તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેક્સિનની અછત અંગે ફરિયાદ કરનારાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરકારો પર કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષ વર્ધને આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ વેક્સિનેશન કરાવવામાં નિષ્ફળ થઈ રહીલી પંજાબ અને દિલ્હી સરકાર પર પણ નિશાન સાધ્યું છે. ડો.હર્ષ વર્ધને મહારાષ્ટ્ર સરકારના આરોપોનો જવાબ આપતાં કહ્યું હતું કે દેશમાં ક્યાંય પણ રસીની કમી નથી. મહારાષ્ટ્ર સરકાર વારંવાર તેની ભૂલોનું પુનરાવર્તન કરી રહી છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે ભૂલોનું પુનરાવર્તન કરતાં મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ખરાબ થઈ છે. હવે ત્યાંની સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે અમારા પર આરોપ લગાવી રહી છે. જે પણ રાજ્ય વેક્સિનની કમીની વાતો કરી રહ્યાં છે તેઓ રાજકીય રીતે લોકોને ડરાવવાનું કામ કરી રહ્યાં છે.
વેક્સિન સામે સવાલ ઉઠાવવા એ ખોટું છે
ડો. હર્ષ વર્ધને છત્તીસગઢના આરોગ્યમંત્રી પણ કઠેડામાં ઊભા કર્યા. તેમણે કહ્યું હતું કે છત્તીસગઢ સરકારે તેમના રાજ્યમાં કોવેક્સિનને પોતાના રાજ્યમાં લગાવવાની ના પાડી દીધી હતી. તેઓ સતત આવાં નિવેદનો આપી રહ્યાં છે, જેનો હેતુ વેક્સિનેશન અંગે અસ્પષ્ટતા અને ગભરાટ ફેલાવવાનો છે, આનાથી કોરોના સામે ચાલી રહેલી લડત નબળી પડી છે.
પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્રમાં આરોગ્યકર્મચારીઓના વેક્સિનેશનમાં કમી
આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા માત્ર 86% આરોગ્યકર્મચારીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં 72% અને પંજાબમાં માત્ર 64% આરોગ્યકર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. બીજી તરફ, અન્ય 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90%થી વધુ આરોગ્યકર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. એ જ રીતે ફ્રન્ટલાઇનકર્મચારીઓને વેક્સિન આપવામાં આ ત્રણેય સરકાર નિષ્ફળ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી માત્ર 73%, જ્યારે દિલ્હીમાં 71% અને પંજાબમાં 65% ફ્રન્ટલાઇનકર્મચારીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ આંકડા નેશનલ એવરેજથી પણ ઓછા છે.
રાજ્ય સરકારોને પણ પત્ર લખ્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારને વેક્સિનેશન વધારવા માટે પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણેય રાજ્યોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી વેક્સિન આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારને લખેલા પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ 6 લાખ 19 હજાર 190 વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા, એમાંથી માત્ર 90 લાખ 53 હજાર 523 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બાકીના વેક્સિનના ડોઝ હજી પણ બાકી છે. આવી સ્થિતિમાં વેક્સિનની કમીના આરોપ એ એકદમ ખોટું છે.
Sponsored By
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.