તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:22 મેથી મેલ, એક્સપ્રેસ અને શતાબ્દી ટ્રેન શરૂ થવાના સંકેત

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 15મીથી IRCTC પરથી જ બુકિંગ કરાવાશે

રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની સાથોસાથ ટૂંક સમયમાં મેલ, એક્સપ્રેસ અને શતાબ્દી જેવી ટ્રેનો દોડાવવાના પણ સંકેત આપ્યા છે. રેલવે બોર્ડ દ્વારા બુધવારે જારી પરિપત્રથી આવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. તેમાં 22 મે અને ત્યાર પછીની ટ્રેનો માટે વેઇટિંગ ટિકિટ આપવા આદેશ કરાયો છે. આ બુકિંગ 15 મેથી કરાવી શકાશે. આદેશમાં વેઇટિંગ લિસ્ટની લિમિટ નક્કી કરાઇ છે, જે મુજબ થર્ડ એસીમાં 100, સેકન્ડ એસીમાં 50, સ્લીપરમાં 200, ચેર કારમાં 100 અને ફર્સ્ટ એસી તથા એક્ઝિક્યુટિવ ક્લાસમાં 20-20 ટિકિટ વેઇટિંગ લિસ્ટની રખાશે.
નાના શહેરો માટે પણ ટ્રેન સેવા શરૂ થઇ શકે
આ આદેશ સંકેત આપે છે કે રેલવે ભવિષ્યમાં હાલની એસી ટ્રેનો સિવાયની ટ્રેનો પણ શરૂ કરવાની તૈયારીમાં છે. મોટા શહેરો માટે દોડાવાતી રાજધાની ટ્રેનો ઉપરાંત નાના શહેરો માટે પણ ટ્રેન સેવા શરૂ થઇ શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો