• Gujarati News
  • National
  • Attempt To Drive A Car On A Traffic Constable After Tearing Up A Challan Of Rs 400 In Pune, Dragging Tingadi On The Bonnet For 800 Meters

કાર ચાલકની દાદાગીરી:પુનામાં 400 રૂપિયાનું ચલાન ફાડવા પર ટ્રાફિક કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાની કોશિશ, બોનેટ પર ટીંગાડીને 800 મીટર સુધી ઘસેડ્યો

પુના2 મહિનો પહેલા

મહારાષ્ટ્રના પુનામાં એક કાર ડ્રાઈવરે એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને કારના બોનેટ પર ટીગાડીને લગભગ 800 મીટર સુધી ઘસેડ્યો. આ ઘટનાનો વીડિયો પ્રકાશમાં આવ્યા પછી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેની પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા અને ઓન ડ્યુટી એક કર્મચારીનો જીવ સંકટમાં મુકવા અને હત્યાનો પ્રયાસ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

શનિવારે બનેલી આ ઘટના પુનાના મુંડવા વિસ્તારની છે. મુંડવા પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ શેષરાવ જયભાવ તેના કેટલાક સાથીઓની સાથે બપોરે ડ્યુટી પર તહેનાત હતો. આ દરમિયાન હડપસરનો રહેનારો પ્રશાંત શ્રીધર કાંતાવર(43) તેની કારને ઝડપથી ભગાવતો જોવા મળ્યો. તેને જોઈને કોન્સ્ટેબલ શેષરાવે હાથ બતાવીને તેને ઉભો રાખવાની કોશિશ કરી. શ્રીધરે કાર તો રોકી દીધી, જોકે કોન્સ્ટેબલને જોઈને કહ્યું એક પણ કોન્સ્ટેબલ બરાબર નથી, બધા અહીં પૈસા લેવા માટે જ ઉભા છે.

કારથી કચડવાની કોશિશ કરી
આ અંગે કોન્સ્ટેબલ શેષરાવે તેની પાસે પેપર માંગ્યા. ન બતાવવા પર 400 રૂપિયાનું ચલાન ફાડ્યું. કોન્સ્ટેબલ ચલાન આપે તે પહેલા જ કાર ડ્રાઈવરે કારને આગળ લઈ લીધી. તેને આમ કરતો જોઈને કોન્સ્ટેબલ કારની આગળ ઉભો રહી ગયો. આટલુ કરવા છતા કાર ડ્રાઈવર ન અટક્યો અને તેણે કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાની કોશિશ કરી. જોકે જીવ બચાવવા માટે કોન્સ્ટેબલે કારના બોનેટ પર કૂદકો માર્યો હતો. કાર ડ્રાઈવરે આ જ સ્થિતિમાં કોન્સ્ટેબલને લગભગ 800 મીટર સુધી ઘસેડ્યો. બાદમાં કોન્સ્ટેબલ કારની નીચે પડ્યો અને કાર ડ્રાઈવર કાર લઈને ફરાર થઈ ગયો.

ઘટનાના બે દિવસ પછી ધરપકડ થઈ
ફરાર થયા પછી બે દિવસ સુધી પોલીસ કાર ડ્રાઈવર શ્રીધરને શોધતી રહી અને અંતે સોમવારે સાંજે તેની ધરપકડ કરી. ધરપકડ પછી શ્રીધરે કહ્યું છે કે તેણે ભૂલથી આમ કર્યું હતું. હાલ તે એક દિવસની કસ્ટડીમાં છે અને પોલીસે તેની પર હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...