10 વર્ષ પહેલાં કિડનેપ થયેલી છોકરી પરિવારને મળી:ઘરથી માત્ર 500 મીટર દૂર હતી, પરંતુ ખબર જ ના પડી; જૂના સમાચારોથી બધુ યાદ આવ્યું

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2013, જાન્યુઆરીનો મહિનો હતો. 22 તારીખે સ્કૂલ જતી વખતે 7 વર્ષની બાળકીને કોઈએ કિડનેપ કરી લીધી હતી. પરિવારે ખૂબ શોધી, પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી. પોલીસ વર્ષો સુધી બાળકીને શોધતા રહ્યા પરંતુ તે ના મળી. આ દરમિયાન સરકારી રેકોર્ડમાં તેની ઓળખ મિસિંગ ગર્લ નંબર 166 થઈ ગઈ.

વર્ષ 2022માં હવે તે બાળકી 16 વર્ષની થઈ ગઈ છે. તેને તેના પરિવારથી અલગ થયે 9 વર્ષ થઈ ગયા. મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં તે તેના ઘરથી 500 મીટર દૂર જ હતી પરંતુ તેને આ વાતની ખબર જ નહતી. અંતે 4 ઓગસ્ટ 2022ના રોજ રાતે 8.20 વાગે તે તેના પરિવારને મળી હતી.

આ બાળકી 9 વર્ષ સુધી તેની ઓળખાણ માટે ઝઝુમતી રહી. એક માણસે સંતાનની લાલચમાં તેનું સ્કૂલની બહારથી અપહરણ કરી લીધું હતું. જ્યારે તે વ્યક્તિને પોતાનું બાળક થયું ત્યારે તેણે આ છોકરી સાથે કામવાળી જેવું વર્તન શરૂ કર્યું. આરોપીની પત્ની છોકરી સાથે મારઝૂડ કરતી હતી. આ દરમિયાન આરોપીએ નશામાં કહી દીધું કે, તે એની છોકરી નથી, અને તેને ઉપાડીને લાવ્યા છે.

9 વર્ષ પહેલાં સ્કૂલ પાસેથી અપહરણ કર્યું
મુંબઈની સાત વર્ષની પૂજા ગૌડા 22 જાન્યુઆરી 2013ના રોજ તેના ભાઈની સાથે સ્કૂલ જતી હતી. આ દરમિયાન ભાઈ-બહેનમાં પોકેટમની માટે ઝઘડો થયો. આરોપી જોસેફ ડિસુજાએ સ્કૂલ પાસે છોકરીને ફરતી જોઈ હતી. તે અને તેની પત્ની સોની ઘણાં સમયથી બાળક માટે તરસતા હતા. તેથી તેમણે જ આ બાળકીને કિડનેપ કરી લીધી.

સજાના ડરથી પૂજાને કર્ણાટક મોકલી દીધી
પોલીસે તપાસ શરૂ કર્યા પછી મીડિયામાં પણ સમાચાર આવવા લાગ્યા હતા અને સ્થાનિક લોકોએ પૂજાને શોધવા કેમ્પેઈન ચલાવ્યું હતું. આરોપી ડિસુજાને ડર હતો કે જો બાળકીને બધા શોધી લેશે તો તેના અને તેની પત્ની માટે મુશ્કેલી ઉભી થઈ જશે. તેથી તેણે પૂજાને કર્ણાટક રાયચૂરમાં એક હોસ્ટેલમાં રહેવા મોકલી દીધી હતી.

પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતી પૂજા અને તેની માતા, 4 ઓગસ્ટ 2022ના રોજ બંને 9 વર્ષ અને 7 મહિના પછી મળ્યા.
પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતી પૂજા અને તેની માતા, 4 ઓગસ્ટ 2022ના રોજ બંને 9 વર્ષ અને 7 મહિના પછી મળ્યા.

તેમને પોતાનું બાળક થયું તો પૂજા સાથે નોકરી કરાવવા લાગ્યા
2016માં ડિસુજા અને સોનીના ઘરે બાળકનો જન્મ થયો. બે બાળકોનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ હતો તેથી ડિસુજાએ પૂજાને કર્ણાટકથી પરત બોલાવી લીધી. ત્યારપછી તેઓ પૂજા સાથે બેબી સીટિંગની નોકરી કરાવવા લાગ્યા હતા. તેઓ અંધેરી (પશ્ચિમ)ની તે જ ગિલ્બર્ટ હિલ વિસ્તારમાં આવીને રહેવા લાગ્યા જ્યાં પૂજાનું અસલી ઘર હતું.

ડીએન નગરના સીનિયર ઈન્સપેક્ટર મિલિંદ કુર્દેએ જણાવ્યું કે, ડિસુજાને એવું લાગતું હતું કે, છોકરી મોટી થઈ ગઈ હોવાથી હવે તેને કોઈ નહીં ઓળખી શકે. તેના ગુમ થયા પોસ્ટર્સ પણ હટી ગયા હતા. તેમણે છોકરીને પણ કહી દીધું કે આસપાસના લોકો સાથે બહુ વાત નહીં કરવાની.

પૂજાના કાકાએ જણાવ્યું કે, ડિસુજાની પત્ની તેની સાથે મારઝૂડ કરતી હતી. ડિસુજાએ એક દિવસ દારૂના નશામાં તેને કહ્યું હતું કે, 2013માં તને ક્યાંકથી ઉઠાવી લાગ્યા હતા. આ વાતથી પૂજાને ખ્યાલ આવ્યો કે આ તેના અસલી માતા-પિતા નથી. પરંતું એ ડિસુજા અને તેની પત્નીથી એટલી ડરતી હતી કે તેને ત્યાંથી કેવી રીતે ભાગવું તે ખબર નહતી પડતી.

ગૂગલ પર જૂના આર્ટિકલથી પોતાની જાતને ઓળખી
ડિસુજા અને તેની પત્ની પૂજા સાથે બહાર પણ બેબી સીટિંગનું કામ કરાવતા હતા. જે ઘરમાં પૂજા 7 મહિનાથી બેબી સીટિંગનું કામ કરતી હતી ત્યાં કામ કરતી અન્ય હાઉસ હેલ્પ મહિલાએ પૂજાની મદદ કરી હતી. પૂજાની વાત સાંભળ્યા પછી મહિલાએ ગૂગલ પર છોકરીનું નામ, મિસિંગ અને ડિસુજા નામ લઈને સર્ચ કર્યું. જેથી તે સમયે પૂજાને શોધવાના કેમ્પેઈન વાળા આર્ટિકલ મળ્યા હતા.
પૂજાના અંકલે જણાવ્યું કે, તે આર્ટિકલ્સમાં પૂજાએ તેની તસવીર જોયા પછી પૂજાને બધુ યાદ આવી ગયું હતું. તેને તેનું ઘર પણ યાદ આવી ગયું હતું જે નજીકમાં જ હતું. પૂજાને મિસિંગ પોસ્ટર્સમાંથી પાંચ ફોન નંબર પણ મળ્યા હતા. જેમાંથી ચાર નંબર બંધ હતા પરંતુ એક નંબર તેની પડોશમાં રહેતા રફીકનો જ હતો. તે નંબર ચાલુ હતો.

2013માં પૂજાના ગુમ થયા પછી તેના પરિવારના લોકોએ મિસિંગ પોસ્ટર્સ લગાવ્યા હતા, તેને ઈન્ટરનેટ પર જોઈને 16 વર્ષની પૂજાને તેના અપહરણની સમગ્ર ઘટના યાદ આવી.
2013માં પૂજાના ગુમ થયા પછી તેના પરિવારના લોકોએ મિસિંગ પોસ્ટર્સ લગાવ્યા હતા, તેને ઈન્ટરનેટ પર જોઈને 16 વર્ષની પૂજાને તેના અપહરણની સમગ્ર ઘટના યાદ આવી.

વીડિયો કોલે પરિવાર સાથે કોન્ટેક્ટ કરાવ્યો
રફિકે ફોન ઉપાડ્યો તો પહેલાં તેને શંકા થઈ. પછી તેણે પુરાવા તરીકે પૂજાનો ફોટો માંગ્યો. ગુરુવારે સવારે પૂજાએ હાઉસ હેલ્પ મહિલાની મદદથી વીડિયો કોલ કર્યો, જેનો રફીકે સ્ક્રિન શોર્ટ લઈને પૂજાની માતા અને અંકલને બતાવ્યો. તસવીરમાં પૂજાને જોઈને પરિવારજનો ખુશ થઈ ગયા હતા.
પૂજાના પરિવારે તે જ્યાં કામ કરતી હતી તે જગ્યાની માહિતી લીધી અને ડીએન નગર પોલીસ સ્ટેશનને માહિતી આપી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પૂજા જે બાળકનું બેબી સીટિંગની નોકરી હતી તેને ફરાવવાના બહાને ફ્લેટની નીચે આવી હતી. રાતે 8.20 વાગે પૂજા અને તેની માતા 9 વર્ષ પછી મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...