• Gujarati News
  • National
  • Maharashtra's Health Minister Says Second Wave Won't Happen, Oxygen And ICU Will Not Be Needed

ડિસેમ્બરમાં આવશે ત્રીજી લહેર:મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- બીજી લહેર જેવી સ્થિતિ નહીં સર્જાય, ઓક્સિજન અને ICUની જરૂર નહીં પડે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ડિસેમ્બરમાં આવી શકે છે તેમ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે. તેમણે બુધવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં ત્રીજી લહેર તો આવશે, પણ તે બીજી લહેર જેવી નહીં હોય. રાજ્યમાં વેક્સિનેશનનું પ્રમાણ વધારે છે અને માટે ત્રીજી લહેર ઘણી જ સામાન્ય રહે તેવી આશા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે થર્ડ વેવ સમયે મેડિકલ ઓક્સિજન અને ICU બેડની કોઈ જરૂર રહેશે નહીં. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે લહેર સમયાંતરે તેની ચોક્કસ ફ્રીક્વન્સીમાં આવે છે. પ્રથમ વેવ સપ્ટેમ્બર 2020માં આવી હતી. બીજી લહેર 2021માં આવી હતી. હવે ત્રીજી લહેર ડિસેમ્બરમાં આવવાની શક્યતા છે. ​​​​​​​

મહારાષ્ટ્રમાં 80 ટકાથી વધારે લોકો વેક્સિનેટ થયા
ટોપેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 80 ટકાથી વધારે લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. તેને ખૂબ જ ઝડપથી ડ્રાઈવ કરવામાં આવી રહ્યું છે. કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે વેક્સિનેશને મહત્વની ભૂમિકા ભજવી છે. આ અગાઉની તુલનામાં સંક્રમણ ઓછું છે અને મૃત્યુ દર શૂન્યની નજીક છે.

સતત ત્રીજા દિવસે 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે સક્રિય કેસ 10 હજારથી નીચે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્રથી જ શરૂ થઈ હતી. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યું પ્રમાણે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 766 નવા કેસ મળ્યા છે. જ્યારે 19 જેટલા લોકોના મોત થયા છે. ​​​​​​​

ત્રીજી લહેરની શક્યતા ઓછીઃ ગુલેરિયા
​​​​​​​
બીજી બાજુ દિલ્હી એઈમ્સના વડા રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે એવી દહેશત ઘણી ઓછી છે કે દેશમાં પ્રથમ અને બીજી લહેરની માફક કોરોનાની ત્રીજી લહેર આવશે. તેમણે કહ્યું કે જે રીતે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તેને જોતા સ્પષ્ટ દેખાય છે કે વેક્સિનથી લોકોને સુરક્ષા મળી રહી છે. અત્યારે બુસ્ટર ડોઝની જરૂર નથી.