મહારાષ્ટ્રના સોલાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પૌત્રએ પોતાની દાદીની એટલા માટે હત્યા કરી નાખી, કેમ કે તેની દાદી લગ્નમાં અડચણ ઊભી કરતાં હતાં. પૌત્રની ઈચ્છા લગ્ન કરવાની હતી, પરંતુ દાદી યુવતીઓને જોઈને રિજેક્ટ કરી દેતાં હતાં.
આ ઘટના સોલાપુરના જોડભવી પેઠના આદર્શ નગર સોસાયટીની છે. લગ્ન માટે થઈને દાદીની હત્યાનો કિસ્સો સાંભળીને આજુબાજુના લોકો ચકિત થઈ ગયા છે. સોમવારે થયેલી આ ઘટના પછી 25 વર્ષના આરોપી પૌત્રની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કડક પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
દાદીએ અનેક યુવતીને જોઈને રિજેક્ટ કરી
તપાસમાં સામે આવ્યું છે કે આદર્શ નગરમાં રહેતાં મલનબી હસન નદાફ નામનાં વૃદ્ધ મહિલાએ પોતાના પૌત્ર સલીમ નદાફને લગ્ન માટે કર્ણાટકથી ઘરે બોલાવ્યો હતો. દાદીના કહ્યા બાદ સલીમે કેટલીક છોકરીને જોઈ, જેમાંથી કેટલીક યુવતી તેને પસંદ પણ આવી હતી, પરંતુ લગ્નની વાત આગળ વધે એ પહેલાં જ દાદી તે યુવતીઓને રિજેક્ટ કરી દેતાં હતાં. સલીમને લાગી રહ્યું હતું કે તેનાં દાદીએ તેને પરેશાન કરવા માટે કર્ણાટકથી અહીં બોલાવ્યો છે.
દાદીને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તેમને જીવ ન છોડ્યો
આ કારણે સોમવારે તે રોષે ભરાયો અને દાદી પાસે પહોંચીને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો. મામલો એટલી હદે વધી ગયો કે તેને ડંડાથી દાદી પર હુમલો કરી દીધો અને તેમને ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી તેમનું મોત ન નીપજ્યું. દાદીને મારતો હતો એ સમયે તે વારંવાર બોલતો હતો, 'તમે મારા લગ્નની વ્યવસ્થા કેમ નથી કરતાં? તમે મને કર્ણાટકથી અહીં કેમ બોલાવ્યો છે?'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.