તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Malayalam Actress Photo On Bihar STET Exam Result; Tejashwi Yadav Hits Out At Nitish Kumar Government

રિઝલ્ટ કાર્ડ પર હિરોઈનનો ફોટો:બિહાર બોર્ડના કૌભાંડમાં રાજકારણ ગરમાયું, તેજસ્વીએ કહ્યું- કોરોડો યુવકોનું જીવન બરબાદ કરી રહ્યા છે નીતિશ

3 મહિનો પહેલા

વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે STET-2019 પરિક્ષાનું રિઝલ્ટ આવ્યા પછી નીતિશ સરકાર પર કરોડો યુવકોનું જીવન બરબાદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે, સની લિયોનીને બિહારની જૂનિયર એન્જિનિયર પરીક્ષામાં ટોપ કરાવ્યા પછી હવે મલયાલમ અભિનેત્રી અનુપમા પરમેશ્વરને STET પરિક્ષામાં પાસ કરાવી દીધી છે.

તેમણે વધુ એક ટ્વિટમાં કહ્યું છે કે, નીતિશજી દરેક પરીક્ષામાં બ્લન્ડર કરીને કરોડો યુવકોનું જીવન બરબાદ કરી રહ્યા છે. એક્ઝામનું પરિણામ આવતા દશકો લાગે છે અને તે પણ બ્લન્ડર સાથે. ગુરુવારે તેજસ્વી યાદવે RJD સભ્ય રિતુ જયસવાલની ટ્વિટને રિટ્વિટ કરતાં લખ્યું છે. નોંધનીય છે કે, STET વિશે રિઝલ્ટમાં ઋષિકેશ કુમારના ફોટોના બદલે મલયાલમ અભિનેત્રી અનુપમા પરમેશ્વરમનો ફોટો દેખાઈ રહ્યો છે.

આરજેડી સભ્ય રિતુ જયસવાલના ટ્વિટ પર તેજસ્વીએ રિટ્વિટ કરી છે
આરજેડી સભ્ય રિતુ જયસવાલના ટ્વિટ પર તેજસ્વીએ રિટ્વિટ કરી છે

દરેક પરીક્ષા અને તેના પરિણામમાં બ્લન્ડર
તેજસ્વી યાદવે STETના રિઝલ્ટ પર લખ્યું છે કે, દરેક પરીક્ષા અને પરિણામમાં બ્લન્ડર કરવું નીતિશ સરકાર માટે એક સ્થાપિત નિયમ થઈ ગયો છે. જ્ઞાની શિક્ષણ મંત્રીએ કહ્યું કે, STET ક્વોલિફાઈ કરનાર દરેક ઉમેદવારની નોકરી પાક્કી છે તો હવે સરકાર વાયદાથી કેમ ફરી રહી છે? ભરતી મામલે સરકાર કેમ સતત નિયમો બદલી રહી છે?

નાલંદા વિશ્વવિદ્યાલ્ય વાળા રાજ્યમાં શિક્ષણની દુર્દશા
આરજેડી સભ્ય રિતુ જયસવાલે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કૌભાંડ તે પણ યુવકોના ભવિષ્ય સાથે. આવા ગંદા વિચારો ધરાવતી સરકારે ડૂબી મરવું જોઈએ. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવવા દેશ-વિદેશથી લોકો આવે છે. હવે બિહારમાં નોકરી મેળવવાના લિસ્ટમાં આવી ગઈ છે પ્રખ્યાત મલયાલમ અભિનેત્રી અનુપમા પરમેશ્વરન્.

અન્ય સમાચારો પણ છે...