તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં અત્યંત દર્દનાક દુર્ઘટના:ભંડારા જિલ્લામાં સરકારી લાપરવાહીને કારણે લાગેલી આગે હોસ્પિટલમાં 10 નવજાતનો ભોગ લીધો, CMએ તપાસના આદેશ આપ્યા

મુંબઈ3 મહિનો પહેલા
 • તમામ બાળકની 1 દિવસથી 3 મહિના સુધી ઉંમર હતી
 • હોસ્પિટલમાં આગ સામે સુરક્ષાની વ્યવસ્થા થાયઃ સુપ્રીમકોર્ટ

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં સરકારી લાપરવાહીથી આગ લાગી અને 10 નવજાતના મોત થઈ ગયાં. ત્રણ બાળકો જીવતા સળગી ગયા જ્યારે 7નાં મોત ધુમાડાના કારણે શ્વાસ રુંધાવાથી થયા. તેમાંથી 8 બાળકી છે. ઘટના શનિવારે વહેલી સવારે 2 વાગે બની હતી. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ જણાવાય છે. ગુજરાતમાં આગની ઘટનાઓ પછી સુપ્રીમકોર્ટે કહ્યું હતું- હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અધિકારી ના હોય તો રાજ્ય કાર્યવાહી કરે પણ લાપરવાહી અટકી નહીં અને આ માતાઓએ ભોગવવું પડ્યું.

મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યાં
સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ કહ્યું કે આગ સિક ન્યૂબૉર્ન કેયર યુનિટમાં લાગી હતી. તેમાં 17 બાળકો હતા જેમાંથી 7ને બચાવી લેવાયા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ મૃતક બાળકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે જઈ બચાવ અભિયાન શરૂ કર્યું હતું. ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની તપાસની માંગ કરી છે.

જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા માટે રવાના થઈ ચૂક્યા છે.

આઉટ બોર્નનાં તમામ બાળકોનાં મોત, ઇન બોર્નના 7ને બચાવાયા
જે ન્યૂબોર્ન કેર યુનિટમાં આગ લાગી તે હોસ્પિટલના પહેલા માળે છે. યુનિટમાં બે રૂમ છે - ઇન બોર્ન (અહીં જન્મેલા બાળકો ત્યાં રખાય છે) અને આઉટ બોર્ન (બહાર જન્મેલા બાળકોને રખાય છે). આગ આઉટ બોર્નમાં લાગી. નર્સે ઘટનાની જાણકારી સુરક્ષા કર્મી રાજુ દહીંવાલેને આપી. રાજુના જણાવ્યા મુજબ યુનિટનો ગેટ ખૂલતો નહોતો એટલે તે આગ બુઝાવવા અંદર જઈ શક્યો નહીં. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું પણ ગેટ ના ખૂલવાથી તેમણે પાછળના અન્ય ગેટ પર જવું પડ્યું પણ તે પણ ખૂલ્યો નહીં એટલે તે તોડીને અંદર ગયા. તમામ નવજાત જિંદગીનો જંગ હારી ચૂક્યા હતા.

આ વોર્ડમાં લગભગ 17 બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં નવજાત બાળકોને રાખવામાં આવે છે.
આ વોર્ડમાં લગભગ 17 બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં નવજાત બાળકોને રાખવામાં આવે છે.

સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2 વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે.

જે માતાઓએ બાળક ગુમાવ્યા, તેમની પાસે વ્યથા જણાવવા માટે શબ્દ નથી. કોઈ તેમને દિલાસો પણ કેવી રીતે આપે
જે માતાઓએ બાળક ગુમાવ્યા, તેમની પાસે વ્યથા જણાવવા માટે શબ્દ નથી. કોઈ તેમને દિલાસો પણ કેવી રીતે આપે

આખી હોસ્પિટલને પોલીસે બંધ કરાવી દીધી છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરવામાં આવે. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.

વોર્ડમાં 17 બાળક એડમિટ હતાં

ઘટના પછી લોકોએ આરોપ લગાવ્યો કે આના માટે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર છે.
ઘટના પછી લોકોએ આરોપ લગાવ્યો કે આના માટે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર છે.

મળતી માહિતી પ્રમાણે, આ વોર્ડમાં લગભગ 17 બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌથી પહેલા એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને આની જાણ કરી. ત્યાર પછી સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. આની ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવાઈ. ફાયરકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.

ઘટના પછી હોસ્પિટલની બહાર ભીડ ભેગી થઈ ગઈ છે. લોકોનો આરોપ છે કે ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વિટ કરીને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ફડણવીસે દુર્ઘટનાની તપાસ કરવા અને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોસ્પિટલમાં બાળકોના મોતથી ઘણું દુઃખ થયું છે. ઘટનામાં પોતાના બાળકોને ગુમાવનાર પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

સાથે જ વડાપ્રધાન મોદીએ આને હૃદય કંપાવી દે તેવી ઘટના ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે ઘણી કિંમતી નવી જિંદગીઓ ગુમાવી દીધી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. મારી પ્રાર્થના છે કે ઘાયસ બાળકો ઝડપથી સાજા થઈ જાય.

અમિત શાહે કહ્યું, આ દુઃખ માટે શબ્દ નથી

હોસ્પિટલમાં જીવ ગુમાવનારાં બાળકો માટે ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે.

બાળકોના જીવ ગુમાવવા અંગે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે હું મુખ્યમંત્રીને અપીલ કરું છું કે તેઓ ઘાયલો અને મૃતક બાળકોના પરિવારને દરેક શક્ય મદદ કરે.

રાજ્યની હોસ્પિટલમાં ફાયર ઓડિટના આદેશ
બાળકોના આ યુનિટમાં રાત્રે એક ડૉક્ટર અને 4થી 5 નર્સની ડ્યુટી હોય છે. ઘટના સમયે તેઓ ક્યા હતા? આગનું કારણ શોર્ટસર્કિટ જણાવાયું છે. સાધનોની તપાસનો નિયમ છે. તો આ કેવી રીતે થાય છે? વોર્ડમાં સ્મોક ડિટેક્ટર સહિત કશુ નહોતું, જો હોત તો આગ લાગવાની જાણકારી પહેલેથી જ મળી જાત અને બાળકોનો જીવ બચી ગયો હોત. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે હવે મહારાષ્ટ્રની તમામ હોસ્પિટલમાં ફાયર ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.

ગયા વર્ષે આવી જ ઘટના
મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર 2020માં કોલ્હાપુર સ્થિત છત્રપતિ પ્રમિલા રાજે સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. તેની પાછળનું કારણ પણ શોર્ટસર્કિટ જણાવાયું હતું. રાત્રે 2 વાગે હોસ્પિટલમાં કોઈ ડ્યુટી પર નહોતું. ડ્યુટી પર હાજર નર્સે કહ્યું કે 2 વાગે યુનિટનો દરવાજો ખોલાયો ત્યારે ત્યાં ધૂમાડો હતો. એનો અર્થ એ હતો કે જ્યારે આગ લાગી ત્યારે કોઈ સ્ટાફ ત્યાં નહોતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો