તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maharashtra's Kolhapur Murder Case Verdict Update; Son Sentenced To Death For Mother Removing Organs

મહારાષ્ટ્રના સૌથી વિકૃત આરોપીને મોતની સજા:માને મારી તેનાં હૃદય, કિડની અને આંતરડાંમાં મીઠું-મરચું ભભરાવીને ખાધાં, કોર્ટે આપી ફાંસીની સજા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુનીલની ધરપકડ કરી ત્યારે તેના મોઢામાંથી લોહી ટપકતું હતું. - Divya Bhaskar
સુનીલની ધરપકડ કરી ત્યારે તેના મોઢામાંથી લોહી ટપકતું હતું.

2017માં પોતાની માતાની નિર્દયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતી વખતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી જોઈ નથી, તેથી આરોપીને કડક સજા આપવી જોઈએ. 35 વર્ષનો સુનીલ કુચિકોરવી ઘટના સમયથી જ જેલમાં બંધ છે. જોકે હજી તેની પાસે સજા વિરુદ્ધ અરજી કરવા માટે ઘણા વિકલ્પ છે.

આરોપીએ સ્વીકારી હતી બોડી પાર્ટ્સ ખાવાની વાત
કોલ્હાપુરના મક્કડવાલા વસાહત વિસ્તારમાં આ ઘટના 28 ઓગસ્ટ 2017માં થઈ હતી. ચાર્જશીટ પ્રમાણે સુનીલે તેની 62 વર્ષની માતાની ચપ્પુ મારીને હત્યા કરી હતી. વૃદ્ધ મહિલાની લાશ અલગ અલગ ટુકડામાં કાપેલી મળી હતી. દરેક હિસ્સા પર મીઠું-મરચું ભભરાવમાં આવ્યું હતું. પોલીસે જ્યારે સુનીલની ધરપકડ કરી ત્યારે તેના મોઢામાંથી લોહી ટપકતું હતું. ત્યાર પછી તેણે માતાનાં અંગ ખાધાં હોવાની વાત સ્વીકારી હતી.

સુનીલને દારૂ પીવાની આદત હતી અને ઘટના પહેલાં તેણે તેની માતા પાસે દારૂ પીવાના પૈસા માગ્યા હતા. માતાએ પૈસા આપવાની ના પાડતાં તેણે ગુસ્સામાં તેની હત્યા કરી દીધી હતી.
સુનીલને દારૂ પીવાની આદત હતી અને ઘટના પહેલાં તેણે તેની માતા પાસે દારૂ પીવાના પૈસા માગ્યા હતા. માતાએ પૈસા આપવાની ના પાડતાં તેણે ગુસ્સામાં તેની હત્યા કરી દીધી હતી.

દારૂ માટે પૈસા ના આપ્યા હોવાથી કરી હત્યા
તપાસમાં સામે આવ્યું છે કે સુનીલને દારૂ પીવાની આદત હતી અને ઘટના પહેલાં તેણે તેની માતા પાસે દારૂ પીવાના પૈસા માગ્યા હતા. માતાએ પૈસા આપવાની ના પાડતાં તેણે ગુસ્સામાં માતાની હત્યા કરી દીધી હતી. ત્યાર પછી આરોપીએ માતાના ડાબા હિસ્સાને કાપ્યો અને એમાંથી હૃદય, કિડની અને આંતરડાં કાઢીને રસોડામાં મૂક્યાં અને એના પર મીઠું-મરચું ભભરાવીને ખાવા લાગ્યો હતો. આ કેસમાં 12 લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં, જેમાં આરોપીના સંબંધીઓ અને પડોશીઓ પણ સામેલ છે. દરેકે જણાવ્યું કે દારૂ પીધા પછી આરોપી આઉટ ઓફ કંટ્રોલ થઈ જતો હતો.

અન્ય સમાચારો પણ છે...