તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mahid Becomes Fascinated, Befriends 15 year old Girl, Gangrapes Friends In Delhi, Pune And UP

ઉજ્જૈનમાં લવ-જેહાદનો કેસ:માહિદ મોહિત બનીને 15 વર્ષીય કિશોરી સાથે ફ્રેન્ડશિપ કરી દુષ્કર્મ કર્યું, પછી મિત્રોએ પણ પીંખી

ઉજ્જૈન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉજ્જૈનમાં લવ-જેહાદનો આ કેસ નોંધાયો છે, પણ તપાસ 3 રાજ્યમાં થવાની છે

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લવ-જેહાદનો એક મામલો સામે આવ્યો છે. અહીં માહિદે મોહિત બનીને 15 વર્ષીય એક કિશોરીને ફસાવી હતી. તેની સાથે દુષ્કર્મ કર્યું અને પોતાના દોસ્તો દ્વારા પણ તેની સાથે ગેંગરેપ કરાવ્યો. કિશોરી ગર્ભવતી થઈ ત્યારે તેને તેની બહેન પાસે મોકલી દીધી.

આ ઘટનામાં ઉજ્જૈનમાં કેસ નોંધાયો છે, પણ તપાસ 3 રાજ્યમાં થવાની છે. પીડિતા મધ્યપ્રદેશના બડવાનીની રહેવાસી છે. તે કામ માટે મહારાષ્ટ્રના માલેગાંવમાં ગઈ હતી, જ્યાં તેને યુપીના ઓરૈયામાં રહેતો માહિદ મળ્યો. માહિદે પીડિતાને પોતાનું નામ મોહિત હોવાનું કહ્યું હતું અને દગો કરીને તેની સાથે મિત્રતા કરી હતી. માહિદ તેને પોતાની સાથે માલેગાંવથી પુણે, દિલ્હી અને પછી ઓરૈયા લઈ ગયો. આ દરમિયાન તેના મિત્રોએ પણ કિશોરી સાથે દુષ્કર્મ કરવાનું શરૂ કરી દીધું.

બડવાનીથી માલેગાંવ આવેલી કિશોરી પર માહિદની નજર પડી તો તેણે તેને ફસાવવાનો પ્લાન બનાવ્યો અને મોહિત બનીને તેની સાથે મુલાકાત કરી. પોલીસના સકંજામાં માહિદ.
બડવાનીથી માલેગાંવ આવેલી કિશોરી પર માહિદની નજર પડી તો તેણે તેને ફસાવવાનો પ્લાન બનાવ્યો અને મોહિત બનીને તેની સાથે મુલાકાત કરી. પોલીસના સકંજામાં માહિદ.

કિશોરીએ બાળકને જન્મ આપ્યો, પછી મોત
કિશોરી ગર્ભવતી થયા પછી માહિદે તેને બસમાં બેસાડીને તેની બહેનની પાસે ઉજ્જૈન મોકલી દીધી. અહીં કિશોરીએ એક દિવ્યાંગ બાળકને જન્મ આપ્યો, જેનું પછી મોત થયું હતું. એએસઆઈ રશીદ ખાને કહ્યું હતું કે ઘટનાની તપાસ થઈ રહી છે. આ કેસ અનેક શહેરો સાથે સંબંધિત છે, તેથી કેસ બડવાની ટ્રાન્સફર કરવામાં આવશે.

હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓેને બોલાવીને માર માર્યો
કિશોરીની બહેને તેને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. અહીં પીડિતાની બાજુમાં એક યુવતી એડમિટ હતી. કિશોરીએ તેને તેની સમગ્ર આપવીતી કહી. એ યુવતીનો પરિચિત હિન્દુ જાગરણ મંચમાં હતો. યુવતીએ એ પરિચિતને આ ઘટના વિશે જણાવીને મદદ માગી. હિન્દુ જાગરણ મંચના લોકોએ પીડિતાને વિશ્વાસમાં લીધી. પીડિતાએ માહિદને ફોન કરીને ઉજ્જૈન બોલાવ્યો. તે આવ્યો ત્યારે હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ પકડીને તેને મારપીટ કરીને દેવાસ ગેટ પોલીસના હવાલે કરી દીધો.

હિન્દુ જાગરણ મંચના લોકોને જ્યારે પીડિતા વિશે જાણ થઈ તો તેમણે માહિદને ફોન કરીને ઉજ્જૈન બોલાવ્યો અને પોલીસના હવાલે કરી દીધો. ફોટોમાં દેવાસ ગેટ પોલીસ સ્ટેશને પહોંચેલા હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ.
હિન્દુ જાગરણ મંચના લોકોને જ્યારે પીડિતા વિશે જાણ થઈ તો તેમણે માહિદને ફોન કરીને ઉજ્જૈન બોલાવ્યો અને પોલીસના હવાલે કરી દીધો. ફોટોમાં દેવાસ ગેટ પોલીસ સ્ટેશને પહોંચેલા હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ.

કિશોરીની આપવીતી, તેના મુખેથી
‘માહિદ મને માલેગાંવમાં મળ્યો. તેણે મને તેનું નામ મોહિત જણાવ્યું અને દોસ્તી કરી. તેણે મારી સાથે દુષ્કર્મ કર્યું. તેના પછી ઓરૈયા અને દિલ્હી લઈ ગયો. ત્યાં તેના બે દોસ્ત કમાલ અને ખુરશીદે પણ દુષ્કર્મ કર્યુ. ઈનકાર કરું તો એસિડથી બાળવાની ધમકી આપતા હતા. માહિદે મને પુણે, માલેગાંવ, ઓરૈયા અને દિલ્હીમાં રાખી. ત્રણેય દિલ્હીમાં ગેંગ ચલાવે છે.’