તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Major Accident In Uttarakhand, Landslide In Pithoragarh; 2 Deaths, 5 Still Crushed Under Debris

દુર્ઘટના:ઉત્તરાખંડમાં મોટો અકસ્માત, પિથૌરાગઢમાં લેન્ડસ્લાઇડ; 2 લોકોનાં મૃત્યુ, 5 હજી પણ કાટમાળ હેઠળ દબાયેલા

દેહરાદૂનએક મહિનો પહેલા
  • રાજ્યમાં રાષ્ટ્રીય હાઈવે સહિત 107 રસ્તા અને પુલ બંધ
  • સીએમએ આપ્યા રેસ્ક્યુ ઓપરેશનમાં ઝડપ લાવવાના આદેશ આપ્યા

ઉત્તરાખંડના પિથૌરાગઢમાં લેન્ડસ્લાઇડ પડવાને કારણે 2 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5 કાટમાળમાં દબાયા છે. ઘટના પિથૌરાગઢના જુમ્મા ગામની પાસેની છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે જિલ્લા અધિકારીને રેસ્ક્યૂ-ઓપરેશન ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ધામીએ કહ્યું હતું કે હું અહીં ફસાયેલા લોકોની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. પિથૌરાગઢમાં મુશળધાર વરસાદની સાથે વાદળ ફાટવા, લેન્ડસ્લાઈડ પડવાને કારણે સ્થિતિ બગડી છે. બે દિવસ પહેલાં પણ અહીં વાદળ ફાટ્યું હતું, જેને કારણે પૂર આવ્યું છે.

મોડી રાતે સાત લોકો કાટમાળમાં દબાયા હોવાની માહિતી મળી હતી
ડીએમ ડો. આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે મોડી રાતે જુમ્મા ગામમાં ભારે વરસાદને કારણે સાત લોકો કાટમાળ હેઠળ દટાયા હોવાની માહિતી મળી હતી. એ પછી ઘટનાસ્થળે આવવા પોલીસ, એસડીઆરએફ અને રેસ્ક્યૂ ટીમ રવાના થઈ. બીજી તરફ એનડીઆરએફને પણ આ ક્ષેત્રમાં મોકલવામાં આવી છે. આ દરમિયાન ટીમે ગામમાંથી બે મૃતદેહને બહાર કાઢ્યા છે. ડીએમએ અધિકારીઓની સાથે બેઠક કરીને ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરવાની સાથે જ ક્ષેત્રમાં રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યા છે.

સીએમએ આપ્યા રેસ્ક્યૂ-ઓપરેશનમાં ઝડપ લાવવાના આદેશ આપ્યા
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જિલ્લા પ્રશાસનને રેસ્ક્યૂ-ઓપરેશનને ઝડપી કરવાના નિર્દેશ આપ્યા છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ યથાવત્, CMએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
ઉત્તરાખંડમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગત રવિવારે ગઢવાલ ક્ષેત્રના પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ધામીએ આજે સવારે હેલિકોપ્ટરથી ગઢવાલ મંડલના દેવપ્રયાગ, તોતઘાટી, તીનધારા, કૌડિયાલા, ઋષિકેશ, રાનીપોખરી, નરેન્દ્રનગર, ફાકોટ અને ચંબાના પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું. આ દરમિયાન તેમની સાથે કેબિનેટ મંત્રી ધન સિંહ રાવત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક અને રાજ્યના મુખ્ય સચિવ એસ એસ સંધુ પણ હતા.

રાજ્યમાં રાષ્ટ્રીય હાઈવે સહિત 107 રસ્તા અને પુલ બંધ
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રાષ્ટ્રીય હાઈવ સહિત 107 રસ્તા અને પુલ ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખ્લનને કારણે બંધ છે, જેને ખોલવાનો પ્રયત્ન ચાલુ છે. વિભાગના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર નગરમાં ગામ ભિન્નુની પાસે ઋષિકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય હાઈવે પર મોટી તિરાડને પગલે વાહનોની અવરજવર બંધ છે. ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર તોતાઘાટી અને પગલનાલા સહિતની અડધો ડઝન જગ્યાઓ ભૂસ્ખ્લનને કારણે કાટમાળ અને પથ્થર પડવાથી ક્ષતિગ્રસ્ત થઈ છે. જ્યારે હરબર્ટપુર-બટકોટ રાષ્ટ્રીય હાઈવે જુડોની પાસે ભૂસ્ખ્લનને કારણે બંધ છે. દેહરાદૂન-ઋષિકેશ માર્ગ પર શુક્રવારે તૂટેલા રાનીપોખરી પુલ પર વાહનવ્યવહાર હજી સુધી ચાલુ થઈ શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...