સમીર વાનખેડે VS નવાબ મલિક:મલિકના નવા આરોપ- NCBએ વસૂલી માટે કર્યું આર્યન ખાનનું અપહરણ, SIT સત્ય સામે લાવશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમીર વાનખેડે સામે નવાબ મલિકે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકની વચ્ચેની લડાઈ યથાવત્ છે. શનિવારે મલિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લખ્યું હતું. તેમણે NCB પર આર્યનનું અપહરણ કરવાના આરોપ લગાવ્યા હતા. મંત્રી મલિકે કહ્યું હતું કે મેં આર્યન ખાનનું અપહરણ અને ખંડણી માગવા મામલે સમીર દાઉદ વાનખેડે સામે SIT તપાસ કરવાની માગ કરી હતી. હવે બે-બે SIT (કેન્દ્ર અને રાજ્ય) બની ગઈ છે. જોઈએ છીએ કે વાનખેડેના છુપાયેલાં રહસ્યો પહેલાં કોણ સામે લાવે છે અને કોણ વાનખેડેની પ્રાઈવેટ આર્મીનો ઘટસ્ફોટ કરે છે.

શુક્રવારે NCBએ આર્યન ખાન ડ્રગ્સ કેસ સહિત 6 મામલે NCBના DDG (ઓપરેશન) સંજય સિંહના હાથમાં સોંપવામાં આવ્યા હતા. હવે આ મામલામાં સમીર વાનખેડે હજી પણ મુંબઈના ઝોનલ ડિરેક્ટર બની રહેશે અને તેમને કોઈપણ તપાસથી હટાવવામાં આવ્યા નથી. તેઓ NCBની બનાવેલી SITની મદદ કરશે, જેને સંજય સિંહ લીડ કરી રહ્યા છે.

આ 6 ડ્રગ્સ કેસમાં સંજય સિંહને મદદ કરશે સમીર વાનખેડે

1. ક્રૂઝ ડ્રગ્સ કેસ (આર્યન ખાન કેસ).

2. સમીર ખાન કેસ (નવાબ મલિકના જમાઈનો કેસ).

3. અભિનેતા અરમાન કોહલી ડ્રગ્સ કેસ.

4. મુંબ્રા MD ડ્રગ્સ કેસ.

5. જોગેશ્વરી 1 કિલો ચરસ કેસ.

6. ડોંગરી MD ડ્રગ્સ કેસ.

મલિકના આરોપોને સતત નકારી રહ્યા છે વાનખેડે
સમીર વાનખેડે સામે નવાબ મલિકે અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યાર બાદ તેમની તરફથી મલિકને આરોપોને ખોટા અને પાયાવિહોણા જણાવાયા હતા. ધરપકડથી બચવા માટે તેઓ બોમ્બે હાઇકોર્ટને શરણે ગયા હતા, જ્યાં તેમની ધરપકડ કરવાના 72 કલાક પહેલાં જાણકારી આપવાના આદેશ કોર્ટે આપ્યા હતા.

નકલી સર્ટિફિકેટના આરોપ
નવાબ મલિકે સમીર વાનખેડેને એવું પણ કહ્યું હતું કે તેમણે દલિત હોવાના નકલી સર્ટિફિકેટ દ્વારા નોકરી મેળવી છે. મલિકે જાહેરમાં આ આરોપ લગાવ્યા હતા કે વાનખેડે મુસ્લિમ સમાજ સાથે સંબંધ ધરાવે છે અને ખોટી રીતે તેમણે આ ડૉક્યુમેન્ટ બનાવ્યા હતા. મલિકે આ બાબતના ઘણા પુરાવા સોશિયલ મીડિયા પર પર જાહેર કર્યા હતા, જેમાંથી સમીર વાનખેડે અને તેમની પહેલી પત્નીનું નિકાહનામું રજૂ કર્યું હતું.

આ મામલે સમીર અને તેના પિતાએ કહ્યું હતું કે આ એકદમ ખોટા આરોપ છે. અમે જન્મથી જ હિન્દુ છીએ અને દલિત સમાજથી આવીએ છીએ. અમે કોઈ નકલી સર્ટિફિકેટ બનાવ્યું નથી અને ન તો ખોટી રીતે નોકરી મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...