વાઈબ્રન્ટ ઈકોનોમી:સ્વચ્છતા પર ધ્યાન ન આપતા હોય એવાં શહેરોની યાદી બનાવો: પીએમ મોદી

વારાણસીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયરના સંમેલનમાં વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ શહેરોને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા પર ભાર મૂકતા કહ્યું કે એવાં શહેરોની યાદી બનાવવાની જરૂર છે જે સ્વચ્છતા તરફ આંખ બંધ કરી બેઠાં છે. વારાણસીમાં દેશભરના મેયરના સંમેલનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતા તેમણે શહેરી બાબતો અને આવાસ મંત્રી હરદીપ સિંહ પુરીને કહ્યું કે સ્વચ્છતાના ક્ષેત્રમાં સારું કામ કરનારા લોકોની સાથે જ તેમને એવોર્ડ પણ આપો જે આ દિશામાં ઉત્સાહી પ્રયાસ કરી રહ્યા છે.

આપણો પ્રયાસ એવો હોવો જોઇએ કે આપણું શહેર સ્વચ્છ હોય અને સ્વસ્થ હોય. તેમણે શહેરી ક્ષેત્રોમાં રહેવાની સુવિધા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકતા કહ્યું કે સરકારે જર્જરીત શહેરી પાયાના માળખા અને સુવિધાઓની અછતના મુદ્દાને દૂર કરવા માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમ શરૂ કર્યા છે.

પીએમ મોદીએ શહેરોને વાઈબ્રન્ટ ઈકોનોમીનું હબ બનાવવા પર ભાર મૂક્યો જેમાં નાના ઉદ્યોગોને બળ મળે. તેમણે કહ્યું કે કાશીના અર્થતંત્રમાં મા ગંગાનો મોટો હાથ છે. આપણે શહેરોમાં નદીઓને મહત્ત્વ આપીએ અને દર વર્ષે નદી-ઉત્સવ મનાવીએ. નવા શહેરી ભારત વિષય પર આયોજિત સંમેલનમાં જુદાં જુદાં રાજ્યોના 120 મેયર ભાગ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...