ગુજરાત ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારમાં કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિવેદન આપ્યું છે. સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢાં છે? મને સમજાતું નથી. રવિવારે સુરતમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાંના સરદાર જણાવ્યા હતા.
અમદાવાદમાં ખડગેનું રાવણનું નિવેદન વાંચો
બહેરામપુરામાં જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું- વડાપ્રધાન કહે છે- બીજે ક્યાંય ન જુઓ. મોદીને જોઈને મત આપો. કેટલીવાર તમારું મોઢુ જોઈએ? કોર્પોરેશનની ચૂંટણીમાં અમે તમારું મોઢું જોયું. MLAની ચૂંટણીમાં, MPની ચૂંટણીમાં મોઢું જોયું, દરેક જગ્યાએ, શું તમારી પાસે રાવણની જેમ 100 મોઢાં છે. મને સમજાતું નથી.
ભાજપે કહ્યું- ખડગે ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ મંગળવારે કહ્યું હતું કે ખડગે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી.
સંબિત પાત્રાએ કહ્યું- આ માત્ર PMનું જ નહીં, ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન
આ મામલે સંબિત પાત્રાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવા એ ઘોર અપમાન છે. સૌપ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે.
સુરતમાં કહ્યું- અમે અસ્પૃશ્ય છીએ, કમસે કમ તમારી ચા તો કોઈ પીવે છે
ખડગેએ સુરતની સભામાં જે પણ કહ્યું હતું એ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ. ખડગેએ કહ્યું, "તમારા જેવા માણસ, જે હંમેશાં દાવો કરે છે કે હું ગરીબ છું. અરે ભાઈ, અમે પણ ગરીબ છીએ. અમે ગરીબોમાં સૌથી ગરીબ છીએ. અમે તો અસ્પૃશ્યોની વચ્ચે આવીએ છીએ. ઓછામાં ઓછી તમારી ચા તો કોઈ પીવે છે, મારી ચા પણ કોઈ પીતું નથી. અને પછી તમે કહો છો - હું ગરીબ છું. કોઈએ મને અપશબ્દો કહ્યા, મારી તો શું તાકાત છે.
વડાપ્રધાન મોદી પર વિપક્ષના પ્રહારો અને તેમના જવાબ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો...
મોદી પર ખડગેના કડાક્ષ - અમે અસ્પૃશ્ય છીએઃ ચૂંટણી સભામાં કહ્યું- તમારી ચા કોઈ તો પીવે છે; મારી તો ચા પણ કોઈ લેતું નથી
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. ચૂંટણીપ્રચાર માટે ગુજરાતમાં પહોંચેલા ખડગેએ રવિવારે સુરતમાં એક રેલીમાં પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાનને જુઠ્ઠાણાંના સરદાર કહ્યા હતા. ખડગેએ કહ્યું- વડાપ્રધાન પોતાને ગરીબ કહે છે, પરંતુ મારાથી ગરીબ કોણ હશે, હું તો અસ્પૃશ્ય છું.
PM મોદીએ કહ્યું- હું રોજ 2-3 કિલો ગાળો ખાઉં છું: તેલંગાણામાં કહ્યું- મારું શરીર અપશબ્દોને પોષણમાં ફેરવી દે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણામાં કહ્યું હતું કે તેમને દરરોજ 2-3 કિલો અપશબ્દોને મળે છે, પરંતુ તેમનું શરીર આ અપશબ્દોને પોષણમાં ફેરવી દે છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે લોકો મને પૂછે છે કે મોદીજી તમે થાકી જતા નથી, તો હું તેમને કહું છું કે ભગવાને મારા શરીરમાં એક એવી મિકેનિઝમ બનાવી છે કે જે અપશબ્દોને પ્રોસેસ કરીને ન્યૂટ્રિશન બનાવી દે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.