તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Maharashtra Controversy: Governor Can't Remove CM's Letter ... Centre's Decision Is Final

ભાસ્કર એક્સપ્લેઇનર:મહારાષ્ટ્ર વિવાદ: સીએમના પત્રથી રાજ્યપાલ ન હટી શકે... કેન્દ્રનો નિર્ણય જ અંતિમ

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી - ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે વિવાદ વધી ગયો છે. ઉદ્ધવે રાજ્યપાલને પાછા બોલાવી લેવા કેન્દ્રને પત્ર લખ્યો છે. એવામાં સુપ્રીમકોર્ટના વકીલ તથા બંધારણ નિષ્ણાત વિરાગ ગુપ્તા જણાવી રહ્યા છે કે રાજ્યપાલની નિમણૂક અંગે કેન્દ્ર તથા રાજ્યો વચ્ચેના વિવાદ અંગે બંધારણીય વ્યવસ્થા શું છે ?

શું મુખ્યમંત્રી રાજ્યપાલને પદથી હટાવી શકે છે?
હાલ શક્ય નથી. મુખ્યમંત્રી કેન્દ્રને ભલામણ મોકલી શકે છે પણ અંતિમ નિર્ણય કેન્દ્ર જ કરશે. બંધારણની કલમ 155, 156 અનુસાર રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિની ઈચ્છા પ્રમાણે જ રાજ્યપાલ પદ પર જળવાઈ રહે છે. કેન્દ્રની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રાજ્યપાલને કાર્યકાળ પૂરો થતાં પહેલાં હટાવી શકે છે.

રાજ્યપાલની નિમણૂકમાં રાજ્ય સરકારની શું ભૂમિકા હોય છે?
સીધી રીતે ભૂમિકા હોતી નથી. રાજ્યપાલની નિમણૂકમાં અનેક પરંપરાઓની અપેક્ષા રખાય છે પણ પાલન જરૂરી નથી. જેમ કે નિમણૂક પહેલાં સીએમની સલાહ લેવી જોઈએ. મૂળ નિવાસીને તેમના રાજ્યના રાજ્યપાલ ન બનાવવા જોઈએ. જોકે આ ફરજિયાત નથી.

રાજ્ય સરકારો અને રાજ્યપાલ વચ્ચે વિવાદ કેમ થાય છે?
રાજ્યપાલને ઇમરજન્સી સત્તા અપાય છે. રાજ્યમાં કાયદો-શાસન વ્યવસ્થા બગડતાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. તેમાં રાજકીય મનશાઓના આરોપ લાગી ચૂક્યા છે. સરકારો સાથે વિવાદ પણ રાજ્યપાલના રાજકીય ઝુકાવવાળા નિવેદનને લીધે થાય છે.

શું રાજ્યપાલની નિમણૂક અને હટાવવાની પ્રક્રિયાને બદલવાના પ્રયાસો ક્યારેય થયા છે?
રાજ્યપાલની નિમણૂક, નિષ્પક્ષતા, ઉપયોગિતા અને કાર્યકાળ અંગે અનેક આયોગોની રચના થઇ ચૂકી છે. તેમાંથી બે તો એ ભલામણ પણ કરી ચૂક્યા છે કે રાજ્યપાલની નિમણૂક અને હટાવવામાં કેન્દ્રએ રાજ્યની મરજી પણ જાણવી જોઈએ. જોકે આ ભલામણોને અત્યાર સુધી કાનૂની કે બંધારણીય રૂપ નથી અપાયું, એટલા માટે તે બાધ્યકારી નથી.

વેંકટચેલૈયા આયોગ (2002): ભલામણ કરી હતી કે રાજ્યપાલને જો 5 વર્ષ પહેલાં હટાવવા હોય તો કેન્દ્રએ એવું ફક્ત રાજ્યના મુખ્યમંત્રીની સલાહથી કરવું જોઈએ.
પૂંછી આયોગ(2010): ભલામણ કરી કે રાષ્ટ્રપતિના પ્રસાદપર્યત વાક્યાંશને બંધારણથી હટાવાય કેમ કે રાજ્યપાલને કેન્દ્ર નહીં પણ વિધાનમંડળના પ્રસ્તાવથી હટાવવા જોઈએ.
સરકારિયા આયોગ(1988): ભલામણ કરી હતી કે રાજ્યપાલને 5 વર્ષના કાર્યકાળ પહેલાં દુર્લભ મામલા અને અપવાદોને છોડી હટાવવા જ ન જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો