તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maharashtra Pune Picnic Murder Case Update; Mother Son Dead Bodies Found Father Missing

રહસ્યમય મોત:પિકનિક કરવા ગયો હતો પરિવાર, અલગ-અલગ જગ્યાએથી મળી મા-દિકરાની લાશ, પતિ બે દિવસથી ગાયબ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણેય રવિવારે એક ભાડે ગાડી કરીને ફરવા ગયા હતા - Divya Bhaskar
ત્રણેય રવિવારે એક ભાડે ગાડી કરીને ફરવા ગયા હતા
  • મૃતદેહ મળ્યા તે સ્થળ અને હત્યાનું સ્થળ અલગ અલગ હોવાની પોલીસને શંકા

મહારાષ્ટ્રના પુણેમાંથી ખૂબ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં મંગળવારે પિકનિક પર ગયેલા એક પરિવારના 3 માંથી 2 સભ્યોની હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં એક મહિલા અને તેનો 10 વર્ષનો દિકરો સામેલ છે. બંનેના મૃતદેહો અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા છે. મહિલાનો પતિ હજી ગાયબ છે.

મંગળવારે સાંજે એક ગ્રામીણે બંનેના મૃતદેહો જોયા અને પોલીસને તેની માહિતી આપી છે. મૃતકોમાં આયાન શેખ અને તેની માતા આલિયા આબિદ શેખ સામેલ છે. બંનેના મૃતદેહો પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આલિયાનો મૃતદેહ સાસવડ વિસ્તારમાંથી મળી આવ્યો છે અને તેમની કાર પુણે-સતારા રોડ પર મળી આવી છે. તેનાથી થોડે આગળ કાત્રજ ટનલ પાસેથી આયાનનો મૃતદેહ મળી આવ્યો છે. બંનેની ખૂબ દર્દનાક રીતે હત્યા કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મહિલાનો પતિ હજી પણ ગાયબ છે.

ધારદાર હથિયારથી મા-દિકરાની હત્યા કરાઈ છે
ધારદાર હથિયારથી મા-દિકરાની હત્યા કરાઈ છે

બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો
પુણે ગ્રામણીના અપર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ મિલિંદ મોહિતના જણાવ્યા પ્રમાણે આ કેસમાં સાસવડ અને ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પુણેના ધાનોરી વિસ્તારમાં રહેતા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સસૂન હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. મહિલાએ ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેરી છે. અપર પોલીસ સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું છે કે, જ્યાં બંનેના મૃતદેહો મળ્યા છે ત્યાં લોહીના કોઈ નિશાન મળ્યા નથી. એટલે એવું લાગે છે કે બંનેની હત્યા બીજે ક્યાંક કરવામાં આવી છે અને મૃતદેહો અહીં ફેંકી દેવામાં આવ્યા છે.

ઘટના પછીથી મહિલાનો પતિ ગાયબ
મોહિતે વધુમાં જણાવ્યું કે, તેમની કાર પુણે-સતારા રોડમાં એક સિનેમા હોલ પાસેથી મળી આવી છે. આ બંને કોની સાથે ગયા હતા અને ત્યાં શુ થયું હતું પોલીસ તે વિશે તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાનો પતિ આબિદ શેખ એક પ્રાઈવેટ કંપનીમાં બ્રાન્ચ મેનેજર છે. ત્રણેય રવિવારે એક બ્રેઝા ભાડે કરીને પિકનિક માટે ગયા હતા. આબિદનો ફોન બંધ છે અને તે ગુમ છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.