તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉલ્કાપિંડથી સર્જાયેલું એકમાત્ર સરોવર:મહારાષ્ટ્ર : 50 હજાર વર્ષ જૂનું લોનાર સરોવર વેટલેન્ડ ક્ષેત્ર જાહેર કરાયું

બુલઢાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફોટો ક્લિક કર્યો
લોનાર સરોવરની આ તસવીર આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીર તેમના પિતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ક્લિક કરી હતી. - Divya Bhaskar
સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફોટો ક્લિક કર્યો લોનાર સરોવરની આ તસવીર આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીર તેમના પિતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ક્લિક કરી હતી.
 • વેટલેન્ડ એટલે કે એવું ક્ષેત્ર જ્યાં ભરપૂર ભેજ હોય છે, દેશની 41મી રામસર સાઈટ બની

મહારાષ્ટ્રના બુલઢાણામાં આવેલું 50 હજાર વર્ષ જૂનું લોનાર સરોવર વેટલેન્ડ ક્ષેત્ર જાહેર કરાયું છે. તેની સાથે આ દેશની 41મી રામસર સાઈટ પર બની ગઈ છે. રામસર નમ ભૂમિના સંરક્ષણ માટે વિશ્વ સ્તરીય પ્રયાસ છે. મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણમંત્રી આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી. લોનાર સરોવર 1.2 કિમી વ્યાસમાં ફેલાયેલું છે. આ સરોવર સમયાંતરે રંગ બદલતું રહે છે એટલા માટે પર્યટકો વચ્ચે લોકપ્રિય છે. નિષ્ણાતો કહે છે કે આ સરોવરનું નિર્માણ 50 હજાર વર્ષ પૂર્વે પૃથ્વી સાથે ઉલ્કાપિંડ અથડાતા થયું હતું. આ દેશનું એકમાત્ર સરોવર છે જે ઉલ્કાપિંડને લીધે નિર્માણ પામ્યું છે.

 • વેટલેન્ડ એટલે કે એવું ક્ષેત્ર જ્યાં ભરપૂર ભેજ હોય છે. સરોવરની આજુબાજુનો વિસ્તાર કાદવવાળો હોય છે. કોઈ વિસ્તારના વેટલેન્ડ હોવાથી તેની આજુબાજુની ખેતીને વધારે પાણીની જરૂર પડતી નથી.
 • 1972માં ઈરાનના રામસરમાં આંતરરાષ્ટ્રીય કન્વેન્શનનું આયોજન થયું હતું. તેમાં નિર્ણય લેવાયો હતો કે વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાય અને તેની યાદી જાહેર કરવામાં આવે. તેને રામસર નામ અપાયું.
 • ભારતમાં 40 રામસર સાઈટ્સ હતી. આ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, બિહાર, યુપી, ગુજરાત, આસામ, પ.બંગાળ, આંધ્રપ્રદેશ, મણિપુર, તમિલનાડુ, ત્રિપુરા, કેરળ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો