તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીજીની પ્રપૌત્રીને જેલ:બિઝનેસમેન સાથે 3 કરોડની છેતરપિંડી કરવા બદલ 7 વર્ષની સજા, આશિષ લતા 2015થી જામીન પર હતી

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • લતા રામગોબિન જાણીતાં એક્ટિવિસ્ટી ઈલા ગાંધી અને સ્વર્ગસ્થ મેવા રામગોબિનની પુત્રી છે

મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષ લતા રામગોબિન(56)ને દક્ષિણ આફ્રિકામાં 7 વર્ષની જેલ થઈ છે. ડરબનની એક કોર્ટે તેને 60 લાખ રેન્ડ(3.22 કરોડ)ની છેતરપિંડીના મામલામાં સોમવારે આ સજા કરી છે. આ કેસમાં તે 2015થી જામીન પર હતી.

બિઝનેસમેન એસઆર મહારાજની સાથે ફ્રોડ કરવાનો આરોપ
લતા રામગોબિન જાણીતાં એક્ટિવિસ્ટી ઈલા ગાંધી અને સ્વર્ગસ્થ મેવા રામગોબિનની પુત્રી છે. લતા પર આરોપ છે કે તેણે બિઝનેસમેન એસઆર મહારાજની સાથે ફ્રોડ કર્યું છે. તેને ડરબન સ્પેશિયાલાઇઝ્ડ કમર્શિયલ ક્રાઈમ કોર્ટ દ્વારા સજાની અપીલ કરવાની પરવાનગી આપવાથી પણ ઈનકાર કરવામાં આવ્યો.

વર્ષ 2015માં વિરુદ્ધના કેસની સુનાવણી શરૂ થઈ
વર્ષ 2015માં લતા રામગોબિનની વિરુદ્ધ મામલાની સુનાવણી શરૂ થઈ હતી તો રાષ્ટ્રીય અભિયોજન પ્રાધીકરણ(NPA)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે લતાએ નકલી ચલણ અને દસ્તાવેજો સંભવિત રોકાણકારોને આપ્યા હતા. તે તેના સહારે તેમને એવો વિશ્વાસ અપાવવા માગતી હતી કે ભારતથી લિનેનનાં ત્રણ કન્ટેનર મોકલાઈ રહ્યાં છે.

જામીન પર થયો હતો છુટકારો
ઓ સમયે લતા રામગોબિનને 50,000 રૈંડ એટલે કે લગભગ 2 લાખ 70 હજાર રૂપિયાના જામીન પર છોડવામાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે લતા રામગોબિને ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રિબ્યુટર્સના ડાયરેક્ટર મહારાજ સાથે ઓગસ્ટ 2015માં મુલાકાત કરી હતી.

લિનનાં ત્રણ કન્ટેનર ભારતમાંથી આયાત કરવાનો દાવો
આ કંપની કપડાં, લિનેન અને ચંપલની આયાત, નિર્માણ અને વેચાણ કરે છે. મહારાજની કંપની અન્ય કંપનીઓના પ્રોફિટ શેરના આધારે ફાઈનાન્સ પણ પ્રદાન કરે છે. લતાએ મહારાજને જણાવ્યું હતું કે તેણે દક્ષિણ આફ્રિકાના હોસ્પિટલ ગ્રુપ નેટકેર માટે લિનનાં ત્રણ કન્ટેનર ભારતમાંથી આયાત કર્યા છે.

ડિલિવરી નોટના આધારે પેમન્ટ થયું હોવાનું કહ્યું
NPAનાં પ્રવક્તા નતાશા કારાએ કોર્ટની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે લતાએ મહારાજને જણાવ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી, આ કારણે તેને આયાતનો ખર્ચ અને સીમા ચાર્જની ચુકવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે અને તેને બંદર પરથી માલ ક્લિયર કરાવવામાં પૈસાની જરૂરિયાત છે.
લતાએ મહારાજ પાસેથી 62 લાખ રૂપિયા લીધા હતા. લતા રામગોબિનની પારિવારિક છાપ અને નેટકેરના પુરાવાને કારણે મહારાજે લોન લેવા માટે તેમની સાથે એક લેખિત કરાર કર્યો હતો. લતાએ પણ નેટકેર ચલાન અને ડિલિવરી નોટના સહારે મહારાજને જણાવ્યું હતું કે પેમેન્ટ થઈ ચૂક્યું છે.

પુરાવા નકલી હોવાનું જાણવા મળતાં મહારાજે કેસ કર્યો
જ્યારે મહારાજને જાણવા મળ્યું કે પુરાવા નકલી હતા તો તેમણે આ મામલામાં લતા પર કેસ કર્યો. લતા NGO ઈન્ટરનેશનલ સેન્ટર ફોર નોન વાયોલન્સના સંસ્થાપક અને કાર્યકારી નિર્દેશક છે. લતાના જણાવ્યા અનુસાર, તે એક એક્ટિવિસ્ટ છે અને ખાસ કરીને પર્યાવરણ, સામાજિક અને રાજકીય મામલાઓને લઈને સક્રિય છે.

કોણ છે આશિષ લતા રામગોબિન
આશિષ લતા રામગોબિન જાણીતા એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને સ્વર્ગસ્થ મેવા રામગોબિનની પુત્રી છે, જેેમણે દક્ષિણ આફ્રિકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફિનિક્સ સેટલમેન્ટને પુનર્જીવિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

રામગોબિનની માતા ઈલા ગાંધી ઈન્ટરનેશનલ સ્તરે ઓળખ ધરાવે છે
ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના અન્ય વંશજ માનવઅધિકારના કાર્યકર્તા રહ્યા છે. એમાં લતા રામગોબિનના પિતરાઈ ભાઈ કીર્તિ મેનન, સ્વર્ગીય સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયા સામેલ છે. રામગોબિનની માતા ઈલા ગાંધીને તેમના પ્રયત્નો માટે ઈન્ટરનેશનલ સ્તર પર ઓળખ મળી છે. ઈલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશોનાં રાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...