તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર વિધાન પરિષદના ચૂંટણી પરિણામ:વિધાન પરિષદની 6 પૈકી 4 બેઠક પર મહાવિકાસ અઘાડીની જીત, ભાજપ નાગપુરમાં હાર્યું

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી બન્યા બાદ CM ઉદ્ધવ ઠાકરેના નૈતૃત્વમાં આ પ્રથમ ચૂંટણી હતી-ફાઈલ ફોટો - Divya Bhaskar
મુખ્યમંત્રી બન્યા બાદ CM ઉદ્ધવ ઠાકરેના નૈતૃત્વમાં આ પ્રથમ ચૂંટણી હતી-ફાઈલ ફોટો

મહારાષ્ટ્રમાં 1લી ડિસેમ્બરના રોજ વિધાન પરિષદની 6 બેઠક માટે યોજાયેલી ચૂંટણીના શુક્રવારે પરિણામો આવી ગયા છે. શિવસેના, NCP, અને કોંગ્રેસના ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)એ છ પૈકી ચાર બેઠક પર જીત મેળવી છે. ભાજપ અને અપક્ષને એક-એક બેઠક મળી છે.MVAની ચાર બેઠક પૈકી કોંગ્રેસને 2 અને NCPને એક બેઠક મળી છે. CM ઉદ્ધવ ઠાકરના વડપણ હેઠળ આ પહેલી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં ભાજપને તેનો સૌથી મજબૂત ગઢ ગણાતા એટલે કે નાગપુરમાં હાર મળી છે. અહીં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના મેયરને હાર આપી છે. નાગપુર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો વિસ્તાર છે. ફડણવીસના પિતા ગંગાધર રાવે પણ આ બેઠક પર એક સમયે જીત હાંસલ કરેલી હતી. નાગપુર RSSનો ગઢ પણ રહ્યો છે. જેને લીધે આ બેઠક ભાજપ માટે એક મોટો ઝાટકો માનવામાં આવે છે.

કોંગ્રેસ અને NCP 2-2 બેઠક પર લડ્યા હતા
પોસ્ટલ બેલેટ પર થયેલી આ ચૂંટણીની મતગણતરી 3 ડિસેમ્બરથી ચાલી રહ્યું છે. હજુ પણ કેટલીક બેઠક પર ઔપચારીક જાહેરાત બાકી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે 4 બેઠક પર તેના ઉમેદવાર ઉતાર્યા હતા અને એક બેઠક પર અપક્ષને સમર્થન આપ્યુ હતું. જ્યારે મહાવિકાસ અઘાડીએ 5 બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમા શરદ પવારના નેતૃત્વ હેઠળ NCP 2 અને કોંગ્રેસ 2 બેઠક તથા એક બેઠક પર શિવસેના મેદાનમાં ઉતર્યા હતા.

ક્યાં કોણ જીત્યુ
પુણેઃ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA)ના ઉમેદવાદ અરુણ લાડે ભાજપના ઉમેદવાર સંગ્રામ દેશમુખને 48,800થી વધુ મતોથી હરાવી રાજ્ય વિધાન પરિષદમાં જીત હાંસલ કરી છે.
પુણે સ્નાતક ક્ષેત્રઃ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયંત આસગાવકરે ભાજપ સમર્થિત ઉમેદવાર જીતેન્દ્ર પવારને હરાવ્યા છે. આસગાવકરને 17117 મત અને પવારને 11167 મત મળ્યા હતા.
અમરાવતીઃ અપક્ષ ઉમેદવાર કિરણ સરનાઈક અહીંથી વિજયી બન્યા છે. જોકે, તકનિકી કારણથી તેમની જીત અંગે જાહેરાત કરવામાં આવી નથી. તેમણે પોતાના નજીકના હરીફ મહાવિકાસ અઘાડીના ઉમેદવાર શ્રીકાંત દેશપાંડે કરતા 2 હજાર મતો વધારે મળ્યા છે.
નાગપુર સ્નાતક ક્ષેત્રઃ અહીં કોંગ્રેસ ઉમેદવાર અભિજીત વંજારીએ ભાજપ ઉમેદવાર સંદીપ જોશીને હરાવ્યા છે. જોશી નાગપુર મનપાના મેયર પણ છે. કોંગ્રેસ ઉમેદવાર અભિજીત વંજારી 14407 મતથી જીત્યા છે.
ઓરંગાબાદ સ્નાતક ક્ષેત્રઃ અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સતીશ ચવ્હાણ વિજેતા જાહેર થયા છે. તેમણે ભાજપના ઉમેદવાર શિરીષ બોરાલકરને હરાવ્યા છે. ભૂતપુર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી જયસિંહ રાવ ગાયકવાડ પાટીલ ચૂંટણીમાં ભાજપ છોડી NCP સાથે જોડાયા હતા. જેથી ભાજપની મુશ્કેલી વધી ગઈ હતી.
ધુલે-નદુરબારઃ અહીં ભારતીય જનતા પાર્ટીને શિવસેનાથી વધારે મત મેળવી જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર પટેલને 434 મતોમાંથી 332 મત મળ્યા. વિપક્ષી ઉમેદવાર (કોંગ્રેસ)ને ફક્ત 98 મત મળ્યા.

ફડણવીસે કહ્યું- શિવસેનાએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ
ભાજપના પર્ફોમન્સ અંગે મુખ્યંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાની ટીકા કરતા કહ્યું કે શિવસેનાએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ત્રણેય પક્ષે સાથે મળી આ ચૂંટણી લડ્યા છે, જેથી ગ્રાઉન્ડની હકીકત અંગે માહિતી મળી નથી. પણ શિવસેનાને આ ચૂંટણીમાં કંઈ જ મળ્યુ નથી. તેમનો કોઈ ઉમેદવાર જીત્યો નથી. ત્રણેય પક્ષ એક સાથે આવવા છતા શિવસેનાને એક પણ હેઠક ન મળે તો તેને આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો