• Gujarati News
  • National
  • Maharashtra Loudspeaker Controversy Need Home Minister Permission Azaan, Hanuman Chalisa, Dilip Walse Patil, Uddhav Thackeray

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ:ધર્મસ્થળો પર લાઉડસ્પીકર લગાવવા ગૃહ વિભાગની મંજૂરી જરૂરી; નાશિકમાં મસ્જિદ પાસે હનુમાન ચાલીસા પર પ્રતિબંધ

એક મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં અઝાન અને હનુમાન ચાલીસા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને સરકારમાં ચાલતી ખેંચતાણ વચ્ચે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે ધર્મસ્થળ પર લાઉડસ્પીકર લગાવતા પહેલાં ગૃહ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. તાજેતરમાં જ ગૃહ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે, હવે સ્પીકર લગાવતાં પહેલાં પોલીસ કમિશનર ઓફિસ જઈને મંજૂરી લેવી જરૂરી છે. આજે બપોરે આ મુદ્દે ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક મીટિંગ પણ થઈ હતી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે દ્વારા 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. આ દરમિયાન નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું હતું કે 3 મે સુધી માત્ર મસ્જિદોમાં જ નહીં, પરંતુ દરેક ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર લગાવવા માટે મંજૂરી લેવી પડશે. મંજૂરી પછી તેઓ નક્કી કરેલા ડેસિબલમાં જ સ્પીકર વગાડી શકશે.

દીપક પાંડેએ જમાવ્યું હતું કે નિયમ પ્રમાણે મસ્જિદો, મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને અન્ય ધાર્મિક સ્થળોએ તેમના ત્યાં સ્પીકર લગાવવા માટે લેખિતમાં અરજી આપવી પડશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એમાં 4 મહિનાથી એક વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. નાશિક કમિશનરે જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ દરેક લોકોને મંજૂરી આપીશું.

મસ્જિદથી 100 મીટરના અંતરમાં હનુમાન ચાલીસા પર પ્રતિબંધ
કમિશનર દીપક પાંડેએ આગળ કહ્યું હતું કે અમારી આ મુદ્દા પર કડક નજર છે કે ધર્મના નામે ક્યાંય તિરાડો ના પડવી જોઈએ. કમિશનર દીપક પાંડેએ તેમના નવા આદેશમાં કહ્યું છે કે મસ્જિદના 100 મીટરના અંતરમાં હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો ત્યાં કોઈ આયોજન કરવું હોય તો એની પહેલેથી મંજૂરી લેવી પડશે. હનુમાન ચાલીસાના આયોજન દરમિયાન પોલીસની ટીમ ત્યાં હાજર રહેશે.

મનસેના કાર્યકરો સ્પીકર નહીં વગાડી શકે
પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓને મસ્જિદના 100 મીટરના અંતરમાં સ્પીકર વગાડીને હનુમાન ચાલીસા વાંચવાનો અધિકાર નથી. અમે સમાજમાં કોઈ પ્રકારની તિરાડ ઊભી થવા દેવા માગતા નથી. તેમનો ઉદ્દેશ માત્ર સામાજિક અને ધાર્મિક વિવાદ ઊભો કરવાનો છે. નાશિક પોલીસના નવા આદેશ પ્રમાણે મસ્જિદના 100 મીટરના વિસ્તારમાં નમાઝ અદા કરવાની 15 મિનિટ પહેલાં અને નમાઝ સમાપ્ત કરવાના 15 મિનિટ પછી હનુમાન ચાલીસા, ભજન, ગીત અથવા સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઝંડા લગાવવાના વિવાદ પછી અમરાવતીમાં કલમ 144 લાગુ
અમરાવતીના દુલ્હા ગેટ પર ઝંડો લગાવવા અને હટાવવા વિશે વિવાદ પછી આજે અચલપુર અને પરતવાડા વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રવિવારે થયેલા આ વિવાદ પછી સોમવારે સવારે 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે 35 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અચલપુરમાં સોમવારે મોડી રાતથી પોલીસફોર્સ તહેનાત છે. જરૂરી કામ હોય તેવા લોકોને જ બહાર જવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લાઅધિકારી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્થિતિ હાલ સામાન્ય છે.

રવિવારે રાતે અંદાજે 10 વાગે ઝંડો હટાવવા વિશે બે જૂથમાં ખૂબ મારઝૂ઼ડ અને પથ્થરમારો થયો હતો. પોલીસની દખલગીરી પછી મામલો શાંત થયો હતો. વિવાદ વધવાની શંકાએ પોલીસે તરત કલમ 144 લાગુ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...