રાજરમત:મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડી સરકારમાં ‘આંતરિક કલહ’ વધ્યો, ધારાસભ્યો નારાજ

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્વવના નેતૃત્વ હેઠળની સરકારમાં પરસ્પર મતભેદો વધ્યા

મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ વચ્ચે ટકરાવને કારણે ‘આંતરિક કલહ’ વધ્યો છે. ભંડારા અને ગોંદિયા જીલ્લામાં પ્રભુત્વને લઇને પટોલે અને પટેલ વચ્ચે ટકરાવ છે. ભંડારા જીલ્લો પટોલેનું હોમ ગ્રાઉન્ડ છે, તો પટેલનો ગોંદિયા જીલ્લો. કેટલાક દિવસ પહેલા જીલ્લા પરિષદની અધ્યક્ષની ચૂંટણીમાં આ જોવા મળ્યું.

જ્યારે, ગઠબંધન સરકારમાં સામેલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણેયના ધારાસભ્યોમાં નારાજગી છે. શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક એ માટે નારાજ છે કે મહાવિકાસ આઘાડીનો હિસ્સો હોવાથી તેની પાછળ ઇડી, આવકવેરા વિભાગ સહિતની અનેક કેન્દ્રીય એજન્સીઓ તેની પાછળ પડી છે.

તેઓને લાગે છે કે અહીંના પ્રભારી મંત્રી અનિલ પરબ તેમનાથી વધુ એનસીપી ધારાસભ્યોને મહત્વ આપે છે. કોંગ્રેસ ધારાસભ્યો પોતાની જ પાર્ટીના મંત્રીઓથી નાખુશ છે. તેઓને લાગે છે કે તેઓનું કામ નથી થઇ રહ્યું. એનસીપીના કેટલાક ધારાસભ્યોને લાગે છે કે સરકારથી છેડો ફાડીને ભાજપ સાથે જોડાણ કરવું જોઇએ, જેથી કરીને કેન્દ્રીય એજન્સીઓની રડારમાંથી બચી શકાય.

હાલમાં ઠાકરે સરકારને કોઇ ખતરો નથી
મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે. એક બેઠક ખાલી છે. સત્તારૂઢ દળ મહાવિકાસ આઘાડી પાસે 168 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમતિ માટે 145થી 23 ધારાસભ્યો વધુ છે. તેમાં શિવસેનાના 55, રાકાંપાના 53, કોંગ્રેસના 44, બહુજન વિકાસ આઘાડીના 3, સપાના બે સહિત અન્યનું સમર્થન હાંસલ છે. બીજી તરફ ભાજપના નેતૃત્વ હેઠળની NDA પાસે કુલ 113 ધારાસભ્યોનું સમર્થન હોવાનું જણાવાઇ રહ્યું છે. તેમાં ભાજપના 106 ધારાસભ્યો છે.

અન્ય સમાચારો પણ છે...