તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ્ફી માટે અત્યાચાર:ખેતરમાં સંતાયેલા દીપડાના બચ્ચાને પકડ્યું, કોઈએ પગ ખેંચતાં ફોટો પડાવ્યો તો કોઈએ ગળું પકડીને દબોચ્યું

એક મહિનો પહેલા
  • વન વિભાગે પહોંચીને દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડ્યું

વીડિયો ડેસ્ક: મહારાષ્ટ્રના નાસિકમાં કેટલાક યુવકોએ ખેતરમાં છુપાયેલા દીપડાના બચ્ચાને પકડી તેની સાથે સેલ્ફી લીધી હતી. દીપડાના બચ્ચાને પકડ્યા બાદ તેમણે તેને હેરાન કરવામાં પણ કંઈ બાકી નહોતું રાખ્યું. કેટલાક યુવકોએ તેને ગરદનથી પકડીને દબોચીને ફોટો પાડ્યા હતા તો કેટલાકે તેનો પગ પણ ખેંચ્યો હતો. દીપડાના બચ્ચાને આ રીતે હેરાન કરતા હોય તેવો વીડિયો સામે આવતાં જ જીવદયાપ્રેમીઓમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમણે વીડિયોના આધારે અબોલ જીવ પર આવો અત્યાચાર કરનાર પર આકરાં પગલાં ભરવાની માંગ પણ કરી હતી. ચારથી પાંચ મહીનાના આ દીપડાના બચ્ચાને પકડી સેલ્ફી લઈ સોશીયલ મીડીયા પર પોસ્ટ કરતા તસવીર વાયરલ થઈ હતી. જો કે ગામના જાગૃત લોકોએ વન વિભાગને જાણ કરતાં ટીમે આ દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું. આ મામલે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરાઈ છે. નાસિકનો નીફાડ વીસ્તાર શેરડીની ખેતી માટે જાણીતો છે. અહીં અવારનવાર દીપડા આવી ચડતા હોય છે. શેરડીના ખેતરોમાં છુપાયેલા દીપડા મોકો મળતાં જ મનુષ્ય પર હુમલો પણ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો