• Gujarati News
  • National
  • Maharashtra Political Crisis Supreme Court Update; CJI Says Don't Take A Decision On The Disqualification Petition Of Shiv Sena MLAs

ઉદ્ધવ જૂથને સુપ્રીમ કોર્ટથી અત્યારે રાહત:CJIએ કહ્યું- વિધાનસભા અધ્યક્ષ શિવસેના ધારાસભ્યોની અયોગ્યતા વાળી અરજી પર નિર્ણય ના લો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં રાજકિય સંકટ વિશે 21 દિવસ પછી સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. ધારાસભ્યોની અયોગ્યતા વિશે દાખલ કરવામાં આવેલી અરજી વિશે CJI એનવી રમનાએ કહ્યું છે કે, હાલ સ્પીકર આ વિશે કોઈ નિર્ણય નહીં લે. કોર્ટનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ કાર્યવાહી રોકાયેલી રહેશે. તે માટે બેન્ચ બનાવવામાં આવશે, કોર્ટે રાજ્યપાલ તરફથી રજૂ કરેલી એસજીને કહ્યું કે, નવનિયુક્ત વિધાનસભા અધ્યક્ષને આ આદેશ આપવામાં આવે.

મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રધાન સચિવ રાજેન્દ્ર ભાગવતેSCમાં જવાબ દાખલ કર્યો છે કે, 3 જુલાઈએ રાહુલ નાર્વેકરને વિધાનસભા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. હવે તેમણે અયોગ્યતાનો મુદ્દો જોવાનો છે. આ સંજોગોમાં ડેપ્યુટી સ્પીકર તરફથી આપવામાં આવેલી નોટિસને પડકારતી ધારાસભ્યોની અરજીને સુપ્રીમ કોર્ટમાંથી પતાવી દે અને નવા સ્પીકરને અયોગ્યતા પર નિર્ણય કરવા દે,

ડેપ્યુટી સ્પીકરે આપી હતી એફિડેવિટ
બીજી બાજુ સુનાવણી પહેલાં ડેપ્યુટી સ્પીકર નરહરી જિરવાલાએ એફિડેવિટ રજૂ કરી હતી. જિરવાલાએ કહ્યું- 16 બળવાખોર ધારાસભ્યોને 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ તેમણે 24 કલાકમાં જ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 26 જૂને સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે ગ્રુપના 16 ધારાસભ્યોની સભ્યતા રદ કરતી નોટિસની સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે ડેપ્યુટી સ્પીકર, શિવસેના, કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર પોલીસને જવાબ દાખલ કરવા કહ્યું હતું.

શિવસેનાના દરેક 53 ધારાસભ્યોને કારણ દર્શક નોટિસ
મહારાશષ્ટ્ર વિધાનસભા સચિવ રાજેન્દ્ર ભાગવતે શિવસેનાના દરેક 53 ધારાસભ્યોને કારણ દર્શક નોટિસ જાહેર કરી છે. આ નોટિસ શિવસેનાના બંને જૂથ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે જાહેર કરવામા આવી હતી. ધારાસભ્યોને એક સપ્તાહ પહેલાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. શિવસેનાના 39 ધારાસભ્યો એકનાથ શિંદેના સમર્થનમાં છે. જ્યારે 14 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે સાથે છે. શિંદે ભાજપના સમર્થનથી સીએમ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...