણય પણ લેવાનો બાકી છે.

આ તસવીર સપ્ટેમ્બર 2021ની છે, જ્યારે ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયો TMCમાં જોડાયા હતા.
આ તસવીર સપ્ટેમ્બર 2021ની છે, જ્યારે ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયો TMCમાં જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...