તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Malik Raza, Who Served In The US Army For 10 Years, Fought Against The Taliban ... Is Now Decorating The Krishna Temples In Jaipur

અનોખી સેવા:10 વર્ષ યુએસ આર્મીમાં રહ્યા મલિક રઝા, તાલિબાન સામે જંગ લડ્યા... હવે જયપુરનાં કૃષ્ણમંદિરોને સજાવી રહ્યા છે

જયપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આતંકીઓને પકડનારા હાથ ફ્રેસ્કો આર્ટથી માંડીને મ્યૂરલ આર્ટવર્કનું કન્ઝર્વેશન કરી ચૂક્યા છે

જયપુરના 42 વર્ષીય મલિક રઝા ખાને યુએસ આર્મીમાં 10 વર્ષ સેવા આપી. સર્વિસના છેલ્લા 3 વર્ષ અફઘાનિસ્તાનના વૉર ઝોન કંદહાર, શિંદાદ અને હેરાતમાં ગોળીઓ ચલાવી. કંદહારમાં ISISના 2 આતંકીને પકડ્યા. 2015માં માતા-પિતાએ બોલાવતાં વતનમાં પાછા તો ફર્યા પણ પિતાના ઘરેલુ બિઝનેસમાં ન જોડાયા.

પિતાએ કરિયર નવેસરથી શરૂ કરવાની ચેલેન્જ આપી. માતા અને પત્નીએ પ્રોત્સાહિત કર્યા. કંઇક નવું કરવાનો નિર્ણય તેમને આર્ટ કન્ઝર્વેશન તરફ ખેંચી લાવ્યો. તેમને પહેલેથી મહેલો, કિલ્લા અને ઐતિહાસિક સ્મારકોથી લગાવ હતો. કળા-સંસ્કૃતિને બચાવી રાખવાની જીજીવિષાને કારણે શહેરના સિનિયર આર્ટ કન્ઝર્વેટર મૃણાલિની બંગરુ સાથે મુલાકાત થઇ.

તેમણે આર્ટ કન્ઝર્વેશન શીખવ્યું અને તેમની સાથે કામ કરતા કરતા મહેલો, કિલ્લા અને સ્મારકોના આર્ટ કન્ઝર્વેશનનું કામ મળતું ગયું. હવે મલિક વર્ષમાં 9 કલાકારોની મદદથી રાધા દામોદર અને ગોપીનાથ મંદિરનું સૌંદર્યીકરણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કામ પૂરું કર્યા પછી જ તેઓ આગળનું વિચારી શકશે.

ગોળી ચલાવનારા હાથ હવે કૃષ્ણમંદિર સજાવે છે
રાધા દામોદર મંદિર : મંદિરમાં કૃષ્ણલીલા, નૃત્ય કરતી ગોપીઓ, ઢોલ વગાડતા ભક્તોની આકૃતિઓ બનેલી છે, જે દર્શનાર્થીઓના સ્પર્શથી ખરાબ થવા લાગી હતી. આ પ્રોજેક્ટ 6 મહિનામાં પૂરો થઇ જશે. ગોપીનાથ મંદિરની પરસાળમાં બનેલા મ્યૂરલ આર્ટવર્કની જાળવણીની જવાબદારી પણ તેમને જ અપાઇ છે.

યુએસ આર્મીમાં પ્રોડક્શન કંટ્રોલ સ્પેશિયાલિસ્ટ હતા
2004માં નોકરીની શોધમાં કુવૈત ગયેલા મલિકને યુએસ આર્મીના સિનિયર ઓફિસરે યુએસ આર્મી જોઇન કરવાની ઓફર કરી. 2004થી 2015 દરમિયાન તેમણે પ્રોડક્શન કંટ્રોલ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. યુએસ આર્મીનું જે વિસ્તારોમાં પોસ્ટિંગ થતું ત્યાં તેઓ દારૂગોળો, ટેન્ક, રોકેટ લૉન્ચર સહિતના શસ્ત્રો ઉપલબ્ધ કરાવતા.

અન્ય સમાચારો પણ છે...