તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Maharashtra Ranks Third In The World In New Cases; Everything Except Essential Services Will Be Closed In Pune, Banning Outsiders From Entering The BMC Office

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર કોરોના LIVE:નવા કેસોમાં મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબર પર; પુણેમાં જરૂરી સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે, BMCની ઓફિસમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

મુંબઈ6 દિવસ પહેલા
  • મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55,469 નવા કેસ નોંધાયા
  • મુંબઈમાં જો 5થી વધુ દર્દી મળી આવશે તો સમગ્ર બિલ્ડિંગને સીલ કરવામાં આવશે

નવા કેસોની દૃષ્ટિએ મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આ અંગે હવે બ્રાઝિલ અને અમેરિકા જ એનાથી આગળ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55,469 નવા કેસ નોંધાયા છે. 34,256 સાજા થયા, જ્યારે 297 લોકો મૃત્યુ પામ્યા છે. નવા કેસમાં આ બીજો સૌથી મોટો આંકડો છે. આ અગાઉ 4 એપ્રિલે 57,074 કેસ નોંધાયા હતા.

રાજયમાં અત્યારસુધીમાં 31.13 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 25.83 લાખ લોકો સાજા થયા છે. હાલમાં 4 લાખ 72 હજાર 283 દર્દીની સારવાર ચાલી રહી છે. કુલ એક્ટિવ કેસ મામલે મહારાષ્ટ્ર દુનિયામાં 10માં નંબર પર છે.

નવા કેસમાં ટોપ-3

બ્રાઝિલ

82,869

અમેરિકા

62,283

મહારાષ્ટ્ર

55,469

પુણે અને પિંપરીમાં જરૂરી સેવાઓ સિવાયનું બધું જ બંધ થશે
પુણે અને પિંપરી ચિંચવાડમાં 10થી 30 એપ્રિલ સુધી જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ દુકાનો, શોપિંગ મોલ્સ, જિમ, સલૂન, સ્પા, બ્યૂટીપાર્લર, ઉદ્યાનો અને મેદાન બંધ રહેશે. બંને શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર સુધી સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી પાંચથી વધુ લોકોને બહાર નીકળવાની મંજૂરી નથી. 6 વાગ્યા પછી સખત લોકડાઉનનો આદેશ પહેલાંની જેમ જ છે.

આ સેવાઓને ખુલ્લી રાખવાની મંજૂરી
પુણેમાં ખૂબ જ જરૂરી સેવાઓ અને એનાથી સબંધિત દુકાનો, હોસ્પિટલ, મેડિકલ, મેડિકલ ઇન્શ્યોરન્સ ઓફિસ, દવાની કંપનીઓ, શાક-માર્કેટ, કિરાણા સ્ટોર્સ, શાક-ફળની દુકાનો, ડેરી, બેકરી, સ્વીટ માર્ટ, બસ, કેબ, રિક્ષા, રેલવે સ્ટેશન, ટ્રાન્સપોર્ટ, ઇ-કોમર્સ, આઇટી સેવા, સમાચાર-પત્ર ઓફિસ અને પેટ્રોલ પંપ ખુલ્લા રાખવામાં આવ્યાં છે.

તમામ ખાનગી ઓફિસને તેમના તમામ કર્મચારીઓને કેવિડ વેક્સિન આપવાની શરતે અથવા દર 15 દિવસમાં RT-PCR ટેસ્ટ કરાવવાની શરતે અઠવાડિયા દરમિયાન સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાની બહાર સૂમસામ છે. સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓનું અહીં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાની બહાર સૂમસામ છે. સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓનું અહીં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

BMCમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ તેની મુખ્ય ઓફિસ અને શહેરની અન્ય કચેરીઓમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. BMCએ પરિપત્રમાં જણાવ્યું છે કે જે લોકો ખૂબ મહત્ત્વના કામથી આવનારા અને પહેલેથી નક્કી બેઠકોમાં ભાગ લેનારાઓ સિવાય BMC ઓફિસ પર કોઈને પણ આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

24 કલાકમાં BMCને આપવો પડશે ટેસ્ટ રિપોર્ટ
મુંબઈ કોરોના ટેસ્ટિંગ અંગે BMCએ નવી ગાઈડલાઇન જાહેર કરી છે. હવે લેબને RT-PCR ટેસ્ટ રિપોર્ટ અને પ્રાઈવેટ હોસ્પિટલોએ રેપિડ એન્ટિજન ટેસ્ટ રિપોર્ટની જાણકારી 24 કલાકની અંદર BMCએ આપવી પડશે. આવું નહીં કરવા પર તેમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે.

શરદી-તાવનાં લક્ષણવાળા દર્દીઓનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાશે
બૃહન્મુંબઈ મ્યુનિસિપાલિટી (BMC)એ જણાવ્યું હતું કે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં શરદી-તાવ જેવાં લક્ષણોવાળા ગંભીર દર્દીઓની ઝડપી એન્ટિજન તપાસ (RAT)કરાવી શકાય છે, પરંતુ લક્ષણો વગરના દર્દીઓની આની તપાસ કરવામાં આવશે નહીં. RAT તપાસથી કોરોનાવાયરસના સંક્રમણને ઝડપથી જાણ થાય છે.

મુંબઈમાં વેક્સિનેશન અંગે જાગ્રત કરતા એક દીવાલ પેઇન્ટિંગની નજીકથી પસાર થતી એક વ્યક્તિ.
મુંબઈમાં વેક્સિનેશન અંગે જાગ્રત કરતા એક દીવાલ પેઇન્ટિંગની નજીકથી પસાર થતી એક વ્યક્તિ.

ઓક્ટોબર બાદ મુંબઈમાં સૌથી વધુ મોત
મંગળવારે મુંબઇમાં કોરોનાના 10,030 નવા કેસ નોંધાયા હતા અને મહામારીને કારણે 31 વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મુંબઈમાં ઓક્ટોબર બાદ એક જ દિવસમાં મૃત્યુ પામેલા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. BMCના આંકડા મુજબ શહેરમાં અત્યારસુધીમાં 4 લાખ 72 હજાર 332 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ 82 હજાર દર્દીઓ સાજા થયા છે. 11,828 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 77,495 દર્દીની સારવાર ચાલી રહી છે.

કોલ્હાપુરમાં બહારના લોકોનો RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
કોલ્હાપુર જિલ્લા વહીવટી તંત્રે બહારથી આવનારા તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. કોલ્હાપુરના કલેક્ટર દૌલત દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ-19નો વ્યાપ હજુ ઓછો છે, પરંતુ પુણે, સાંગલી અને સતારા જેવા પડોશી જિલ્લામાં કોરોનાના વધુ કેસો જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોલ્હાપુર જિલ્લામાં આવવા માગતા લોકોએ આગમનના 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને 'નેગેટિવ' રિપોર્ટ સાથે લાવવો પડશે.

શિવભોજન થાળી હવે ફક્ત પાર્સલ મળશે
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 5 રૂપિયામાં મળતી 'શિવભોજન' થાળી હવે ફક્ત પાર્સલમાં મળશે. મહારાષ્ટ્રના અન્નમંત્રી છગન ભુજબળે કહ્યું હતું કે પાર્સલ હોવા છતાં પ્લેટની કિંમત માત્ર 5 રૂપિયા જ રહેશે.

સરકારના નવા આદેશ બાદ મુંબઈના તમામ મલ્ટિપ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યાં છે. મુંબઇની એક મલ્ટિપ્લેક્સની બહાર કેટલાક ગાર્ડ બેઠા છે.
સરકારના નવા આદેશ બાદ મુંબઈના તમામ મલ્ટિપ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યાં છે. મુંબઇની એક મલ્ટિપ્લેક્સની બહાર કેટલાક ગાર્ડ બેઠા છે.

આગામી સપ્તાહમાં બંધ રહેશે બોમ્બે હાઇકોર્ટ
આગામી સપ્તાહે મહારાષ્ટ્રમાં 12, 13 અને 14 એપ્રિલે ગુડ્ડી પડવો અને બીઆર આંબેડકર જયંતીની રજા છે. હવે રાજ્યમાં ખાસ રીતે મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતાં બોમ્બે હાઈકોર્ટે આગામી બે દિવસ સુનાવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર બાદ શનિવાર અને રવિવારે રજા રહેશે. એનો અર્થ છે કે હાઇકોર્ટમાં 12 એપ્રિલથી શરૂ થનારા આખા સપ્તાહમાં સુનાવણી નહીં થાય.

મુંબઈમાં જો 5થી વધુ દર્દી મળી આવશે તો બિલ્ડિંગને સીલ કરાશે
BMCએ પાંચથી વધુ સંક્રમિત દર્દીઓવાળી કોઈપણ હાઉસિંગ સોસાયટીને સીલ કરવાનો નિર્ણય લીધો છે. BMCએ નિયમોનું ઉલ્લંઘન કરતી સહકારી હાઉસિંગ સોસાયટી પર 10,000 રૂપિયા દંડ લગાવવાની ચેતવણી આપી છે. સીલ કરવામાં આવેલા બિલ્ડિંગના એન્ટ્રી ગેટ પર પોલીસકર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો