તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારે કહ્યું કે, આપણે કોરોના સાથે જીવવું પડશે, દુનિયાના નિષ્ણાતો પાસેથી જાણો આપણે કેવી રીતે એવું કરી શકીએ.
ઓફિસ: ટિફિન શેર ના કરો
ઓફિસ જાઓ તો નાની કેબિનમાં વધુ લોકો સાથે ના બેસો. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ક્રિસ્ટોફર ગિલ કહે છે કે, જ્યારે તમે પાંચ ક્યુબિક ફૂટના રૂમમાં 10 ક્યુબિક ફૂટના રૂમમાં જશો, તો સંક્રમિત હવાનું દબાણ આઠ ગણું ઓછું થઈ જશે. એટલે કે ખતરો આઠ ગણો ઓછો. એક છીંકથી 27 ફૂટ સુધીની હવા દુષિત થાય છે. ઓફિસમાં ટિફિન શેર ના કરો અને ઓફિસ નજીક હોય તો ચાલતા જાઓ.
લિફ્ટના ઉપયોગથી બચો. બહાર નીકળતી વખતે ગ્લવ્ઝ પહેરવાની આદત નાંખો. કોઈ પણ સપાટીને વારંવાર સ્પર્શ ના કરો. - ડૉ. કે. કે. અગ્રવાલ, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અને કાર્ડિયોલોજિસ્ટ
સફર: પાણી ઘરેથી જ લઈ જાઓ
બીએમસ ઈન્ફેક્શિયસ ડિસીઝમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સંક્રમણનો ખતરો છ ગણો વધી જાય છે. એટલે બસ-ટ્રેનની રેલિંગ અને સીટને ના સ્પર્શો. તેમાંથી બહાર આવીને હાથ ધોઈ લો. અમેરિકામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (સીડીસી) કહ્યું છે કે, પ્રવાસ કરતી વખતે તમારું અને તમારા પરિવારની રૂટિન વેક્સિનેશન થયું હોવાનું ધ્યાન રાખો. અછબડા અને રૂબેલાની રસી ના લગાવી હોય તો તાત્કાલિક લગાવી લો.
પ્રવાસ વખતે ઢીલા-લાંબા કપડાં ના પહેરો. વીંટી, બ્રેસલેટ, બંગડી અને ચેઈન પહેરવાથી પણ બચો. પ્રવાસમાં પાણીની બોટલ સાથે રાખો. - ડૉ. હેમંત ચતુર્વેદી, કાર્ડિયોલોજિસ્ટ, ઈટર્નલ હોસ્પિટલ, જયપુર
શૉપિંગ: ટ્રોલી હેન્ડલ સાફ રાખો
સીડીસીના પ્રવક્તાના જણાવ્યાનુસાર, શૉપિંગ કરવા જાઓ ત્યારે શૉપિંગ કાર્ટની હેન્ડલ વાઈપ્સથી સાફ કરી લો. પેમેન્ટ કરવા જાઓ ત્યારે કેશ આપવાના બદલે ઓનલાઈન પેમેન્ટ જ કરો. આ ઉપરાંત શૉપિંગ કરતી વખતે પણ અન્ય લોકો સાથે છ ફૂટનું અંતર રાખો. ભીડમાં ના જાઓ. શક્ય હોય તો એક જ વાર જઈને મહત્તમ ચીજવસ્તુ ખરીદી લો, જેથી ત્યાં ઓછામાં ઓછી વાર જવું પડે.
શૉપિંગ લિસ્ટ વૉટ્સએપ કે અન્ય એપ પર ના બનાવો, જેથી શૉપિંગ વખતે વારંવાર ફોન ના કાઢવો પડે. કાગળ પર લિસ્ટ બનાવો અને બાદમાં ફેંકી દો.- ડૉ. લોરેન સઉર, જ્હોન હોપકિન્સ યુનિ., સ્કૂલ ઓફ મેડિસિન
દિનચર્યા: સવારનો તડકો પણ જરૂરી
ડૉ. કે. કે. અગ્રવાલ કહે છે કે, ડાયટમાં હળદળ, આદુ, મધ વગેરે વધારી શકો છો. ન્યૂટ્રિશનિસ્ટ હિમાંશી શર્મા કહે છે કે, કસરતની રોજ ટેવ પાડો. એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હળદળ, અજમો અને થોડું ઘી નાંખીને પીવો. કાચા આમળા પણ લાભદાયી છે. બૉસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. માઈકલ હોલિક કહે છે કે, વિટામિન ડીની કમીથી સંક્રમણ સામે લડવાની ક્ષમતા ઘટે છે, એટલે સવારનો તડકો પણ લો.
3 પ્લાય સર્જિકલ માસ્ક કે એન 95 માસ્ક વધુ અસરકારક છે, પરંતુ સામાન્ય રીતે કોટનના માસ્ક રોજ પહેરી શકો છો. તેને રોજ ધોવું જરૂરી છે. - ડૉ. નિખિલ મોદી, અપોલો ઈન્દ્રપ્રસ્થ હોસ્પિટલ, દિલ્હી
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.