તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delta Plus Variant May Bring Third Wave In Next Two Months, Maharashtra CM Directs To Start Preparations

ત્રીજી લહેરની શક્યતા:ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આગામી બે મહિનામાં ત્રીજી લહેર લાવી શકે છે, મહારાષ્ટ્રના CMએ તૈયારીઓ શરૂ કરવાના નિર્દેશ આપ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • CM ઉદ્ધવ ઠાકરેએ ડોક્ટર્સને મોટે પાયે સીરો સર્વે કરાવવાની વાત પર ભાર મૂકવા જણાવ્યું

કોવિડના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તો 1-2 મહિનામાં મહામારીની ત્રીજી લહેર મહારાષ્ટ્રને પ્રભાવિત કરી શકે છે. આ લહેર કોરોનાના ખૂબ જ ખતરનાક વેરિયન્ટ ડેલ્ટા પ્લસ(AY.1)ને કારણે આવશે. રાજ્યની કોવિડ ટાસ્કફોર્સે બુધવારે આ મહામારીની સમીક્ષા બેઠકમાં આ માહિતી આપી છે. એ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મેડિકલ ટીમ અને અન્ય અધિકારીઓને જરૂરી વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.

મોટે પાયે સીરો સર્વે કરાવવાનો નિર્દેશ આપ્યો
CM ઉદ્ધવ ઠાકરેએ ડોક્ટર્સને મોટા સ્તરે સીરો સર્વે કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે એનાથી લોકોમાં કોવિડ એન્ટિબોડીના સ્તર અને રસીકરણની માહિતી મળશે. CMએ અગાઉની લહેરોમાંથી શીખ લેવાની વાત પર ભાર મૂક્યો.

તેમણે કહ્યું હતું કે પ્રથમ લહેરમાં રાજ્યમાં પર્યાપ્ત સુવિધાઓ ન હતી, જોકે બાદમાં ઊભી કરવામાં આવ્યા પછી સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી લહેરે આપણને ઘણું શિખવાડ્યું. હવે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દવા, બેડ અને ઓક્સિજનની અછત ન સર્જાય. CMએ જણાવ્યું હતું કે રાજ્યને ઓગસ્ટ-સપ્ટેમ્બરની આસપાસ વેક્સિનના 42 કરોડ ડોઝ મળવાની આશા છે.

બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે.
બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે.

બીજીની સરખામણીમાં ત્રીજી લહેર વધુ ખતરનાક રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું અનુમાન છે કે બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધુ થઈ શકે છે. રાજ્યમાં મહામારીની બીજી લહેરમાં 21 એપ્રિલે સૌથી વધુ 6.95 લાખ એક્ટિવ દર્દી હતા. ત્રીજી લહેરમાં આ આંકડો આઠ લાખને વટાવી શકે છે. એમાં 10 ટકા બાળકો હોઈ શકે છે.

શું છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ?
દેશમાં કોરોનાની બીજી લહેર માટે કોરાનાના ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે. એ પ્રથમ વખત ભારતમાં જ મળ્યો. હવે આ વેરિયન્ટનું બદલાયેલું રૂપ ડેલ્ટા પ્લસ છે. એને એના કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.

કઈ રીતે બન્યો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ?
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, ડેલ્ટા વેરિયન્ટ એટલે કે કિ.બી.1.617.2 સ્ટ્રેનના મ્યૂટેશનમાંથી બન્યો છે. મ્યૂટેશનનું નામ K417N છે અને કોરોનાવાયરસના સ્પાઈક પ્રોટીનમાં એટલે કે જૂના વેરિયન્ટમાં થોડા ફેરફાર થયા છે. આ કારણે નવો વેરિયન્ટ પ્રકાશમાં આવ્યો છે. સ્પાઈક પ્રોટીન, વાયરસનો એ હિસ્સો હોય છે, જેની મદદથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણને સંક્રમિત કરે છે.

K417N મ્યૂટેશનને કારણે જ કોરોનાવાયરસ આપણા પ્રતિ રક્ષા તંત્ર(ઈમ્યુન સિસ્ટમ)ને નિષ્ફળ બનાવવામાં સફળ થાય છે. નીતિ આયોગે 14 જૂને કહ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આ વર્ષે માર્ચથી જ આપણી વચ્ચે છે, જોકે નીતિ આયોગે જણાવ્યું હતું કે આ હાલ ચિંતાનું કારણ નથી.