• Gujarati News
  • National
  • Maharashtra Police Constable Exam 2021; Hi Tech Munna Bhai Caught By Police In Pune Pimpri Chinchwad

માસ્કને જ બનાવી દીધો મોબાઈલ!:મહારાષ્ટ્રમાં LRD ભરતીની પરીક્ષામાં ચોરી કરવાની ગજબ ટ્રીક, માસ્કમાં જ સીમ-બેટરી ફીટ કર્યા, પોલીસના હાથમાં માસ્ક પકડાવીને વિદ્યાર્થી ભાગી ગયો

6 દિવસ પહેલા

પુણે અને પિંપરી-ચિંચવાડ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલોની ભરતી માટે શુક્રવારે લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા દરમિયાન એક હાઈટેક મુન્નાભાઈ એટલે કે નકલબાજને પોલીસે એક્ઝામિનેશન સેન્ટરમાં જતા પહેલા જ પકડી લીધો. તેણે માસ્કની અંદર એક હિયરિંગ ડિવાઈઝ લગાવામાં આવ્યું. આ ડિવાઈઝમાં એક બેટરી એક કેમેરો અને એક સિમ કાર્ડ સેટ ઈનબિલ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તે ફોટો લાવવાના બહાને ત્યાંથી ભાગી છુટ્યો. હાલ તેની શોધખોળ ચાલુ છે.

ઘટના હિંજેવાડીના બ્લૂ રિચ સેન્ટરની છે. પિંપરી ચિંચવાદના પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે જણાવ્યું કે શુક્રવારે 720 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી માટે 80 કેન્દ્રો પર લેખિત પરીક્ષા યોજાઈ હતી. દરેક કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતાં. આ પરીક્ષામાં લગભગ 1.89 લાખ ઉમેદવાર સામેલ થયા હતા.

માસ્ક જોઈને કોન્સ્ટેબલને શંકા ગઈ હતી
કમિશ્નરે જણાવ્યું કે અમે આ પ્રમાણેની ચોરી માટે એક અલગ ટીમ બનાવી હતી. ટીમ ચેકિંગની સાથે-સાથે તેનું વીડિયો શુટ પણ કરી રહી હતી અને તે દરમિયાન જ અમે તે મુન્નાભાઈને ઝડપ્યો. માસ્તને જોઈને ચેકિંગ માટે ઘટનાસ્થળે ઉભેલા એક કોન્સ્ટેબલને શંકા ગઈ અને આરોપીને રોકી લીધો હતો.

આવી રીતે પકડાયો હાઈટેક મુન્નાભાઈ

માસ્કમાં કેવી રીતે ડિવાઈઝ લગાવ્યું છે તે દર્શાવતા પોલીસ અધિકારી
માસ્કમાં કેવી રીતે ડિવાઈઝ લગાવ્યું છે તે દર્શાવતા પોલીસ અધિકારી

પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે અમે લેખિત પરીક્ષા પહેલા અંદર જતા આરોપીને અટકાવ્યો હતો અને જો શંકા જતા માસ્ક ઉતારવા જણાવ્યું હતું. ત્યારબાદ તેણે એડમિટ કાર્ડમાં ફોટો લગાવા અને પેન લાવવાનું બહાનું કાઢીને ત્યાથી ચાલી ગયો હતો. જ્યારે તે લાંબા સમય સુધી ન આવ્યો તો ડ્યૂટી પર હાજર એક સબ ઈન્સપેક્ટરને તેના માસ્કને સ્પર્શ કર્યો તો તે હાર્ડ નજરે આવ્યું. ત્યાર બાદ માસ્કની અંદરની લેયરને હટાવ્યું અને તેના અંદર એક મોબાઈલ ફોન પેનલ બેટરી સાથે ફિટ હતો.

સિમ કાર્ડથી આરોપીની ઓળખાણ થઈ
પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે જણાવ્યું કે અમે આરોપીની ખૂબ જ નજીક છે. માસ્કમાં લાગેલા સિમ કાર્ડથી તેની ઓળખાણ થઈ ગઈ છે. અમે ઈચ્છીએ છીએ તે આત્મસમર્પણ કરી દે તેથી તેની સજા ઓછી થઈ શકે. માસ્કની અંદરથી એક સિમ કાર્ડ, બેટરી અને કેમેરો મળ્યો છે. તેને જોઈને એવું લાગે છે કે આ એક્ઝામ દરમિયાન તે તસવીરો બહાર મોકલતો અને ત્યાથી સોલ્વર તેના કાનમાં જવાબ આપતો. માસ્કમાં આવું ડિવાઈઝ ફિટ કરવાની ઘટના પહેલીવાર જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...