તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Congress Leader Makes Controversial Statement Insulting Party: We Have To Run Farmers' Movement

ખેડૂત આંદોલનનો 82મો દિવસ:કોંગ્રેસ નેતાએ પક્ષની ફજેતી કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું- ખેડૂત આંદોલન આપણે ચલાવવાનું છે, ખેડૂતોને પૈસા કે શરાબ આપી મદદ કરીએ

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યા રાણી હરિયાણાના જીંદમાં રવિવારે કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરી રહી હતી. તે સમયે તેણે આ નિવેદન આપ્યું હતું. - Divya Bhaskar
વિદ્યા રાણી હરિયાણાના જીંદમાં રવિવારે કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરી રહી હતી. તે સમયે તેણે આ નિવેદન આપ્યું હતું.

ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી મોદી સરકાર પર સતત હુમલા કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના એક નેતાના નિવેદને પાર્ટીની ફજેતી કરી છે. હરિયાણાના નેતા વિદ્યા રાણીએ કહ્યું કે ખેડૂત આંદોલન આપણા નેતાઓએ ચલાવવાનું છે. ખેડૂતોને તમામ પ્રકારે મદદ કરો. જે પૈસા આપી શકે છે તે પૈસા આપે. કેટલાક લોકો શરાબ પણ આપી શકે છે. વિદ્યા રાણીએ આ નિવેદન રવિવારે આપ્યું હતું. બાદમાં આ વીડિયો વાઈરલ થયો છે.

વિદ્યા રાણી હરિયાણાના જીંદમાં કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ સમયે તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન તો ખતમ થઈ ગયું હતું, પણ 26 જાન્યુઆરી બાદ ફરી તે ફરીથી મજબૂત થઈને ઉભરી આવ્યું છે. હવે આપણે લોકોએ આ આંદોલનને આગળ લઈ જવાનું છે. આ સંજોગોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને તમામ પ્રકારની મદદ કરવી જોઈએ. જે શાકભાજી આપી શકે તે શાકભાજી આપે, જે ઘી આપી શકે તે ઘી આપે. પૈસાથી પણ તેમને મદદ કરવી જોઈએ.

વિદ્યા રાણી જીંદ જિલ્લાના ગામ દનોદાની રહેવાસી છે. તે કોંગ્રેસની ટિકિટ પર વર્ષ 2014 અને 2019માં નરવાનાથી વિધાનસભા ચૂંટણી લડી ચુકી છે. બન્ને વખત તેની હાર થઈ હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આ નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ લેવલ સુધી ઉતરી આવી છે. તે દર્શાવે છે કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ માટે શું મહત્વ ધરાવે છે.

કિસાન પંચાયતમાં પ્રિયંકા ગાંધી સામેલ થયા

બિજનૌરના ચાંદપુરમાં યોજાયેલી ખેડૂત પંચાયતમાં પ્રિયંકા ગાંધી
બિજનૌરના ચાંદપુરમાં યોજાયેલી ખેડૂત પંચાયતમાં પ્રિયંકા ગાંધી
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે એમ વિચારીને જીતાડ્યા હતા કે તેઓ કંઈક કામ કરશે.તેમણે ચુંટણી સમયે ખેડૂતો અને નાના વ્યાપારીઓ માટે મોટી-મોટી વાતો કરી હતી. તમે સૌ શેરડીનું વાવેતર કરતા ખેડૂતો છો. શેરડી પેટે ખેડૂતોના રૂપિયા 15,000 કરોડ બાકી છે. આજ સુધી આ નાણાં મળ્યા નથી.
  • તેમણે (PM મોદી)એ દુનિયામાં ફરવા માટે 2 હવાઈ જહાજ ખરીદ્યા છે. તેમની કિંમત રૂપિયા 16 હજાર કરોડ છે. દિલ્હીમાં નવું ભવન તૈયાર કરવાની યોજના ધરાવે છે. સરકાર પાસે ખેડૂતોના બાકી નિકળતા પૈસાની ચુકવણી કરવા નાણાં નથી.
  • વર્ષ 1955માં ભૂતપુર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુંએ સંગ્રહખોરો સામે કાયદો બનાવ્યો હતો. આ સરકારે સંગ્રહખોરોને છૂટ આપી છે. કોઈ જ અંકૂશ નહીં, કોઈ નિયંત્રણ નહીં. આ કાયદાથી મોટા-મોટા ઉદ્યોગપતિઓની મનમાની ચાલશે.

કોંગ્રેસ 27 જીલ્લામાં મહાપંચાયત કરશે
આ મહાપંચાયત 'જય જવાન-જય કિસાન'અભિયાન હેઠળ યોજાઈ રહી છે. કોંગ્રેસે પ્રદેશના 27 જીલ્લામાં કૃષિ કાયદાનો વિરોધ કરવાના અભિયાન હેઠળ મહાપંચાયત કરવાનો નિર્ણય કર્યો છે. તેની શરૂઆત સહારનપુરથી થઈ હતી.