નવાબ મલિકના પલટવાર:ફડણવીસના નિવેદન મામલે મલિકે કહ્યું- દિવાળીની રાહ ન જુઓ, જે બોમ્બ ફોડવાના હોય તે ફોડી દો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફડણવીસે આરોપ લગાવ્યા હતા કે નવાબ મલિકના અન્ડરવર્લ્ડ સાથે સંબંધ
  • ફડણવીસે કહ્યું હતું કે આ મામલે તેઓ દિવાળી પછી બોમ્બ ફોડશે

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં નવાબ માલિક અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યા હતા કે નવાબ મલિકના અન્ડરવર્લ્ડ સાથે સંબંધ છે. તેમણે કહ્યું હતું કે તેઓ આ મામલે દિવાળી બાદ બોમ્બ ફોડશે. આ મામલે મંગળવારે પલટવાર કરતાં નવાબ મલિકે ફડણવીસને કહ્યું હતું કે બોમ્બ ફોડવા માટે તમારે રાહ જોવાની જરૂર નથી, જે બોમ્બ ફોડવાના હોય તે હાલ જ ફોડી દો.

મલિકે વધુમાં કહ્યું હતું કે, ગઈકાલે દેવેન્દ્રજીએ કહ્યું હતું કે દિવાળી બાદ બોમ્બ ફોડીશ. હું તેમણે કહું છું કે બોમ્બ ફોડવા માટે તમારે રાહ જોવાની જરૂર નથી. મેં 62 વર્ષ મુંબઈ શહેરમાં વિતાવ્યા છે. મારા વિશે કોઈપણવ્યક્તિ એવું કહી શકશે નહીં કે મારા અન્ડરવર્લ્ડ સાથે સંબંધ છે.

ફડણવીસે કહ્યું હતું​ મલિકના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોના પુરાવા રજૂ કરશે
સોમવારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ જલ્દી જ મલિકના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોના પુરાવા રજૂ કરશે. જ્યારે, નવાબ મલિકે સોમવારે સવાટે કેટલીક તસવીર શેર કરી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની અમૃતા ફડણવીસ નજરે પડી રહ્યા હતા. જુદી જુદી તસવીરોમાં બંનેની સાથે એક વ્યક્તિ જોવા મળ્યો હતો, જેનું નામ નવાબ મલિકે જયદીપ રાણા જણાવ્યુ હતું. નવાબ મલિક મુજબ, તે વ્યક્તિ એક ડ્રગ્સ સ્મગલર છે અને હાલમાં તે જેલમાં છે. આ બાબતે પલટવાર કરતાં મુંબઈમાં એક સંવાદદાતા સમ્મેલનમાં ફડણવીસે કહ્યું હતું, જયદીપ રાણા સાથે મારા કે મારી પત્નીના કોઈ જ સંબંધ નથી. તેમણે કહ્યું હતું કે જેમના અન્ડરવર્લ્ડ સાથે સંબંધ છે, તેમણે મારા વિશે કશું બોલવું જોઈએ નહીં. હું નવાબ મલિકના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોના પુરાવા રજૂ કરીશ. હું દિવાળી જવાની રાહ જોઈ રહ્યો છું.

આર્યન ખાનથી શરૂ થયેલો વિવાદ દેવેન્દ્ર ફડણવીસ સુધી કઈ રીતે પહોંચ્યો?
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીને બે તસવીરો અને એક વીડિયોએ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ખળભળાટ મચાવી દીધી છે. નવાબ મલિકે એક મ્યુઝિક વીડિયો પણ જાહેર કર્યો હતો. દાવો છે કે, આ વીડિયોને ફાઇનાન્સ કરનાર કોઈ બીજું નહીં, જયદીપ રાણા હતો. તે જયદીપ રાણા જેને NCBએ ડ્રગ્સ કેસમાં ઝડપ્યો છે. આ જ તસવીરોના આધાર પર નવાબ મલિક દેવેન્દ્ર ફડણવીસ સામે ડ્રગ્સ કેસમાં સામેલ હોવાના આરોપ લગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...