• Home
  • National
  • Maharashtra government is dumping people from UP Bihar in buses at MPR border, more than 6000 laborers have gathered at a temple here

બમ્બઈથી બનારસ LIVE / મહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

Maharashtra government is dumping people from UP-Bihar in buses at MPR border, more than 6000 laborers have gathered at a temple here
X
Maharashtra government is dumping people from UP-Bihar in buses at MPR border, more than 6000 laborers have gathered at a temple here

  • સોશિયલ ડિસ્ટેસીંગના હજારો મજૂર એક નાના પરિસરમાં કીડા મકોડાની જેમ ગયા, આગળ શું થયું કોઈને નથી ખબર 

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 03:14 PM IST

મુંબઈ. ભાસ્કરના પત્રકાર મુંબઈથી બનારસની સફર માટે નીકળ્યા છે. એ જ રસ્તાઓ પર જ્યાંથી લોકો પોત પોતાના ગામ તરફ જવા માટે નીકળી ગયા છે. ખુલ્લા પગે, પગપાળા, સાઈકલ, ટ્રક અથવા ગાડીઓ ભરી ભરીને. કોઈ પણ હાલમાં આ લોકો પોતાના ઘરે પહોંચવા માંગે છે, છેલ્લા કપરી ઘડીમાં આપણે ઘરે જ તો જઈએ છીએ. અમે આ જ રસ્તાઓની કહાનીઓ તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. 
ચોથા સમાચાર, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ બોર્ડર પર બિજાસન માતા મંદિરથી  મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરનો વિસ્તાર. જિલ્લા સેંધવા, મધ્યપ્રદેશની મોટી બિજાસન માતા મંદિર પરિસર, ભીડ એવી છે કે કદાચ પૂજા અથવા તહેવાર પણ આ મંદિરમાં આવી ભીડ નહી જોવા મળી હોય. આ ભીડ આખા મહારાષ્ટ્રથી લાવવામાં આવેલા બિહારના લોકોની છે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર પરની આ ભયાનક તસવીર છે, જ્યાં યુપી બિહારના લોકોને બસમાં ભરીને લાવવામાં આવી રહ્યા

રાતના 9 વાગ્યા સુધી મહારાષ્ટ્ર સરકારે તેમના પરિવહન વિભાગની એસટી બસોમાંથી લગભગ 4-6 હજાર લોકોને મંદિ પરિસરમાં લાવારિસ મુકી દીધા હતા. બસોનું આવવાનું તેના પછી પણ ચાલું હતું. અહીંયા ન તો કોઈ યુપી-બિહારનો અધિકારી હતો અને ન તો મહારાષ્ટ્ર સરકારનો. અહીંયા એક મોટા મંડપ નીચે મજૂરોને છોડી મુકાતા હતા, જ્યાં સોશિયલ ડિસ્ટસીંગ શક્ય જ નથી.  વડાપ્રધાન મોદી સતત બે ગજનું અંતર રાખવાની અપીલ કરી રહ્યા છે. પણ બડી બિજાસન માતા મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં લોકો એકબીજાને અડીને બેસ્યા હતા. જે ઘણા દિવસોથી સો-સો કિમી પગપાળા ચાલ્યા છે, એ લોકો ત્યાં થાંકીને સુઈ ગયા હતા. ત્યાં ન તો મહિલાઓ માટે ટોયલેટ છે ન સ્વસ્છ પાણી. 

સુવિધાના નામે અહીંયા ઉત્તરપ્રદેશ અથવા બિહારના લખેલા બોર્ડ છે અને એક નાનકડા વિસ્તારમાં હજારો લોકોને બેસાડવામાં આવ્યા તેમની સાથે નાના બાળકો પણ છે. 

બાન્દ્રાથી 25 લોકોનું ગ્રૂપ પણ તે લોકોમાં સામેલ છે. જેમને એસટી બસે અહીં છોડ્યા છે. તે લોકો હવે આગળ કેવી રીતે જશે તે એમને પણ નથી ખબર. પુણેમાં રહેતા રાજેશને ગોરખપુર જવુ છે. પરિવહન વિભાગે તેમને સેંધવા મધ્ય પ્રદેશ સુધી લાવવાનો એક રૂપિયો પણ નથી લીધો. તેથી તેમને એવું લાગે છે કે, આ સુવિધા તેમને યુપીના મુખ્યમંત્રી દ્વારા મળી છે. પરંતુ મધ્ય પ્રદેશની બોર્ડર પર આવીને તેમને સમજાયું કે આ સુવિધા તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે અને હવે મધ્ય પ્રદેશ સરકારે તેમની વ્યવસ્થા કરવાની છે.

લોકો પોત પોતાના રાજ્યોના બોર્ડ પાસે એકઠા થઈ ગયા. કોઈને નથી ખબર કે આગળ જવાની વ્યવસ્થા કેવી રીતે થશે

રત્નાગિરી જિલ્લામાં પેઈન્ટિંગનું કામ કરનાર રામ નારાયણ જણાવે છે કે, તે લોકો ટ્રકથી સુલ્તાનપુર જિલ્લાથી રવાના થયા છે. વચ્ચે પોલીસવાળાઓએ ટ્રક રોકીને બસમાં બેસાડીને અહીં મોકલી દીધા. સાંજે 6 વાગે તેઓ મંદિર પહોંચ્યા હતા.

મહારાષ્ટ્ર પરિવહન વિભાગની બેદરકારી કહેવાતી એસટી બસોથી પ્રવાસ મજૂરોને બળજબરી ભરીને મધ્યપ્રદેશના મોટા બિજાસન માતા મંદિર પરિસર પર લાવીને છોડી દેવાય છે.

થાણે, મુંબ્રા રહેતા અહમદ રાત 8.30 વાગે મહારાષ્ટ્ર પરિવહન વિભાગની બસ સેંધવા પહોંચી ગઈ હતી. તેમને આગળ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર જિલ્લા સુધી જવાનું છે, કારણકે તેમનું ઘર ત્યાં જ છે. તેઓ નારાજગી જણાવતા કહે છે કે, અહીં અત્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને યુપીના ત્રણ રાજ્યોના કોઈ ઓફિશિલ અધિકારી નથી.

રાજ્યોનો એક પણ અધિકારી અહીંયા હાજર નથી. ન મહારાષ્ટ્રનો કે ન મધ્યપ્રદેશ કે યુપી-બિહારનો. લોકોને રઝડતા મુકાયા છે. 

 બોરીવલી (પૂર્વ), ટાટા પાવર હાઉસ વિસ્તારથી બિહારના છપરાં જિલ્લા જવા માટે અહીં પહોંચાડવામાં આવેલા અમરજીત કુમારનું 24 લોકોનું ગ્રૂપ છે. તેમણે કહ્યું કે, બિહાર સરકારે બિહારી મજૂરોને તેમની સ્થિતિ પર મરવા માટે છોડી દીધા છે.

પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 
બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી