તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Maharashtra Registers 43183 New Patients In A Single Day, Maharashtra's Number After Brazil, India, USA, France

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં કોરોના:CM ઉદ્ધવે કહ્યું- આવી જ સ્થિતિ રહેશે તો સંભાળવું મુશ્કેલ; પરંતુ લોકડાઉન લાગશે કે નહીં તે હાલ જણાવવું અઘરું

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કોરોનાની સ્થિતિ પર હાઈલેવલ મીટિંગ પછી લોકોને સંબોધન કર્યું હતું. તેઓએ સંક્રમણ વધવા માટે લોકોની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. - Divya Bhaskar
ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કોરોનાની સ્થિતિ પર હાઈલેવલ મીટિંગ પછી લોકોને સંબોધન કર્યું હતું. તેઓએ સંક્રમણ વધવા માટે લોકોની બેદરકારીને જવાબદાર ગણાવી હતી.
  • મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ઇમર્જન્સી બેઠક બોલાવી
  • પુણેમાં 7 દિવસનું મિની લોકડાઉન, લગ્ન અને અંતિમસંસ્કાર સિવાય તમામ સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે. ગુરૂવારે અહીં 43,183 નવા સંક્રમિતો મળ્યા. જે અન્ય રાજ્યની તુલનાએ એક જ દિવસમાં આવેલો સૌથી મોટો આંકડો છે. CM ઉદ્ધવે 8.30 વાગ્યે લોકોને સંબોધન કર્યું. તેઓએ સ્થિતિની ગંભીરતા જણાવી, પરંતુ રાજ્યમાં લોકડાઉન લગાડવાની કોઈ જ જાહેરાત ન કરી. જો કે તેઓએ એમ પણ કહ્યું કે જો આવી જ સ્થિતિ યથાવત રહી તો લોકડાઉનથી બચી ન શકાય.

ઉદ્ધવે કહ્યું કે, 'હું તમને લોકોને જણાવી દઉં કે અહીં હું તમને લોકોને ડરાવવા માટે નથી આવ્યો, પરંતુ જે પરિસ્થિતિઓ જોવા મળી રહી છે તેના ઉકેલ માટે આવ્યો છું. કોરોનાને કારણે વિશ્વભરની આર્થિક સ્થિતિમાં ઉતાર-ચડાવ આવ્યા. આ વાયરસ તમારા લોકોની ધેર્યની પરીક્ષા લેવા આવ્યો છે. આપણે એકજૂથ થઈને ધેર્યથી કોરોના સામે લડવાનું છે. લોકડાઉનથી આર્થિક સ્થિતિ ખરાબ થશે.'

ઉદ્ધવે કહ્યું- અમે કંઈ જ છુપાવવા નથી માગતા
CM ઉદ્ધવે કહ્યું કે અમે એન્ટીજન રેપિડ ટેસ્ટ નથી વધારી રહ્યાં, અમે RT-PCR ટેસ્ટને વધારી રહ્યાં છીએ. આજે અમે 70% ટેસ્ટ RT-PCR કરી રહ્યાં છીએ. તેઓએ કહ્યું કે, 'અમે કોઈ જ વસ્તુ છુપાવી નથી રહ્યાં. અમે કંઈ છુપાવવા પણ નથી માગતા. અમે સાચું જ લોકોની સામે રાખી રહ્યાં છીએ. લોકો પૂછે છે કે બિહાર, બંગાળમાં ચૂંટણી થઈ ત્યાં કોરોના ન વધ્યો, તમારે ત્યાં કેમ વધી રહ્યો છે? મને તેનાથી કોઈ જ મતલબ નથી. મારી જવાબદારી મહારાષ્ટ્રની જનતા માટે જ છે.'

મહારાષ્ટ્રમાં પર્યાપ્ત બેડ ઉપલબ્ધ હોવાનો દાવો
'ગત માર્ચની વાત તમને યાદ હશે કે આપણી પાસે બેડ ન હતા, હોસ્પિટલ નહોતી મળી રહી અને એમ્બ્યુલન્સ ઓછી પડી રહી હતી. જે બાદ અમે તેમાં સુધારો કર્યો. આજે આપણી પાસે 3,75,000 બેડની સંખ્યા છે. આ અમારું ઘણું મોટું એચિવમેન્ટ છે.'

દર્દી હજુ વધ્યા તો સુવિધાઓ ઓછી પડશે
ઉદ્ધવે કહ્યું કે, 'લોકો બેદરકાર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં લગ્નમાં વધુ ભીડ જોવા મળે છે. કોરોના આપણી પરીક્ષા લઈ રહ્યો છે. આપણી પાસે પર્યાપ્ત સુવિધાઓ છે, પરંતુ આ રીતે જ દર્દીઓ વધ્યા તો આ ઓછી પડવા લાગશે. આપણે તમામ સુવિધાઓ વધારી લેશું, પરંતુ ડોકટર અને નર્સ ક્યાંથી લાવીશું. આ સૌથી મોટી ચિંતા છે. અનેક ડોકટર અને નર્સ સંક્રમિત થઈ ગયા છે. કોરોનાથી ઠીક થયા બાદ પણ તેની અસર રહે છે. જો સ્થિતિ આવી જ રહી તો 15-20 દિવસ પછી આપણે સ્થિતિ સંભાળી નહીં શકીએ.'

વેક્સિનેશનમાં મહારાષ્ટ્ર નંબર વન, ગતિ હજુ વધારી શકીએ છીએ
'એક દિવસમાં 3 લાખ લોકોને વેક્સિન લગાડવામાં આવી રહી છે. જેને વધારીને 7 લાખ કરી શકીએ છીએ. ટેસ્ટ અને વેક્સિનેશન વધારી રહ્યાં છીએ. દર્દી કઈ રીતે અટકે તેનો કોઈ જ ઉપાય નથી. વેક્સિનેશનમાં આપણે નંબર 1 સ્ટેટ છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કોરોના પર રાજકારણ ન થવું જોઈએ. હું પણ એમ જ કહેવા માંગુ છું. રશિયામાં સ્થિતિ ખરાબ છે. ફ્રાંસે તો લોકડાઉન લગાવી દિધું છે. સ્કૂલ બંધ કરવામાં આવ્યા છે. ડેનમાર્કમાં પણ એક મહિનાનું લોકડાઉન છે.'

પુણેમાં 7 દિવસનું મિની લોકડાઉન
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સરકારે સખતાઈ શરૂ કરી દીધી છે. આ જ કડીમાં પુણેમાં આગળના 7 દિવસ લગ્ન અને અંતિમસંસ્કારને છોડીને તમામ સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતિમસંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોની હાજરીની પરવાનગી હશે. આ આદેશ શનિવારથી લાગુ થશે.

પુણેમાં મિની લોકડાઉન દરમિયાન ગાઈડલાઈન્સ

  • બાર, રેસ્ટોરાં, હોટલ બંધ રહેશે, માત્ર હોમ ડિલિવરીની પરવાનગી હશે.
  • PMPLની બસસેવા બંધ રહેશે.
  • સાંજે 6 વાગ્યાથી આગામી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.
  • આગામી શુક્રવારે એક વખત ફરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

નવા સંક્રમિતોમાં બ્રાઝિલ, ભારત, અમેરિકા, ફ્રાન્સ પછી મહારાષ્ટ્રનો નંબર
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસનો અત્યારસુધીનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે. ગુરુવારે અહીં 43183 નવા સંક્રમિત મળ્યા છે. આ કોઈ એક રાજ્યમાં આવેલા કોરોનાના અત્યારસુધીના કેસનો સૌથી મોટો આંકડો છે. સ્થિતિ કેટલી ખરાબ છે એ અંગેની માહિતી એ પરથી મેળવી શકાય છે કે વિશ્વમાં ગુરુવારે નોંધાયેલા કુલ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. પ્રથમ નંબરે બ્રાઝિલ, બીજા નંબરે ભારત, ત્રીજા નંબરે અમેરિકા, ચોથા નંબરે ફ્રાન્સ અને એ પછીના સૌથી વધુ કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. એમાં સ્થિતિ અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પુણેમાં બેઠક કરીને ત્યાં લોકડાઉનનો નિર્ણય કરી શકે છે.

ગુરુવારે નવા કેસના મામલામાં ટોપ 4 દેશ

દેશનવા કેસ
બ્રાઝિલ89,459
ભારત81,183
અમેરિકા76,786
ફ્રાન્સ50,659

મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીની સરખામણીમાં 475 ટકા વધુ દર્દીઓ મળ્યા
મુંબઈમાં ગુરુવારે સૌથી વધુ કેસ 8646 દર્દી મળ્યા. જ્યારે થાણેમાં 4795 કેસ મળ્યા. માર્ચમાં મુંબઈમાં કોરોનાના 88710 નવા કેસ મળ્યા, જે ફેબ્રુઆરીની સરખામણીએ 475 ટકા વધુ છે. આ દરમિયાન 216 લોકોએ જીવ ગુમાવ્યો છે, જે ફેબ્રુઆરીની સરખામણી 181 ટકા વધુ છે. માર્ચમાં રાજ્યમાં 6.6 લાખથી વધુ કેસ આવ્યા, જે ફેબ્રુઆરીની સરખામણીએ 400 ટકા વધુ છે.

મહારાષ્ટ્રમાં 7 દિવસના કેસ

તારીખપોઝિટિવ
26 માર્ચ36,902
27 માર્ચ35,726
28 માર્ચ40,414
29 માર્ચ31,643
30 માર્ચ27,918
31 માર્ચ39,544
1 એપ્રિલ43,183

BMCએ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી

  • સાધારણ લક્ષણો ધરાવતા લોકો, જેમને કોઈ બીજી કોઈ બીમારી નથી, તેઓ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર કરાવી શકે છે. તેમણે ડોક્ટરની પરવાનગી લેવી પડશે. હોમ આઈસોલેશન માટે ઘરમાં પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. પરિવારના અન્ય સભ્યો માટે પણ ક્વોરન્ટીનની જગ્યા હોવી જોઈએ.
  • HIV, હાર્ટ કે કેન્સરના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી શકે છે. 60 વર્ષથી ઉપરના વૃદ્ધો અને ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, હાર્ટ, કેન્સર, કિડની અને ફેફસાંને સંલગ્ન બીમારી ધરાવતા લોકોને ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેશનમાં રાખવાની મંજૂરી હશે.
  • જે ગર્ભવતી મહિલાની ડિલિવરીમાં બે સપ્તાહ બાકી છે તેને હોમ આઈસોલેશનની પરવાનગી નહિ હોય.

મહારાષ્ટ્રના ક્યાં શહેરોમાં લોકડાઉન

મુંબઈઃ પાંચથી વધુ કેસ ધરાવતી સોસાયટીઓને સીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

બીડઃ 26થી 4 માર્ચ સુધી લોકડાઉન.

નાંદેડઃ 25થી 4 એપ્રિલ સુધી લોકડાઉન.

નંદુરબારઃ 31 માર્ચથી 15 એપ્રિલ સુધીનું લોકડાઉન.

મુંબઈમાં આજથી કડક પ્રતિબંધો લાગવાની શક્યતા
કોરોનાના વધતાં મામલાઓની વચ્ચે આજે મુંબઈમાં કડક પ્રતિબંધો લાગવાની શક્યતા છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે દુકાનોને એક દિવસ બંધ અને એક દિવસ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. લગ્નોમાં મહેમાનોની સંખ્યા 50 સુધી સીમિત થઈ શકે છે.

CM મુંબઈમાં અને ડેપ્યુટી CM પુણેમાં કરી રહ્યા છે બેઠક
કોરોનાના ડરાવનારા આંકડાઓની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગ્યે વર્ષા બંગલા પર ઈમર્જન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બીજી તરફ ડેપ્યુટી CM અજિત પવાર પુણેમાં પિંપરી ચિંચવાડ અને પુણેના નિગમ અધિકારીઓની સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠક પછી લોકડાઉનને લઈને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

આ તસવીર મુંબઈના દાદરના શાકભાજી માર્કેટની છે.
આ તસવીર મુંબઈના દાદરના શાકભાજી માર્કેટની છે.

પુણેમાં કોરોનાના મૃતકોની બોડી હવે પરિવારે સંભાળવી પડશે
પુણે નગર નિગમે નવા નિયમ બહાર પાડ્યા છે, એમાં કહેવામાં આવ્યું છે કે કોઈ કોરોના પોઝિટિવનું ઘરે મોત થયું છે તો તેના પરિવારે જ તેના શબને શબવાહિની સુધી પહોંચાડવું પડશે. વોર્ડ અધિકારી તરફથી મૃતકના પરિવારને એક બોડી બેગ અને ચાર PPE કિટ આપવામાં આવશે. તેમણે કિટ પહેરીને શબને બોડીમાં નાખવાનું રહેશે અને પછી શબને શબવાહિનીમાં મૂકવાનું રહેશે.

રાજ્યમાં 3.66 લાખ એક્ટિવ કેસ
અહીં ગુરુવારે 43183 નવા દર્દીઓ મળ્યા. 32641 દર્દી સાજા થયા અને 249નું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યારસુધીમાં 28.56 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 24.33 લાખ લોકો સાજા થયા છે. હાલ 3.66 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો